• Gujarati News
  • National
  • States Will Decide On Sanctions In The Third Wave, Currently Imposing Night Curfew; Most States Closed Schools And Colleges

કોરોના અપડેટ:ત્રીજી લહેરમાં પ્રતિબંધો અંગે નિર્ણય રાજ્યો કરશે, હાલ નાઇટ કર્ફ્યૂ લાગુ; મોટા ભાગનાં રાજ્યોએ સ્કૂલ-કોલેજો બંધ કરી

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર સ્થળોએ જવા માટે વેક્સિન સર્ટિફિકેટ જરૂરી
  • રેસ્ટોરાં અને બાર હાલમાં ખુલ્લાં છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ચાલુ છે

દેશમાં ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટને કારણે કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. દેશમાં અગાઉ કોરોનાની બે લહેરોમાં પ્રતિબંધોનો દોર રહ્યો હતો. માર્ચ 2020માં પહેલી લહેર દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી જનતા કર્ફ્યૂ બાદ લૉકડાઉનની જાહેરાત કરાઈ હતી. તેના પછી તબક્કાવાર અનલૉકની શરૂઆત કરાઈ. બીજી લહેર દરમિયાન રાજ્યોને પ્રતિબંધો લાગુ કરવાનો અધિકાર અપાયો. નિષ્ણાતો માને છે કે ત્રીજી લહેરમાં પણ રાજ્યોને જ પ્રતિબંધો લાગુ કરવાનો અધિકાર અપાશે. મોટા ભાગનાં રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરાયો છે.

ત્રીજી લહેર: અમુક રાજ્યોએ જાહેર સ્થળોએ લોકોની સંખ્યા મર્યાદિત કરી

  • રાજસ્થાનમાં જાહેર સ્થળોએ 100 લોકોની મર્યાદા, {પંજાબમાં વેક્સિન સર્ટિ. ફરજિયાત કરાયું.
  • યુપીમાં 14 જાન્યુઆરી સુધી ધો.1થી 8 સુધીની સ્કૂલો બંધ. ઝારખંડમાં રાત્રે 8 વાગ્યે દુકાનો બંધ.
  • દિલ્હીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 50 ટકા ક્ષમતાથી સંચાલનને મંજૂરી. ગુજરાતમાં શાળા-કોલેજો ચાલુ રહેશે.
  • મહારાષ્ટ્રમાં રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ, બિહારમાં સ્કૂલ-કોલેજો બંધ.

બીજી લહેર: ફેબ્રુઆરી-જૂન 2021 સુધી રોક
દેશમાં બીજી લહેર દરમિયાન ફેબ્રુઆરીથી જૂન 2021 વચ્ચે અનેક રાજ્યોમાં પ્રતિબંધો રહ્યા હતા. મહારાષ્ટ્રમાં માર્ચ 2021માં લૉકડાઉનની જાહેરાત કરાઈ હતી. રાજસ્થાન, કર્ણાટક, બિહાર, દિલ્હી, યુપી, હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં લૉકડાઉન લગાવાયું હતું. પંજાબ, ગુજરાતમાં પ્રતિબંધો સાથે આંશિક લોકડાઉન લગાવાયું હતું.

પહેલી લહેર: માર્ચ 2020માં અનેક ટ્રેનો થંભી ગઈ
માર્ચ 2020થી સપ્ટેમ્બર 2020 દરમિયાન દેશમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી 21 દિવસનું પૂર્ણ લૉકડાઉન લગાવાયું હતું. તેમાં લગભગ તમામ યાત્રી ટ્રેનોનું સંચાલન અટકાવાયું. હોટેલ-રેસ્ટોરાં બંધ કરાયાં. દવાઓ અને જરૂરી વસ્તુઓની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ કરાઈ. તબક્કાવાર અનલૉકની પ્રક્રિયા જૂન 2020થી શરૂ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...