• Gujarati News
  • National
  • The Wife Of A Doctor Shot Dead In An Encounter With Her One year old Daughter Is Seeking Justice.

શ્રીનગર એન્કાઉન્ટરની તપાસ થશે:એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા ડોક્ટરની પત્ની એક વર્ષની બાળકી સાથે માંગી રહી છે ન્યાય, કહ્યું- પતિ આતંકી હતો તો પુરાવા આપો

શ્રીનગર21 દિવસ પહેલાલેખક: મુદાસ્સિર કુલ્લૂ

શ્રીનગરમાં 15 નવેમ્બરની સાંજે એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા 4 આતંકીઓમાંથી એકનું નામ છે ડો.મુદસ્સિર ગુલ. પોલીસના જણાવ્યા મુજબ ડો.ગુલ આતંકવાદીઓ માટે ઓવરગ્રાઉન્ડ વર્કરનું કામ કરી રહ્યાં હતા, જોકે ગુલની ફેમિલી આ વાતને નકારી રહી છે. જોકે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યાલ મનોજ સિન્હએ હવે આ એન્કાઉન્ટરની તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું કે કોઈની પણ સાથે અન્યાય કરવામાં આવશે નહિ.

એન્કાઉન્ટરના વિરોધમાં શ્રીનગરની પ્રેસ કોલોનીમાં બે દિવસથી ડો.ગુલની ફેમિલિ અને બીજા કાશ્મીરી દેખાવો કરી રહ્યાં છે. તેમાં ગુલની એક વર્ષની પુત્રી પણ સામેલ છે, જે પિતાનો ફોટો હાથમાં લઈને બાબા-બાબા બોલી રહી છે. તેને ખ્યાલ નથી કે તેની પર શું મુશ્કેલી તૂટી પડી છે. વાંચો એન્કાઉન્ટર પછીની સ્થિતિ વિશે...

તો મને અને બાળકોને મારી દો
એન્કાઉન્ટર પછીથી પોલીસે ડો.ગુલ સહિત તમામ આતંકીઓની બોડીને દફનાવી દીધી હતી. દેખાવ કરનારાઓમાં સામેલ ડેન્ટિસ્ટ ડો.ગુલની પત્ની હુમૈરાની આંખોમાંથી આસુ સુકાવવાનું નામ લઈ રહ્યાં નથી. તે કહે છે કે અમને ન્યાય અપાવો. તે આતંકવાદી નહોતો. જો તે આતંકવાદી હતો તો અમને પુરાવા બતાવો. અમને તેમની બોડી જોઈએ છે, જેથી હું અને મારો બાળક તેને જોઈ શકીએ. જો પોલીસ અમને પુરાવો આપે છે કે તે આતંકી હતા, તો તો મને અને મારા બાળકને પણ મારી નાંખો.

જાણ કર્યા વગર દફનાવી દેવા તે ક્યાંનો કાયદો?
હમૈરા વાત કરતા-કરતા રડવા લાગે છે. છાતી અને માથુ કુટે છે. તે બે દિવસથી પોતાની એક વર્ષની પુત્રીને ખોળામાં લઈને ફરી રહી છે. હુમૈરા જણાવે છે કે શૌહર દર સાંજે આ બાળકી માટે ચોકલેટ લાવતા હતા, તેને ખોળામાં લેતા હતા અને ચુંબન કરતા હતા.

હવે મા-પુત્રી ડો.ગુલની બોડીને પ્રાપ્ત કરવા માટે બે દિવસથી માંગ કરી રહ્યાં છે. શ્રીનગરમાં ઠંડી વધી ગઈ છે અને બાળકી પર પણ તેની અસર દેખાઈ રહી છે. મીડિયા અને ભીડને જોઈને ગુલના બાળકો ગભરાઈ ગયા છે.

હુમૈરાએ જણાવ્યું કે સોમવારે સવારે શૌહર ઘરેથી નીકળ્યાં હતા. સાંજે તેમનો ફોન સ્વીચ ઓફ મળ્યો. પછીથી પરિવારને જણાવવામાં આવ્યું કે તેમને એન્કાઉન્ટરમાં મારી નાંખવામાં આવ્યા છે. હુમૈરા રડતા-રડતા કહે છે કે દફન કરતા પહેલા જાણ તો કરવી જોઈતી હતી. જાણ કર્યા વગર દફન કરવાનું કયો કાયદો કહે છે.

પુત્રી બોલી- સવાલ કર્યો તો પોલીસ હંસવા લાગી
એન્કાઉન્ટર પછી પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગ દરમિયાન મોહમ્મદ અલ્તાફ ભટનું પણ મૃત્યુ થયું હતું. હજી એ સ્પષ્ટ થયું નથી કે તે સુરક્ષા બળોની ગોળીથી મૃત્યુ પામ્યા કે પછી આતંકીઓની. પોલીસનો દાવો છે કે ભટે પોતાનો પ્રથમ માળ ડો.ગુલને ભાડેથી આપ્યો હતો અને ગુલ તેનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ માટે કરતા હતા. જોકે ભટની ફેમિલિ આ વાતથી ઈન્કાર કરી રહી છે. નેતા અને સમાજના તમામ તબક્કાના લોકો એ બોડીની ડિમાન્ડ કરી રહ્યાં છે, જેને દફનાવવામાં આવી છે. તે આ એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસની માંગ કરી રહ્યાં છે.

ભટની 11 વર્ષની પુત્રી નિફા જાન પણ દેખાવકારોમાં સામેલ છે. તે કહે છે કે મારા પિતાને શાં માટે માર્યા. જ્યારે મેં સુરક્ષાબળોને પુછ્યું કે મારા પિતાને શાં માટે માર્યા તો, તે હસવા લાગ્યા. મારો 8 વર્ષનો ભાઈ છે, જે મને પુછી રહ્યો છે કે અબ્બૂ ક્યાં છે. હું તેને શું જવાબ આપુ. મેં પિતાને કહ્યું હતું કે સાંજે પરત ફરતી વખતી થોડા ફળ લેતા આવજો. સાંજે અમને ખ્યાલ આવ્યો કે તેમને મારી નાંખવામાં આવ્યા છે. જોકે તેમની બોડી તો અમને પરત કરવી હતી.

અન્ય સમાચારો પણ છે...