તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત:CMના સંપર્કમાં આવેલા MP વિનોદ ચાવડા અને ભીખુ દલસાણિયા બાદ હવે PA શૈલેષ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત, મંત્રીઓ, હોદ્દેદારોના ટેસ્ટ થશે

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સ્વરાજના ચૂંટણીપ્રચાર દરમિયાન મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા આગેવાનો અને નેતાઓને પણ કોરોના ટેસ્ટ કરાવવા સૂચના
 • ગઈકાલે મુખ્યમંત્રી વડોદરામાં ઢળી પડ્યા હતા

વડોદરામાં રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડ સૂગર ઘટી જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. તેમને મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ECG, 2D, બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા, જે નોર્મલ હતા. કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની પરિસ્થિતિ હાલ સ્થિર છે અને કોઈ ચિંતાવાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે. તેમજ સાંજે મુખ્યમંત્રીના PA શૈલેષ માંડલિયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમને પણ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે: નીતિન પટેલ
મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે જણાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાત્રે જ તેમના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. ગઈકાલે તેમના ટેસ્ટ નોર્મલ હતા. હાલમાં તેમની તબિયત સારી છે. સ્પેશિયલ વોર્ડમાં કોરોનાની સારવાર શરૂ કરી દેવાઈ છે અને એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે. મુખ્યમંત્રીને ડાયાબીટિસ કે બીપીની કોઈ તકલીફ નથી.

રૂપાણીનું હેલ્થ બુલેટિન
રૂપાણીનું હેલ્થ બુલેટિન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડા પણ સંક્રમિત થયા છે, જેને પગલે પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યોના પણ ટેસ્ટ કરવામાં આવશે.

કોરોનાગ્રસ્ત થયેલા કચ્છના સાંસદ વિનોદ ચાવડા.
કોરોનાગ્રસ્ત થયેલા કચ્છના સાંસદ વિનોદ ચાવડા.

આ પહેલાં 14 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતાં મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીની તબિયત સારી થઈ ગઈ હતી. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે, જેને પગલે થાક અને તણાવને કારણે બીપી લૉ થયાની શક્યતા છે. યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. થાક અને ડિહાઇડ્રેશનને કારણે તેમને ચક્કર આવ્યાં હતાં.

ભાજપના સંગઠનમંત્રી ભીખુભાઈ દલસાણિયા.
ભાજપના સંગઠનમંત્રી ભીખુભાઈ દલસાણિયા.

6 મહિના પહેલાં સંક્રમિત થયેલા ધારાસભ્યો અને મંત્રી

નામહોદ્દો
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
બીનાબહેન આચાર્યમેયર, રાજકોટ
દિનેશ મકવાણા(ડેપ્યુટી મેયર, અમદાવાદ
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદ સભ્ય
રમેશ ધડુકસંસદ સભ્ય
હસમુખ પટેલસંસદ સભ્ય
અભય ભારદ્વાજસંસદ સભ્ય

6 મહિના પહેલાં સંક્રમિત થયેલા સંગઠનના હોદ્દેદારો

નામહોદ્દો
સી.આર.પાટીલપ્રદેશ પ્રમુખ
ભરત પંડ્યાપ્રદેશ પ્રવક્તા
પ્રદીપસિંહ વાઘેલાપ્રદેશ મંત્રી
પરેશ પટેલપ્રદેશ કાર્યાલય મંત્રી
મોના રાવલહિલા મોરચાના કાર્યાલય મંત્રી
જગદીશ મકવાણાસુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી
સત્યદીપસિંહ પરમારસુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી
દિલીપ પટેલસુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો