શેરબજાર:સેન્સેક્સ 1345 અંક વધ્યો, નિફ્ટી 16529 પર બંધ; LICનો શેર 872 રૂપિયા પર બંધ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેરબજારો આજે સપ્તાહના બીજા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1345 અંક વધી 54318 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 417 અંક વધી 16529 પર બંધ રહ્યો હતો. એલઆઈસીનો શેર દિવસના અંતે 872 રૂપિયા પર બંધ રહ્યો હતો.

ટાટા સ્ટીલ, રિલાયન્સ, ITCના શેર વધ્યા
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, રિલાયન્સ, આઈટીસી, ICICI બેન્ક, વિપ્રો સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 7.62 ટકા વધી 1188.35 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 4.26 ટકા વધી 2530.70 પર બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી પર ટાટા કોન્સ.પોર્ડ 0.17 ટકા ઘટી 734.25 પર બંધ રહ્યો હતો.

સોમવારે સેન્સેક્સ 180 અને નિફ્ટી 60 અંક વધ્યો હતો
ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 180 અંક વધી 52973 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 60 અંક વધી 15842 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એનટીપીસી, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકી, એચડીએફસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એનટીપીસી 2.95 ટકા વધી 148.30 પર બંધ રહ્યો હતો. એસબીઆઈ 2.51 ટકા વધી 456.20 પર બંધ રહ્યો હતો. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લે સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 2.80 ટકા ઘટી 6026.00 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 1.73 ટકા ઘટી 3012.10 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...