CCTV:રોડ પર ઊભો રહીને ફ્રેન્ડ સાથે વાત કરતો હતો, ફુલ સ્પીડમાં આવતી બસે કચડી નાંખ્યો, ડ્રાઇવર ફરાર

5 મહિનો પહેલા

રાજસ્થાનના એક હૃદય કંપાવતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં ભીલવાડામાં ફુલ સ્પીડમાં આવતી બસે એક યુવકને કચડી નાંખ્યો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડની વચ્ચે એક SUV કાર ઊભી છે અને તેની પાસ એક યુવક ઊભો-ઊભો કારમાં બેસેલા યુવક સાથે વાત કરી રહ્યો છે. જોતજોતામાં ફુલ સ્પીડમાં એક બેકાબૂ બસ આવે છે અને યુવકને ટક્કર મારી 20 ફુટ સુધી ઢસડીને લઈ જાય છે. મહત્ત્વનું છે કે, આ અકસ્માતમાં યુવકનું મોત થઈ ગયું છે. પોલીસે CCTV ફૂટેજને આધારે આરોપી બસ ડ્રાઇવરની તપાસ હાથ ધરી છે. મૃતક યુવક એક ઓટોમોબાઇલ કંપનીમાં મેનેજર હતો.

અન્ય સમાચારો પણ છે...