તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૂવામાં પડતાં જ બિલાડી સિંહ બની ગઈ:બંને પગ પર ઉભા રહીને દીપડા સાથે બાથ ભીડી, અગાઉ જીવ બચાવવા દોડતી હતી

19 દિવસ પહેલા

મહારાષ્ટ્રના નાસિકથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં કૂવામાં ફસાયેલી બિલાડી અને દીપડા વચ્ચે ઝપાઝપી જોવા મળી હતી. બંને આકસ્મિક રીતે કૂવામાં પડી ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે એક જ ભાગમાં ઉભા હતા. આ ઘટનાનો વીડિયો કોઈ ફિલ્મી વાર્તાથી ઓછો નથી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે દીપડાને જોઈ ભાગી જનારી બિલાડી કૂવામાં પડતાની સાથે જ નિર્ભય બની ગઈ અને બંને પગ પર ઉભી રહી અને તેને સિંહની જેમ પંજા મારતી જોવા મળી.

પશ્ચિમ નાસિક વિભાગના નાયબ વન સંરક્ષક પંકજ ગોર્ગે કહ્યું,'બિલાડીનો શિકાર કરવા જતા દીપડો કૂવામાં પડ્યો. બાદમાં તેને બચાવીને જંગલમાં છોડવામાં આવ્યો હતો.'

અન્ય સમાચારો પણ છે...