આજની પોઝિટિવ ખબર:કપડાંના ઓનલાઇન બિઝનેસથી મહિલાઓને ટ્રેન્ડી લુક આપતી, કોરોનામાં લોન્ચ કરી PPE કિટ, રૂ. 5 કરોડ પર પહોંચ્યું ટર્નઓવર

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: ઇન્દ્રભુષણ મિશ્ર
દિલ્હીની રહેવાસી વંશિકા ચૌધરીએ 2017માં કન્યા નામથી મહિલાઓનાં કપડાંનો ઓનલાઇન બિઝનેસ શરૂ કર્યો હતો. - Divya Bhaskar
દિલ્હીની રહેવાસી વંશિકા ચૌધરીએ 2017માં કન્યા નામથી મહિલાઓનાં કપડાંનો ઓનલાઇન બિઝનેસ શરૂ કર્યો હતો.
  • દિલ્હીની વંશિકાએ 2017માં બિઝનેસ શરૂ કર્યો હતો, આજે 200થી વધુ હોટલ, શાળાઓ અને રેસ્ટોરાં માટે યુનિફોર્મ તૈયાર કરે છે, 200થી વધુ લોકો તેમની સાથે જોડાયેલા છે.
  • ડિસેમ્બર 2019માં લગ્ન બાદ વંશિકા મુંબઈ શિફ્ટ થઈ હતી, તેની કંપની હાલમાં મુંબઈ અને ગુજરાતમાં કાર્યરત છે.

દિલ્હીમાં રહેતી વંશિકા ચૌધરી મહિલાઓને ટ્રેન્ડી લૂક આપવાની સાથે કોરોના સામે યુદ્ધ લડી રહેલા આરોગ્ય કર્મચારીઓને પીપીઇ કિટ ઉપલબ્ધ કરી રહી છે. અત્યારસુધીમાં તેણે 200થી વધુ હોસ્પિટલોમાં 6 લાખથી વધુ પીપીઈ કિટ સપ્લાઇ કરી છે. તેની કંપની 200થી વધુ હોટલ, શાળાઓ અને રેસ્ટોરાં માટે ગણવેશ બનાવે છે. તેની સાથે 200થી વધુ લોકો સંકળાયેલા છે. ગયા વર્ષે 5 કરોડ રૂપિયા ટર્નઓવર રહ્યું છે.

26 વર્ષની વંશિકા હાલમાં મુંબઈમાં રહે છે. ગયા વર્ષે લગ્ન બાદ જ તે દિલ્હીથી અહીં શિફ્ટ થઈ હતી. તેણે દિલ્હીથી સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી સિંગાપોરથી ફેશન ડિઝાઇનિંગમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે.

વંશિકા કહે છે, ગ્રેજ્યુએશન દરમિયાન છેલ્લા વર્ષમાં મને એક બ્રાન્ડ અને બિઝનેસ મોડલ તૈયાર કરવાનો પ્રોજેકટ મળ્યો હતો. આ મારા અભ્યાસના વર્કનો ભાગ હતો. મેં પ્રોજેક્ટનું નામ કન્યા રાખ્યું હતું. આ દરમિયાન મેં મહિલાઓનો ફેશન ટ્રેન્ડને જોતાં ખૂબ જ રિસર્ચ વર્ક કર્યું હતું. એક્સપર્ટની મદદ પણ લીધી હતી, તેમની પાસેથી માર્કેટિંગ બાબતની જાણકારી મેળવી. પ્રોજેક્ટ પૂર્ણ થતાં સુધીમાં, મને ફેશન, ફેબ્રિક અને બજારની સારી સમજ થઈ ગઈ હતી. જ્યારે મારું સ્નાતક પૂર્ણ થયું, મેં નક્કી કર્યું કે હવે હું આ પ્રોજેક્ટને ભવિષ્યના વ્યવસાયમાં રૂપાંતરિત કરીશ.

વંશિકા પોતાના પતિ અભિજિત કાજીની સાથે. અભિજિતે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમબીએ કર્યું છે, બંને સાથે મળીને કામ કરે છે.
વંશિકા પોતાના પતિ અભિજિત કાજીની સાથે. અભિજિતે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમબીએ કર્યું છે, બંને સાથે મળીને કામ કરે છે.

સિંગાપોરમાંથી અભ્યાસ કર્યા બાદ 2015માં વંશિકા દિલ્હી આવી ગઈ હતી. અહીં આવ્યાં પછી તેણે રિસર્ચ પર કાર્ય કર્યું, બજાર અને માગ વિશે જાણકારી મેળવી. જ્યારે તેના પિતા કાપડક્ષેત્ર સાથે સંકળાયેલા હતા, ત્યારે વંશિકા તેમની સાથે જ કામ કરી શીખવા લાગી હતી. ઓગસ્ટ 2017માં તેણે કન્યા નામની પોતાની કંપની બનાવી અને વેબસાઇટ લોન્ચ કરી, ત્યારે તેણે આશરે 1 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

ત્યાર બાદ કેટલાંક કપડાં લોન્ચ કર્યાં હતાં અને ઓનલાઈન પ્રમોટ કર્યાં. લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો હતો અને સારીએવી કમાણી પણ થઈ હતી. ત્યાર બાદ તેણે મોટા લેવલ પર કામ શરૂ કર્યું. અલગ-અલગ જગ્યાઓ પરથી ફેબ્રિક મગાવીને ટ્રેન્ડ હિસાબે ડ્રેસ તૈયાર કરવા લાગી. જેમ જેમ ડિમાન્ડ વધતી ગઈ તેમ તેમ અમારો બિઝનેસ વધતો ગયો.

વંશિકાએ મહિલાઓનાં કપડાંનો ઓનલાઇન બિઝનેસ 2017માં શરૂ કર્યો હતો. આજે દેશભરમાં તેના ગ્રાહકો છે.
વંશિકાએ મહિલાઓનાં કપડાંનો ઓનલાઇન બિઝનેસ 2017માં શરૂ કર્યો હતો. આજે દેશભરમાં તેના ગ્રાહકો છે.

તે કહે છે, કેટલાક દિવસ બાર જુદી જુદી હોટલો અને રેસ્ટોરાં તરફથી ઘણા ઇ-મેલ અને મેસેજ મળવા લાગ્યા કે આપ અમારા માટે યુનિફોર્મ તૈયાર કરો. શરૂમાં તો એએમ એયાને ઇગ્નોર કરતી હતી, પણ પછી લાગ્યું કે આ સેકટરમાં ઘણો જ સ્કોપ છે. ત્યાર બાદ 2019માં અમે કન્યા યુનિફોર્મ નામે બીજો સેટ-અપ સ્ટાર્ટ કર્યો. આનાથી અમારી અલગ જ ઓળખ ઊભી થઈ. અમે 200થી વધુ હોટલો, રેસ્ટોરાં અને સ્કૂલો માટે યુનિફોર્મ તૈયાર કરવા લાગ્યા. ત્યાર બાદ મારા લગ્ન થઈ ગયા અને હું મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. અમે અમારી કંપની અને સેટ-અપને પણ અહીં જ શિફ્ટ કરી દીધાં હતાં. બધું જ બરાબર ચાલી રહ્યું હતું ત્યાં કોરોના આવ્યો.

વંશિકા કહે છે, કોરોનાને કારણે જ્યારે લોકડાઉન લાગ્યું ત્યારે અમારા ઘણા પ્રોજેકટ બંધ થઈ ગયા, કેટલાય ઓર્ડર કેન્સલ થયા હતા, પરંતુ સાચું કહું તો એ પછી પણ અમે નુકસાનને બદલે વધુ મજબૂત બન્યા. મારા પતિ અભિજિત કાઝીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. તેમને માર્કેટ અને ફાઇનાન્સક્ષેત્રે ઘણી સારી સમજ છે અને આ ક્ષેત્રે પણ કામ કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે કોરોના ચીન અને અન્ય દેશોમાં ફેલાયેલો હતો, ત્યારે મારા પતિએ તેના મિત્રો સાથે મળીને પીપીઈ કિટ વિશે વાત કરવાનું શરૂ કર્યું. તેઓ જાણતા હતા કે આવતીકાલે ભારતમાં પણ એની જરૂર પડશે.

