તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રના વર્ધામાં મોટી દુર્ઘટના:સ્ટીલ ફેક્ટરીનું બોઈલર ફાટ્યું, સળગતા કોલસા પડવાથી 35 લોકો ઈજા પામ્યા, 7 ની સ્થિતિ ગંભીર

વર્ધા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

મહારાષ્ટ્રના વર્ધામાં બુધવારે સવારે એક સ્ટીલ પ્લાન્ટમાં બોઈલર ફાટવાને લીધે 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત પૈકી સાત શ્રમિકોની સ્થિતિ ગંભીર છે. બોઈલર કયાં કારણથી ફાટ્યું તે અંગે જાણ થઈ શકી નથી.

મામુલી રીતે ઈજા પામેલાને વર્ધાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
મામુલી રીતે ઈજા પામેલાને વર્ધાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

સાત શ્રમિક 50 ટકાથી વધારે દાઝી ગયા
બોઈલરમાં બ્લાસ્ટ થવાને લીધે સળગતા કોલસા કર્મચારીઓ પર પડ્યાં હતા. કવરેજ કરવા ગયેલા મીડિયાના લોકો સાથે પણ ઝપાઝપી થઈ હતી અને ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને નાગપુર શિફ્ટ કરવામાં આવ્યું
વર્ધાના કલેક્ટર વિવેક ભીમાનવારના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના ઉત્તમ ગાલ્વા સ્ટીલ્સ લિમિટેડ (ઉત્તમ મેટાલિક્સ) નામની કંપનીમાં સર્જાઈ છે. ગંભીર રીતે ઈજા પામેલાઓને નાગપુર જિલ્લા હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. સામાન્ય ઈજાગ્રસ્ત લોકોને વર્ધા જિલ્લાની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

કોલ્ડ રોલ્ડ સ્ટીલ બનાવતી મોટી કંપની છે
ઉત્તર મેટાલિક્સ વર્ધા શહેરથી આશરે 10 કિમી દૂર ભૂગાંવ સ્થિત છે અને તે પશ્ચિમી ભારતમાં કોલ્ડ રોલ્ડ સ્ટીલની ઉત્પાદક કંપની છે. કંપની હોટ રોલ્ડ સ્ટીલને લગતા કારોબાર સાથે સંકળાયેલી છે. જાન્યુઆરીના પ્રારંભમાં યુકેના કારવલ ઈન્વેસ્ટર્સ દ્વારા રૂપિયા 2 હજાર કરોડના રોકાણથી હસ્તગત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો