તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Stalin Is Now The Biggest Hero Of Dravidian Politics After Karunanidhi And Jayalalithaa In Tamil Nadu, Close To NDA Power In Puducherry

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમિલનાડુ-પુડુચેરી વિધાનસભા ચૂંટણી:તમિલનાડુમાં કરૂણાનિધિ અને જયલલિતા પછી હવે સ્ટાલિન દ્રવિડ રાજનીતિના સૌથી મોટા હીરો, પુડુચેરીમાં NDA સત્તાની નજીક

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરૂણાનિધિ અને જયલલિતાની ગેરહાજરીમાં થયેલી તમિલનાડુની ચૂંટણીના વલણોમાં DMKને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળે છે. એટલે કે હવે દ્રવિડ રાજનીતિનો સૌથી મોટો ચહેરો સ્ટાલિન છે. - Divya Bhaskar
કરૂણાનિધિ અને જયલલિતાની ગેરહાજરીમાં થયેલી તમિલનાડુની ચૂંટણીના વલણોમાં DMKને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળે છે. એટલે કે હવે દ્રવિડ રાજનીતિનો સૌથી મોટો ચહેરો સ્ટાલિન છે.

તમિલનાડુમાં એમ કે સ્ટાલિનનો જાદુ ચાલી ગયો છે. દ્રવિડ રાજનીતિના પુરોગામી ડીએમકેના ગઠબંધને સવારે 12.30 વાગ્યા સુધીમાં 234માંથી 138 સીટો પર સરસાઈ મેળવી લીધી. ગત વિધાનસભા ચૂંટણીના મુકાબલે તેને 35થી 40 સીટોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે AIADMK અને BJPના ગઠબંધનને 100 સીટોનો આંકડો સ્પર્શવામાં મુશ્કેલી નજરે પડી રહી છે. જ્યારે, પુડુચેરીમાં AINRC-BJPનું ગઠબંધન એટલે કે એનડીએ સત્તા પ્રાપ્ત કરવાની નજીક છે.

તમિલનાડુમાં અનેક દાયકાઓ પછી પ્રથમવાર કરૂણાનિધિ અને જયલલિલતાની ગેરહાજરીમાં ચૂંટણી યોજાઈ. એવામાં DMKના આ દેખાવથી સ્ટાલિન આ બે દિગ્ગજો પછી રાજ્યના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત થઈ જશે. કરૂણાનિધિ અને જયલલતિ બંને જ રાજનીતિની સાથે ફિલ્મ સ્ટાર્સ પણ હતા. એવામાં સ્ટાલિનને દ્રવિડ રાજનીતિના પહેલા ગેર ફિલ્મી હીરો માનવામાં આવે છે.

DMKના એમ કે સ્ટાલિન અને AIADMKના ઈકે પલાનીસ્વામી ઉપરાંત NTKના સીમન, MNM કમલ હાસન અને AMMKના ટીટીવી દિનાકરણ રાજ્યમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર મનાતા હતા.એક્ઝિટ પોલમાં અહીં ડીએમકે પરત આવવાના વલણ જોવા મળ્યા. 6 પોલ્સમાંથી તમામે આ વખતે ડીએમકે પાસે સત્તા જવાનું અનુમાન દર્શાવ્યું.

2016માં બીજીવાર સીએમ બન્યા હતા જયલલિતા
234 સીટોવાળી તમિલનાડુ વિધાનસભામાં 2016માં AIADMKએ 134 સીટો પર જીત મેળવી હતી. તેના પછી જયલલિતા સતત બીજીવાર સીએમની ખુરશી પર બેઠા. ગત ચૂંટણીમાં કરૂણાનિધિની આગેવાનીમાં રહેલી ડીએમકેના ખાતામાં 98 સીટો આવી હતી.

પલાનીસ્વામી પાસે AIADMKની કમાન
5 ડિસેમ્બર, 2016ના રોજ જયલલિતાના નિધન પછી ઓ. પનીરસેલ્વમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ તેઓ માત્ર 73 દિવસ જ ખુરશી પર રહી શક્યા. 16 ડિસેમ્બર, 2017ના રોજ ઈ. પલાનીસ્વામી રાજ્યના સીએમ બન્યા. તેના પછીથી જ AIADMKની કમાન પલાનીસ્વામીના હાથમાં છે.

પુડુચેરીમાં NDAને ફાયદો
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ મત ગણતરી ચાલુ છે. 30 વિધાનસભા સીટોવાળા પુડુચેરીમાં એન. રંગાસ્વામીની AINRC (ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ)-BJP ગઠબંધન અને કોંગ્રેસ-ડીએમકે ગઠબંધન વચ્ચે મુકાબલો છે. પ્રારંભિક વલણોમાં AINRC ગઠબંધન 11 સીટો પર અને કોંગ્રેસ 4 સીટો પર આગળ ચાલી રહી હતી. એક્ઝિટ પોલમાં રંગાસ્વામીની આગેવાનીમાં રહેલા ગઠબંધનને જીતની સંભાવના દર્શાવાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો