• Gujarati News
  • National
  • Standard 12 Exam Will Be Taken Or Not? Decision In A Few Minutes At The Meeting Of Top Ministers

CBSE ધો.12ની બોર્ડ એક્ઝામ:હવે પરીક્ષા અંગે 1લી જૂનના રોજ નિર્ણય શક્ય, શિક્ષણ મંત્રીએ કહ્યું- પરીક્ષાને લગતી અનિશ્ચિતતા ટૂંક સમયમાં દૂર કરશું

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તમામ રાજયોના શિક્ષણ પ્રધાનો, શિક્ષણ સચિવો સાથે કેન્દ્રીય મંત્રીઓની બેઠક યોજાઈ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ-12ની પરીક્ષા ટૂંક સમયમાં યોજવામાં આવી શકે છે. રવિવારે આ મુદ્દે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તમામ રાજ્યો પાસેથી 25 મે સુધીમાં પ્રસ્તાવ મંગાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે અમે ધોરણ-12ની પરીક્ષા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાની સ્થિતિમાં આવી જશું. આ અંગે યોગ્ય નિર્ણય વિશે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ તથા સંબંધિત હિતધારકોની અનિશ્ચિતતાને દૂર કરશું. તેમણે એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા તથા ભવિશ્ય બન્ને અમારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રી-પ્રોફેસરો ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તથા પ્રકાશ જાવડેકરે પણ ભાગ લીધો હતો.

એક્ઝામને લઈ CBSE પાસે 2 વિકલ્પ
1. પહેલો વિકલ્પઃ ફક્ત મેજર સબ્જેક્ટની પરીક્ષા નક્કી કરાયેલા સેન્ટરો પર યોજવામાં આવે. આ પરીક્ષાના નંબર્સને આધાર બનાવી માઈનર સબ્જેક્ટમાં પણ નંબર આપી શકાય છે. આ વિકલ્પ હેઠળ પરીક્ષા યોજવા માટે પ્રી-એક્ઝામ માટે 1 મહિનો, એક્ઝામ અને રિજલ્ટ ડિક્લેર કરવા માટે 2 મહિના અને કંપાર્ટમેન્ટ એક્ઝામ માટે 45 દિવસનો સમય જોશે. એટલે કે આ વિકલ્પને ત્યારે અપનાવી શકાય તેમ છે કે જ્યારે CBSE બોર્ડ પાસે 3 મહિનાની વિંડો હોય.

2. બીજો વિકલ્પઃ બીજા વિકલ્પમાં તમામ સબ્જેક્ટ્સની એક્ઝામ માટે દોઢ કલાક (90 મિનિટ)નો સમય નક્કી કરવાનું સુચન આપવામાં આવ્યું છે. આ સાથે પેપરમાં ફક્ત ઓબ્જેક્ટિવ અથવા શોર્ટ ક્વેશ્ચન જ પૂછવાની સલાહ આપવામાં આવી છે. આ હેઠળ 45 દિવસમાં જ એક્ઝામ યોજવામાં આવી શકે છે. તેમા કહેવામાં આવ્યું છે કે ધોરણ 12ના બાળકોને મેજર સબ્જેક્ટની પરીક્ષા તેમની જ શાળામાં લેવામાં આવે, આ સાથે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ બમણી કરી દેવામાં આવે.

1લી જૂનના રોજ ફરી બેઠક યોજાશે
શિક્ષણ મંત્રી 1લી જૂનના રોજ CBSE સાથે ફરી બેઠક યોજશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે યોજાયેલી બેઠકમાં CBSEએ પરીક્ષા માટે વિકલ્પ રજૂ કર્યા છે. કેટલીક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ધોરણ-12ની પરીક્ષા યોજાશે. તેની તારીખ તથા ફોર્મેટ હજુ સુધી નક્કી નથી. 1જૂનના રોજ તારીખો અંગે જાહેરાત થઈ શકે છે. બીજી બાજુ સ્ટેટમાં ધોરણ-12ની પરીક્ષા યોજવા અંગે નિર્ણય તેમના બોર્ડ પર છોડવામાં આવ્યો છે.

