શેરબજાર:સેન્સેક્સ 53000ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા પછી ફ્લેટ બંધ, TCS, ઈન્ફોસિસના શેર વધ્યા

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે, HUL, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા
  • સેન્સેક્સને 1000 પોઈન્ટ વધવામાં 123 દિવસ લાગ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજી દિવસે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 14 અંક વધી 52588 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 26 અંક વધી 15772 પર બંધ રહ્યો હતો. માર્કેટ શરૂ થયા પછી સેન્સેક્સ થોડા જ કલાકોમાં રેકોર્ડ 53000ની સપાટીએ પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી 2021ના રોજ સેન્સેક્સ 52,000ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. આમ સેન્સેક્સને 52000ની રેકોર્ડ સપાટીએથી 53000એ પહોંચવામાં લગભગ 123 દિવસનો સમય લાગ્યો છે.

મારૂતિ સુઝુકી, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ, TCSના શેર વધ્યા
સેન્સેક્સ પર મારૂતિ સુઝુકી, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ, TCS, ઈન્ફોસિસ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 5.02 ટકા વધી 7248.05 પર બંધ રહ્યો હતો. લાર્સન 2.26 ટકા વધી 1500.00 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે, HUL, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 1.73 ટકા 3016.40 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 1.57 ટકા ઘટી 6020.00 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં મજબૂતાઈ
હોંગકોંગના હેંગસેગને બાદ કરતા મોટાભાગના એશિયાઈ બજારોમાં મજબૂતાઈ છે. જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં લગભગ ત્રણ ટકાનો ઉછાળો છે. કોરિયાના કોસ્પી અને ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં લગભગ એક ટકાની મજબૂતાઈ છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીમાં લગભગ દોઢ ટકાનો ઉછાળો આવ્યો છે.

સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 230 અંક વધી બંધ રહ્યો
ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ 230 અંક વધી 52,574 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 63 અંક વધી 15,746 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર NTPC, ટાઈટન કંપની, SBI, HUL, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. NTPC 3.87 ટકા વધીને 117.95 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 1.87 ટકા વધીને 1740.85 પર બંધ રહ્યો હતો. જોકે મારુતિ સુઝુકી, TCS, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. મારુતિ સુઝુકી 0.82 ટકા ઘટીને 6901.50 પર બંધ રહ્યો હતો. ટીસીએસ 0.74 ટકા ઘટીને 3272.45 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 18 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 2680 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર વેચ્યા હતા, તેનાથી વધુ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 446 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.