ત્યાર બાદ અમે આ બાબતે રિસર્ચ વર્ક કરવાનું શરૂ કર્યું. એક્સપર્ટ પાસેથી માહિતી મેળવી. સારી ક્વોલિટીમાં ફેબ્રિક મગાવ્યું, જોકે PPE કિટ બાબતે પહેલાં કોઈ આઇડિયા ન હતો તો ગૂગલ દ્વારા અમે કેટલાંક સેમ્પલ તૈયાર કર્યાં. ત્યાર બાદ કન્યા મેડ નામથી કામ કરવાનું શરૂ કર્યું. અમે અમારી તૈયાર કરેલી PPE કિટ ડીઆરડીઓને મોકલી હતી, ત્યાંથી મંજૂરી મળ્યા પછી અમે એને બજારમાં લોન્ચ કરી હતી.

કોરોના આવ્યા બાદ વંશિકાએ પતિની સાથે મળીને PPE કિટ બનાવવાનું શરૂ કર્યું. અત્યારસુધીમાં 6 લાખથી વધુ PPE કિટ અલગ અલગ જગ્યાઓ પર સપ્લાઇ કરી ચૂકયા છે.
કોરોના આવ્યા બાદ વંશિકાએ પતિની સાથે મળીને PPE કિટ બનાવવાનું શરૂ કર્યું. અત્યારસુધીમાં 6 લાખથી વધુ PPE કિટ અલગ અલગ જગ્યાઓ પર સપ્લાઇ કરી ચૂકયા છે.

તે કહે છે, જ્યારે દેશમાં PPE કિટની માગ હતી, અમે એના માટે પહેલેથી જ તૈયાર હતા, અમે જુદી જુદી હોસ્પિટલોનો સંપર્ક કર્યો અને અમારી PPE કિટ વિશે જણાવ્યું. શરૂઆતમાં સોદો થઈ રહ્યા ન હતા, અમારે ફરીથી વારે-વારે કોલ અને સંદેશ આપવો પડ્યો, પરંતુ એ પછી જ્યારે ડીલ થઈ, ત્યાર બાદ ધીરે ધીરે અમારું નેટવર્ક વધ્યું. અમે અત્યારસુધીમાં 60 લાખથી વધુ PPE કિટ સપ્લાઇ કરી ચૂક્યા છીએ. એક PPE કિટની કિંમત 400-600 રૂપિયા છે. અમે BMCને હજારો PPE કિટ પણ આપી છે. અત્યારે ગુજરાતમાં અને મુંબઈ બંને જગ્યાએ અમારી કંપની છે

વંશિકા વધુમાં કહે છે, લોકડાઉન દરમિયાન PPE કિટ તૈયાર કરવા અને એ સપ્લાઈ કરવામાં ઘણી જ મુશ્કેલી પડી. ત્યારે ન તો કોઈ દુકાનો ખુલ્લી હતી કે ન તો કોઈ મજૂર કામ કરવા તૈયાર હતા. એક પોલી બેગ તૈયાર કરવા માટે પણ ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી.

વંશિકા અને તેના પતિ મળીને ત્રણ વેંચર્સ એટલે કન્યા, કન્યા યુનિફોર્મ અને કન્યા મેડ પર કામ કરી રહ્યાં હતાં. કન્યા મેડની શરૂઆત તેમણે કોરોના આવ્યા બાદ કરી હતી. વંશિકા કહે છે, ત્રીજું વેન્ચર અમારા માટે સૌથી મોટો સેટ-અપ છે. આગળ આનો વધુ વિસ્તાર કરવો છે, અમારા પ્રયાસ છે કે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા જેટલાં પણ ફેબ્રિક હોય એને તૈયાર કરીએ. આ ફિલ્ડમાં આવ્યા પહેલાં અને આવ્યા બાદ પણ રિસર્ચ વર્ક જ સફળતાનો મૂળ મંત્ર છે.

અન્ય સમાચારો પણ છે...