શેરબજાર:સેન્સેક્સ 338 અંક ઘટ્યો, નિફ્ટી 14906 પર બંધ; ONGC, સન ફાર્માના શેર ઘટ્યા

મુંબઈએક વર્ષ પહેલા
  • M&M, ઈન્ડ્સઈન્ડ બેન્ક, ટાઈટન કંપની, લાર્સન, બજાજ ફિનસર્વ શેર વધ્યા

ભારતીય શેરબજારો ગુરુવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 338 અંક ઘટી 49564 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 124 અંક ઘટી 14906 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ONGC, સન ફાર્મા, પાવર ગ્રીડ કોર્પ, HDFC બેન્ક, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ONGC 2.70 ટકા ઘટીને 111.80 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 2.36 ટકા ઘટીને 686.80 પર બંધ રહ્યો હતો. જોકે M&M, ઈન્ડ્સઈન્ડ બેન્ક, ટાઈટન કંપની, લાર્સન, બજાજ ફિનસર્વ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. M&M 2.47 ટકા વધીને 804.00 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 0.87 ટકા વધીને 975.50 પર બંધ રહ્યો હતો.

એક છોડીને તમામ એશિયાઈ બજારોમાં ઘટાડો
જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 0.16 ટકાની મજબૂતાઈની સાથે બંધ થયો. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સમાં 1.21 ટકાનો ઉછાળો આવ્યો છે. ચીનના શંઘાઈ કમ્પોઝિટ(0.11 ટકા), હોંગકોંગના હેંગસેંગ(0.69 ટકા) અને કોરિયાના કોસ્પી ઈન્ડેક્સ (0.34 ટકા)માં ઘટાડો આવ્યો છે.

મજબૂત રહી યુરોપીય બજારોની શરૂઆત
યુરોપીય બજારોની મજબૂત શરૂઆત રહી છે. જર્મનીના DAX અને ફ્રાન્સના CACમાં લગભગ 0.5 ટકાની મજબૂતાઈ છે. બ્રિટનના FTSEમાં લગભગ 0.2 ટકા તેજી છે.

અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ
બુધવારે અમેરિકાનું બજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયુ હતું. ડાઉ જોન્સ 0.48 ટકાના ઘટાડા સાથે 164.62 અંક નીચે 33896 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.03 ટકાના ઘટાડા સાથે 3.90 અંક ઘટી 13299.70 પર બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ 12.15 પોઈન્ટ ઘટી 4115.68 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સ અને જર્મનીના બજાર પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

FII અને DII ડેટા
વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII) અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII) બંનેએ ઘરેલુ બજારમાં જોરદાર વેચવાલી કરી. NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ 19 મેએ FIIએ શુદ્ધ રૂપથી 697.75 કરોડ રૂપિયાના શેર વેચ્યા. જ્યારે DIIએ શુદ્ધ રૂપથી 852.52 કરોડ રૂપિયાના શેર વેચ્યા. એટલે કે બંનેએ જેટલા શેર ખરીદ્યા, તેનાથી વધુ કિંમતના શેર વેચ્યાં.