તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 465 અંક ઘટ્યો, નિફ્ટી 14496 પર બંધ; રિલાયન્સ, સન ફાર્માના શેર ઘટ્યા

મુંબઈ2 દિવસ પહેલા
  • ONGC, બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, નેસ્લે, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 465 અંક ઘટી 48253 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 138 અંક ઘટી 14496 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, સન ફાર્મા, ડો.રેડ્ડી લેબ્સ, HDFC, HDFC બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 2.11 ટકા ઘટીને 1918.00 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 1.99 ટકા ઘટીને 645.70 પર બંધ રહ્યો હતો. જોકે ONGC, બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, નેસ્લે, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ONGC 1.49 ટકા વધીને 109.25 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 0.76 ટકા વધીને 5595.00 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં પણ ઉતાર-ચઢાવ

  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 241 અંકના ઘટાડા સાથે 28812 પર બંધ થયો.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ કારોબાર બંધ થવા પર 28 અંક નીચે 3446 પર રહ્યો.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 266 અંકની મજબૂતાઈની સાથે 28546 પર બંધ થયો. ​​​​​
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ કારોબાર બંધ થવા પર 20 અંક વધી 3147 પર રહ્યો.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડીનરીઝ ઈન્ડેક્સ 37 અંકના વધારા સાથે 7323 પર બંધ થયો.

અમેરિકાના બજારોમાં વધારો
સોમવારે અમેરિકાના બજારો વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.70 ટકાના વધારા સાથે 238.38 અંક ઉપર 34113.20 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.48 ટકાના ઘટાડા સાથે 67.56 અંક નીચે 13895.10 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 11.49 પોઈન્ટ ઉપર 4192.66 પર બંધ થયો હતો. ફ્રાન્સ અને જર્મનીના બજારો પણ વધારા સાથે બંધ થયા હતા.

FII અને DII ડેટા
NSE પરના પ્રોવિઝનલ ડેટા મુજબ, 3 મેના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FFI)એ 2289 કરોડ રૂપિયાના શેરની શુદ્ધ વેચવાલી કરી એટલે કે તેમણે જેટલા શેર ખરીદ્યા તેનાથી વધુ રૂપિયાના શેર વેચી દીધા હતા. થોડા દિવસોથી સતત ખરીદી કરી રહેલા ઘરેલુ સંસ્થાગત રોકાણકાર(DII)એ શુદ્ધ રૂપથી 552 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. સોમવારે સેન્સેક્સ 63 પોઈન્ટ ઘટી 48718 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 3 અંક વધી 14634 પર બંધ રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો