તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 380 અંક વધ્યો, નિફ્ટી 15301 પર બંધ; બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસના શેર વધ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • પાવર ગ્રીડ કોર્પ, NTPC, ONGC, કોટક મહિન્દ્રા, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો બુધવારે વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 380 અંક વધી 51017 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 93 અંક વધી 15301 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, મારૂતિ સુઝુકી, એચડીએફસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 4.82 ટકા વધીને 11919.55 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 2.60 ટકા વધીને 1397.35 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, NTPC, ONGC, કોટક મહિન્દ્રા, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 3.11 ટકા ઘટીને 225.70 પર બંધ રહ્યો હતો. એનટીપીસી 1.77 ટકા ઘટીને 111.25 પર બંધ રહ્યો હતો.

તમામ એશિયાઈ બજારોમાં વધારો

  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 87.52 અંક ઉપર 28641 પર બંધ થયો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 16 અંકના વધારા સાથે 3597 પર બન્યો છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 203 પોઈન્ટ ઉપર 29152 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1 અંકના વધારા સાથે 3172 પર આવી ગયો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 17 પોઈન્ટ ઉપર 7331 પર બંધ થયો છે.

અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ
મંગળવારે અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.24 ટકાના ઘટાડા સાથે 81.52 અંક નીચે 34312.50 પર બંધ થયુ હતું. નેસ્ડેક 0.03 ટકાના ઘટાડા સાથે 4.00 અંક નીચે 13657.20 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 8.93 પોઈન્ટ નીચે 4188.12 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સના બજાર ઘટાડા સાથે અને જર્મનીના બજાર વધારા સાથે બંધ થયા હતા.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 25 મેના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધ રૂપથી 959.77 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. એટલે કે FIIએ જેટલા શેર વેચ્યા, તેના કરતા વધુ શેર ખરીદ્યા. જોકે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ તેના કરતા વિપરીત ચાલ દેખાડી અને શુદ્ધરૂપથી 563.59 કરોડ રૂપિયાના શેર વેચ્યા. એટલે કે જેટલા શેર ખરીદ્યા, તેના કરતા વધુ શેર વેચ્યાં.