તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Stick bumps Erupt Among Trough Sellers In UP, Shopkeeper Who Looks Like Einstein Goes Viral Overnight

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહકો માટે સર્જાયું આ ધિંગાણું:UPમાં ચાટ વિક્રેતાઓ વચ્ચે લાઠી-દંડા ઊછળ્યાં, આઇન્સ્ટાઇન જેવો દેખાતો દુકાનદાર રાતોરાત વાઇરલ થયો

4 દિવસ પહેલા
 • કૉપી લિંક
બે દુકાનદારો અને કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ, પોલીસે આઠ લોકોની ધરપકડ કરી. વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન જેવો દેખાતો દુકાનદાર સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. - Divya Bhaskar
બે દુકાનદારો અને કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ, પોલીસે આઠ લોકોની ધરપકડ કરી. વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન જેવો દેખાતો દુકાનદાર સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં એકબીજા સામે રહેલી દુકાનોના વિક્રેતાઓ વચ્ચે એક એવો વિવાદ સર્જાયો કે જેને લીધે મામલો મારઝૂડ સુધી પહોંચી ગયો. ગ્રાહકોને લઈ શરૂ થયેલી દલીલબાજી એટલી હદ સુધી પહોંચી ગઈ કે વિક્રેતાઓ ઉપરાંત તેમના કર્મચારીઓ વચ્ચે પણ સંઘર્ષ શરૂ થઈ ગયો. દુકાનદારો વચ્ચેની લડાઈ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. હકીકતમાં જે દુકાનદારો વચ્ચે લડાઈ થઈ તે પૈકી એક વ્યક્તિનો દેખાવ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવો છે. એને લીધે લોકો તેની લડાઈમાં મીમ્સ બનાવી મજા લઈ રહ્યા છે.

લડાઈ બાદ આઈન્સ્ટાઈનનો લૂક ધરાવતા આ દુકાનદારે આ પાછળનું કારણ પણ આપ્યું છે. તેણે કહ્યું હતું કે અમારી 40-50 વર્ષ જૂની ચાટની દુકાન છે. અમારી સામે રહેલી ચાટ વિક્રેતાની દુકાન ચાલતી નથી, માટે તે મોટા ભાગે સતત ગ્રાહકોને ભડકાવવાનું કામ કરે છે. એ દિવસે પણ એમ કહેતા હતા કે અમે રાત્રિનો વાસી થઈ ગયેલો સામાન વેચી રહ્યા છીએ. બસ, આ વાતથી સંઘર્ષ શરૂ થઈ ગયો.

વાઇરલ થયેલો આઇન્સ્ટાઇન જેવો દેખાતો દુકાનદાર.
વાઇરલ થયેલો આઇન્સ્ટાઇન જેવો દેખાતો દુકાનદાર.

હકીકતમાં નગરના અતિથિ ભવન પાસે ગ્રાહકને લઈ સોમવારે બે ચાટ વિક્રેતાઓ અને તેમના કર્મચારીઓમાં સંઘર્ષ શરૂ થયો હતો. બન્ને પક્ષો એકબીજા પર લાઠી-દંડા અને સળિયાથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં બન્ને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે પોલીસે આઠ લોકોની અટકાયત કરી છે.

અહીં અતિથિ ભવન નજીક દુર્ગા ફ્રૂટ્સ જ્યૂસ કોર્નર અને નવદુર્ગા ચાટ ભંડાર એકબીજાની સામે છે. સોમવારે ગ્રાહકોને લઈ બન્ને દુકાનદારો વચ્ચે વિવાદ થયો. આ સ્થિતિમાં ચાટ વિક્રેતાઓ અને કર્મચારીઓએ એકબીજા પર લાઠી-દંડા અને સળિયાથી હુમલો કર્યો હતો. એને લીધે આ વિસ્તારમાં ભારે ભાગદોડ થઈ. આ ઘટનામાં મીડિયાકર્મીઓના વાહનને પણ નુકસાન થયું છે અને તેમની સાથે ખરાબ વર્તણૂક કરવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને બન્ને પક્ષના આઠ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બન્ને પક્ષોએ પોલીસ કેસ દાખલ કર્યો છે. બીજી બાજુ પોલીસે કહ્યું છે કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો