ભોપાલનો બદમાશ જુબેર મોલાનાનો એક વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એ પાટનગરનાં રસ્તાઓ પર પોતાની ગેંગનાં સભ્યો જોડે ચાલતી જીપનાં બોનટ પર ઉભો રહી સ્ટંટ કરતો જોવા મળે છે. એની જોડે બદમાશ સન્ની મલિક પણ સ્ટંટ કરતો જોવા મળે છે. જુબેર મોલાનાનાં નજીકનાં વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યો કે, સન્ની મલિકનાં જન્મદિવસનાં પ્રસંગે બધા ભેગા થયા હતા. ગાંધી નગરમાં પાર્ટી કરીને ધરે જતી વખતે આ વીડિયો બનાવવમાં આવ્યો હતો. રિવર્સ કારમાં ચાલતા જુબેર ગેંગનાં મેંમ્બર્સે આ વીડિયો શૂટ કર્યો હતો. જેનાં પછી આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે પોલીસે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી નથી, અને કોઈએ આની ફરિયાદ પણ કરી નથી.
જુબૈર વિરુદ્ધ 65 કેસ, 44 ગંભીર ગુના
ઐશબાગ વિસ્તારના રહેવાસી જુબૈરે અગાઉ પણ આવા સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુકવાની હિંમત કરી છે. આ વર્ષે 15 ઓગસ્ટે અટલ પથમાં સ્ટંટનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં કાર ચલાવતો જુબૈર ગેટના કાચમાંથી બહાર આવે છે અને છત પર ચઢી જાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ ટીટી નગર પોલીસે જુબૈર વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી. જુબેર મોલાના જુગાર, ગાંજો અને ગેરકાયદેસર હથિયારોનો ધંધો કરે છે. જોકે ભૂતકાળમાં એનાં ઠેકાણા પર પાડવામાં આવેલા દરોડામાં અમુક પોલીસ અધિકારીયો જોડે એનાં સંબંધો વિશે જાણવા મળ્યો હતો, એ વખતે એવી ખબરો મળતા એમને સસ્પેંડ કરવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 65 કેસ નોંધાયેલા છે. જ્યારે 44 ગંભીર ગુનાઓનો આરોપ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.