• Gujarati News
  • National
  • Standing In The Middle Of The Road, The Young Man Was Called To The Shop, Accused Of Stealing And Beating Cattle

દારૂ પીવાની ના પાડી, તો લાકડીથી ફટકાર્યો,VIDEO:રસ્તા વચ્ચે ઉભો રાખીને યુવકને દુકાનમાં બોલાવ્યો, ચોરીનો આરોપ લગાવીને ઢોર માર માર્યો

ઉદયપુર19 દિવસ પહેલા
  • પોલીસે ત્રણેય યુવકોની ધરપકડ કરી હતી.

ઉદયપુરના એક ગામમાં દારૂ ન પીવા મામલે ગુંડાઓએ એક આદિવાસી યુવકને નિર્દયતાથી માર માર્યો હતો. ગુસ્સામાં ગુંડાઓ યુવકને પકડીને એક રૂમમાં લઈ ગયા હતા. જ્યાં યુવકને લાતો અને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. પીડિત યુવકનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. ગુંડાઓના ડરથી પીડિત યુવક 8 દિવસ સુધી ચૂપ રહ્યો હતો. આ દરમિયાન મારપીટનો આ વીડિયા સામે આવતા પોલીસે પીડિત યુવકનો સંપર્ક કરીને કેસ દાખલ કર્યો હતો. કાર્યવાહી કરતા પોલીસે 2 કલાકમાં જ માર મારનાર ત્રણ યુવકોની ધરપકડ કરી હતી.

આ ઘટના 3 જુનના રોજ બની હતી અને તેનો વીડિયા 11 જુને સામે આવ્યો છે. વીડિયાસામે આવતા જ સુખેર પાલીસ મથકની પોલીસ એક્ટીવ થઈ હતી. પોલીસે પહેલા તો તે પીડિત યુવકની શોધ કરી હતી. પીડિતનો સંપર્ક થતાં જ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ચોરીનો આરોપ લગાવીને યુવકને ઢોર માર માર્યો
પીડિત પ્રકાશ લોગર (30)એ જણાવ્યું કે તે મજૂરીનું કામ કરે છે. 3 જૂને સપેટીયાથી બ્રાહ્મણોના ગુડા પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં બ્રાહ્મણોના ગુડા રસ્તા તરફ જિતેન્દ્રસિંહ ઝાલાની દારૂની દુકાન પર બેસેલા વિજયસિંહ ઉર્ફે વિજેન્દ્રસિંહ ઝાલા (26) અને રઘુનાથસિંહ ચૌહાણ (25)એ તેને રોક્યો હતો અને દુકાનની અંદર બોલાવ્યો હતો. જિતેન્દ્રસિંહ ઝાલા અને યશપાલસિંહ (25) પણ દુકાનમાં બેઠા હતા. તમામ આરોપીઓએ તેને દારૂ પીવા કહ્યું હતું, પરંતુ જ્યારે પ્રકાશે દારૂ પીવાની ના પાડી તો તેમણે તેને ધમકાવતા માર મારવાનું શરૂ કર્યું. બાદમાં વાઇન ટ્યુબ (દારૂ ભરવાનું વાસણ)ની ચોરીનો આરોપ લગાવીને તેમણે લાકડી, લાતોથી ઢોર માર માર્યો હતો.

ત્રણેય યુવકોએ પીડિત યુવકને નિર્દયતાથી ઢોર માર માર્યો હતો.
ત્રણેય યુવકોએ પીડિત યુવકને નિર્દયતાથી ઢોર માર માર્યો હતો.

પ્રકાશે જણાવ્યું કે મારપીટ દરમિયાન તેમણે જાતિ વિશેનાં અપશબ્દો પણ કહ્યા હતા. આરોપીઓએ આદિવાસી યુવક સાથે મારપીટ કર્યા બાદ પોલીસમાં આ વાત ન જણાવવાની સૂચના આપતા તેમણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. શનિવાર સાંજે આ વીડિયા સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ સંબંધીઓ અને ગ્રામજનોએ હિંમત આપી ત્યારે પીડિત યુવકે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાની ગંભીરતા જોઈને ત્રણ આરોપી વિજય સિંહ, રઘુનાથ સિંહ અને યશપાલની પોલીસે માત્ર બે કલાકમાં જ ધરપકડ કરી લીધી હતી. આરોપીઓએ પૂછપરછ દરમિયાન દારૂના નશામાં હુમલો કર્યે હોવાનું સ્વીકાર્યું છે.

સુખેર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
સુખેર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...