તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Srikashi Vishwanath Dham, 55% Work In 27 Months, 45% To Be Completed In 4 Months Before Elections

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:શ્રીકાશી વિશ્વનાથ ધામ, 27 મહિનામાં 55% કામ, 45% ચૂંટણી પહેલા 4 મહિનામાં પૂરું કરાશે

વારાણસીએક મહિનો પહેલાલેખક: ચંદન પાંડે
  • કૉપી લિંક
સીએમ યોગી દર 15 દિવસે કોરિડોરનું નિરીક્ષણ કરે છે, નિર્દેશ પણ આપે છે - Divya Bhaskar
સીએમ યોગી દર 15 દિવસે કોરિડોરનું નિરીક્ષણ કરે છે, નિર્દેશ પણ આપે છે
  • 800 કરોડ રૂપિયાથી કાશીમાં કોરિડોર તૈયાર થઈ રહ્યું છે
  • યુપીમાં આગામી વર્ષે માર્ચમાં વિધાનસભા ચૂંટણી યોજાશે
  • સીએમ યોગી દર 15 દિવસે કોરિડોરનું નિરીક્ષણ કરે છે, નિર્દેશ પણ આપે છે

શ્રીકાશી વિશ્વનાથ ધામનું નિર્માણ 55 ટકા પૂરું થઈ ગયું છે. તેમાં આશરે 27 મહિનાનો સમય લાગ્યો. બાકી 45 ટકા કામ નવેમ્બર સુધી પૂરું કરવા ઝડપ વધારાઇ છે. મંદિરનું માળખું લગભગ તૈયાર છે. ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. માર્ચ 2022માં યોજાનાર ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોરિડોર નિર્માણ પૂરું કરી વિકાસનું એક નવું મોડલ પ્રજા સમક્ષ રજૂ કરવાની યોજના છે. તેના માટે કંડારાયેલા મકરાણા માર્બલથી લઈને 7 પ્રકારના વિશેષ પથ્થરોથી કોડોરને ભવ્ય સ્વરૂપ આપવા કારીગરો દિવસ-રાત કામ કરી રહ્યાં છે. જ્યારે કાશી વિશ્વનાથ કોરિડોરમાં બાલેશ્વર સ્ટોન, મકરાણા માર્બલ, કોટા ગ્રેનાઈટ અને મેડોન સ્ટોનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. જે આવનારા દિવસોમાં દેશી તથા વિદેશી પર્યટકો અને શ્રદ્ધાળુઓને આકર્ષિત કરશે.

નવેમ્બર મહિનામાં કામ પૂરું કરવાની તૈયારી
વડાપ્રધાન મોદીએ 8 માર્ચ 2019ના રોજ શ્રીકાશી વિશ્વનાથ ધામની આધારશિલા મૂકી હતી. તે સમયે કોરિડોર પર લગભગ 339 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ હતો. જોકે પછી તેને વધારી આશરે 800 કરોડ રૂપિયા કરી દેવાયો. શ્રીકાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યપાલક અધિકારી સુનીલ વર્માએ કહ્યું કે મંદિર પરિસર 33,075 સ્કવેર ફૂટમાં બની રહ્યું છે. જોકે સંપૂર્ણ કોરિડોર 5,27,730 ચો.ફૂટ જમીન પર બની રહ્યું છે. તેના માટે અત્યાર સુધી 314 ભવનોનું અધિગ્રહણ કરાયું છે. કોરિડોરનું નિર્માણ ઓગસ્ટ મહિનામાં પૂરું થવાનું હતું. પણ કોરોનાને કારણે કામકાજ પ્રભાવિત થઇ રહ્યું છે. હવે તેને નવેમ્બર મહિનાની 15 તારીખ સુધી પૂરું કરવા ભાર મૂકાઈ રહ્યો છે.

દર પંદર દિવસે CM નિરિક્ષણ કરે છે
જાણકારો માને છે કે આ મોડલનો વિધાનસભા ચૂંટણી 2022માં લાભ લેવાશે. બીએચયુના રાજકીય વિજ્ઞાન વિભાગના ડીન પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રા કહે છે કે 2022ની વિધાનસભા ચૂંટણી રાજકીય સાંસ્કૃતિક લીડરશીપવાળી ચૂંટણી હશે. આગામી ચૂંટણીમાં નવા પ્રકારની રાજકીય સંસ્કૃતિ જન્મ લેશે. એટલા માટે શ્રીકાશી વિશ્વનાથ ધામ અને રામમંદિર બંને જ ચૂંટણીની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. સરકાર તેને પૂરું કરીને ચૂંટણીમાં મોડલ રજૂ કરશે. તેનો ફાયદો પણ થશે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ શ્રીકાશી વિશ્વનાથ ધામને લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અત્યંત ગંભીર છે. કામકાજમાં ઢીલાશ ન રખાય તે માટે તે દરરોજ 15 દિવસે કાશી પહોંચીને મંદિરમાં થતા કાર્યોનું ભૌતિક નિરીક્ષણ કરે છે. સમયાંતરે નિર્દેશ પણ આપતા રહે છે.

આ સિવાય પણ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ
કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા ઉપરાંત તેના શિખર દર્શનનું પણ અલગ મહત્ત્વ છે. કોરિડોર નિર્માણ બાદ લલિતા ઘાટથી શિખર દર્શન થઈ જશે. ખરેખર ગંગા ઘાટ અને છત્તાદાર પર ભવ્ય પ્રવેશ દ્વારા તૈયાર કરાઈ રહ્યો છે. ગંગા ઘાટ પર એક પ્લેટફોર્મ બનાવાઈ રહ્યું છે. જ્યાં એક તરતી જેટ્ટી જ લગાવાશે. બોટથી આવનારને પણ તેનો લાભ મળશે. જ્યારે ઘાટ પર મોટી સ્ક્રીનવાળી એલઈડી ટીવી લગાવાશે. તે ઉપરાંત ધામમાં વર્ચ્યુઅલ મ્યૂઝિયમ, આર્ટ ગેલેરી, પાંડુલિપિઓનું મ્યૂઝિયમ, આરામ ગૃહ, એટીએમ, કેમેરાથી લેસ સિક્યોરિટી હોલ અને લાઈબ્રેરી પણ બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...