તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાર્લી ચેપ્લિનનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એક એવા આર્ટિસ્ટ કે જેણે પોતાની એક્ટિંગથી આ દુનિયાને ખૂબ હસાવી. આજના દિવસે વર્ષ 1914માં ચાર્લીની પ્રથમ ફિલ્મ આવી હતી. તેમનું નામ 'મેકિંગ એ લિવિંગ' નામ હતું. તેમાં તેમણે એક ઠગ વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. ફિલ્મને હેનરી લેહરમને લખી અને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મ 15 મિનિટની હતી. ફિલ્મના જોનર કોમેડી હતા અને સંપૂર્ણપણે સાઈલેન્ટ મૂવી હતી, એટલે કે આ મૂંગી ફિલ્મ હતી, ફક્ત એક્સન અને એક્સપ્રેશન હતું. આ ફિલ્મમાં ચાર્લીએ તેમની એક્ટિંગથી લોકોને ખૂબ હસાવ્યા હતા.
ચાર્લીનો જન્મ 16 એપ્રિલ 1889ના રોજ લંડનના એક ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ હતું ચાર્લ સ્પેન્સર ચેપ્લિન હતુ. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. માતા માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. ઘર ચલાવવાનો બોજ આવી પડ્યો તો ચાર્લીનું બાળપણમાં અભ્યાસ છોડવો પડ્યો. 9 વર્ષની ઉંમરમાં જ તેમણે કામ શરૂ કરી દીધુ. એક્ટિંગનો તેમને શોખ હતો, તો સ્ટેજ એક્ટર અને કોમેડિયન પોતાનું નસિબ અજમાવવા લાગ્યા. તેમની એક્ટિંગ જોઈને અમેરિકાની કંપનીએ તેમની પસંદગી કરી લીધી. ત્યારબાદ તેઓ અમેરિકામાં શિફ્ટ થઈ ગયા. તેમની ફુલ લેન્થ ફિલ્મ 1921માં 'ધ કિડ'નામથી આવી. તેમની ફેમસ ફિલ્મમાં અ વુમન ઓફ પેરિસ, ધ ગોલ્ડ રશ, ધ સર્કસ, સિટી લાઈટ્સ, મોર્ડન ટાઈમ્સ રહી છે. આજે પણ આ ફિલ્મોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
ચાર્લીની પ્રોફેશનલ લાઈફનો એક મોટો વિવાદ રહ્યો છે. તે ફિલ્મ હતી- ધ ગ્રેટ ડિક્ટેટર. તેમા ચાર્લીએ એડોલ્ફ હિટલરની ભૂમિકા ભજવી હતી. તેમની ઉપર કમ્યુનિસ્ટ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની સામે FBIની તપાસ શરૂ થઈ છે. અમેરિકા છોડ્યા બાદ ચાર્લી સ્વિત્ઝર્લેન્ડ જઈને વસવાટ કર્યો હતો. ચાર્લીએ 4 લગ્ન કર્યાં હતા, તેમને 11 બાળકો હતા.વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈસ્ટીન અને બ્રિટનના મહારાણી પણ તેમના ફૈન હતા. તેઓ મહાત્મા ગાંધીથી ઘણા પ્રભાવિત હતા.તેમના મૃત્યુ બાદ તેમના મૃતદેહની ચોરી થઈ ગઈ હતી. જોકે બાદમાં તે શોધી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને 6 ફૂટના કોંક્રીટથી બનેલી કબરમાં દફનાવવામાં આવ્યો હતો.
ભારત અને દુનિયામાં 2 ફેબ્રુઆરીની મહત્વની ઘટના પર એક નજર
2004: જાણીતા ટેનિસ પ્લેયર રોઝર ફેડરર 237 સપ્તાહ સુધી વિશ્વના નંબર વન ખેલાડી રહ્યા. તેઓ પોતે જ એક રેકોર્ડ છે.
2002: અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લના કિડનેપિંગ બાબતમાં ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી.
1999: ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માર્ક ટેલરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધો.
1990: આફ્રિકી નેશનલ કોંગ્રેસ પર 30 વર્ષથી લાગેલો પ્રતિબંધ હટ્યો હતો. તેના કેટલાક દિવસો બાદ નેલ્સન મંડેલાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
1915: ખુશવંત સિંહનો જન્મ આજના દિવસે પાકિસ્તાન સ્થિત હલદાઈમાં થયો હતો.
1862: શંભૂનાથ પંડિત કોલકાતા સુપ્રીમ કોર્ટના પ્રથમ ભારતીય ચીફ જસ્ટિસ બન્યા હતા.
1814: કોલકાતા મ્યૂઝિયમની સ્થાપના થઈ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.