ફક્ત 3 વિષયોની પરીક્ષા યોજવા વિચારણા
કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે CBSE ધોરણ-12માં મુખ્ય વિષયો એટલે કે મેજર સબ્જેક્ટ્સની પરીક્ષા લેવા જ વિચારણા કરી રહી છે. અન્ય સબ્જેક્ટ્સમાં મુખ્ય વિષયો પર મળેલા નંબર્સના આધારે માર્કિંગની ફોર્મ્યુલા પણ બની શકે છે.

ત્યા સુધી કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થી કોરોનાને લીધે એક્ઝામ આપી શકે તેમ નથી તેમને વધુ એક તક મળવી જોઈએ. સરકારે કોરોનાની બીજી લહેરને પગલે ધોરણ-12ની બોર્ડની એક્ઝામ મોકૂફ રાખી હતી.

CBSE બોર્ડ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 176 વિષયોનો અભ્યાસ કરવા માટેના વિકલ્પ
CBSE બોર્ડ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 176 વિષયોનો અભ્યાસ કરવા માટેના વિકલ્પ હોય છે. આમાં ભાષા અથવા Group L,ઇલેક્ટિવ અથવા Group A અને અન્ય સામેલ હોય છે. તેમાંથી Group A ના વિષયો મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેના આધારે આગળ યુનિવર્સિટીઓમાં એડમિશન આપવામાં આવે છે.

લગભગ 20 વિષયો એવા છે જેના માટે પરીક્ષાઓ લેવામાં આવી શકાય છે. તેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ વિજ્ઞાન, બિઝનેસ સ્ટડીઝ, એકાઉન્ટ્સ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને અંગ્રેજી સામેલ છે.

વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 5 અને મહત્તમ 6 વિષયો પસંદ કરી શકે છે જેમાં 4 મુખ્ય વિષયો હોય છે. બોર્ડ દ્વારા જો ફક્ત મુખ્ય વિષયો માટેની પરીક્ષા લેવામાં આવે છે, તો એક્ઝામ પેટર્ન પર જ પરીક્ષા લેવામાં આવશે.આ સિવાય બોર્ડ તમામ વિષયોની પરીક્ષા લેવાનો પણ નિર્ણય લઈ શકે છે, પરંતુ તે માટે પરીક્ષાની રીત ટૂંકી કરી શકાય છે. અંતિમ નિર્ણય મંત્રીઓની બેઠક બાદ લેવામાં આવશે.

પરીક્ષા રદ કરવાની માંગ
સોશિયલ મીડિયા પર પરીક્ષા રદ કરવાની માંગની વચ્ચે આજે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક મોટી બેઠક બોલાવી છે. જેમાં CBSE-ICSE 12ની બોર્ડની પરીક્ષાની સાથે NEET અને JEE મેન્સ (JEE Mains) સહિતની અન્ય પરીક્ષાઓ બાબતે પણ નિર્ણય લેવામાં આવી શકાય છે.

કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક
આ અગાઉ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડો. રમેશ પોખરિયાલ નિશાંકે (Education Minister Nishank) શનિવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે રવિવારે કેન્દ્ર સરકારે તમામ રાજયોના શિક્ષણ પ્રધાનો, શિક્ષણ સચિવો, રાજ્ય બોર્ડના પ્રમુખ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંબંધિત અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.

રાજનાથ સિંહ, પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઈરાની બેઠકમાં ઉપસ્થિત રહ્યા
આજે ધોરણ 12નીબોર્ડની પરીક્ષાઓ અંગે અધિકારીઓ અને મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે (23 મે) સવારે 11.30 વાગે બેઠક મળી છે. આ બેઠકમાં નિશંક સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર પણ સામેલ છે

રાજ્યોના સૂચનો બાદ ધોરણ 12 બોર્ડની પરીક્ષા બાબતે નિર્ણય
શિક્ષણમંત્રી નિશાંકના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારના તમામ શિક્ષણ પ્રધાનો અને શિક્ષણ સચિવો તરફથી આ અગત્યની બેઠકમાં હાજર રહેવા અને આગામી પરીક્ષાઓ અંગે તેમના સૂચનો જણાવવા વિનંતી કરવામાં આવી છે.