તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sputnik V Vaccine Will Be Available In India, Production Will Start In The Country From July

સ્વાસ્થ્ય મંત્રાલયની જાહેરાત:આગામી સપ્તાહથી ભારતમાં મળશે સ્પુતનિક V વેક્સિન, જુલાઈથી દેશમાં શરૂ થશે ઉત્પાદન

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
2 બિલિયન ડોઝ ભારતમાં આગામી 5 મહિનામાં ઉપલબ્ધ થશે. - Divya Bhaskar
2 બિલિયન ડોઝ ભારતમાં આગામી 5 મહિનામાં ઉપલબ્ધ થશે.
  • દેશના 187 જિલ્લામાં છેલ્લા 2 સપ્તાહથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે
  • 24 રાજ્યમાં પોઝિટિવિટી રેટ 15 ટકા સુધી

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આગામી સપ્તાહથી સ્પુતનિક (Sputnik V) વેચાણ ભારતમાં શરૂ થઈ જશે. 2 બિલિયન ડોઝ ભારતમાં આગામી 5 મહિનામાં ઉપલબ્ધ થશે. દેશી અને વિદેશી બંને વેક્સિન ભારતમાં લાગવા લાગશે. સ્પુતનિક ઓક્ટોબર સુધી ભારતમાં જ ઉત્પાદિત થઈને મળવા લાગશે.

187 જિલ્લામાં છેલ્લા 2 સપ્તાહથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો
દેશમાં ચાલી રહેલા કોરોના સંકટની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ, ડો.બલરામ ભાર્ગવ, ICMR અને નીતિ આયોગના સભ્ય ડો.વીક પોલ હાજર રહ્યાં હતા. લવ અગ્રવાલે જણાવ્યું કે દેશના 187 જિલ્લામાં છેલ્લા 2 સપ્તાહથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. 24 રાજ્યમાં પોઝિટિવિટી રેટ 15 ટકા સુધી છે. જ્યારે 12 રાજ્ય એવા છે, જ્યાં એક લાખથી વધુ કોરોનાના કેસ છે.

16 રાજ્ય એવા છે, જ્યાં એક્ટિવ કેસ 50 હજારથી ઓછા
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું કે હવે ધીરે-ધીરે ફરીથી રિકવરી રેટ વધી રહ્યો છે. હાલનો રિકવરી રેટ 83.26 ટકા છે. હવે કેસ પણ ઘટી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે ટેસ્ટિંગ પણ સૌથી વધુ થઈ રહ્યું છે. લવ અગ્રવાલે જણાવ્યું કે બિહારમાં એક્ટિવ કેસ એક લાખથી નીચે આવી ગયા છે. 16 રાજ્ય એવા છે, જ્યાં એક્ટિવ કેસ 50 હજારથી ઓછા છે. રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, યુપી, દિલ્હીમાં હવે નવા કેસ ઓછા આવી રહ્યાં છે. દેશમાં 24 રાજ્ય શાસિત પ્રદેશ એવા છે, જ્યાં 15 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ છે. 5-15 ટકા પોઝિટિવિટી રેટ 8 રાજ્યોમાં છે, જ્યાં 50,000થી પણ ઓછા એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયએ માહિતી આપી કે દેશમાં 12 રાજ્ય એવા છે જ્યાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. 8 રાજ્યોમાં 50,000થી 1 લાખની વચ્ચે એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 362727 કેસ નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધીમાં 83.26 ટકા કેસ સાજા થયા છે. દેશમાં લગભગ 37.1 લાખ એક્ટિવ કેસ છે. 3 મેના રોજ રિકવરી રેટ 81.3 ટકા હતો. જે પછી રિકવરીમાં સુધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 362727 કેસ નોંધાયા.

અત્યાર સુધીમાં 17.72 કરોડ લોકોએ બે ડોઝ લીધા ​​​​​
વેક્સિનેશન વિશે જણાવવામાં આવ્યું કે અત્યાર સુધીમાં 17.72 કરોડ લોકોએ બે ડોઝ લીધા છે. જેમાં 13.76 કરોડ ફર્સ્ટ ડોઝ, 3.96 કરોડ સેકન્ડ ડોઝ છે. ડો.વીકે પોલે કહ્યું કે ભારતમાં રશિયાની કોવિડ-19 વેક્સિન આવી ગઈ છે. તેનું વેચાણ આગામી સપ્તાહથી શરૂ થશે.

આગામી સપ્તાહથી સ્પુતનિક V વેક્સિનનું ભારતમાં વેચાણ શરૂ થશે
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આગામી સપ્તાહથી સ્પુતનિક V વેક્સિનનું ભારતમાં વેચાણ શરૂ થઈ જશે. 2 મિલિયન ડોઝ ભારતમાં આગામી પાંચ મહિનામાં ઉપલબ્ધ થશે. દેશી અને વિદેશી વેક્સિન ભારતમાં લાગવા લાગશે. સ્પુતનિક ઓક્ટોબર સુધી ભારતમાં ઉત્પાદિત થઈને મળવા લાગશે.

ઓગસ્ટ-ડિસેમ્બરની વચ્ચે વેક્સિનના 216 કરોડ ડોઝ ભારતમાં તૈયાર થશે
મંત્રાલયે જણાવ્યું કે સરકારની આ નીતિ અને આંકડાઓ પર કોઈને શંકા ન હોય કે વેક્સિનની અછત સર્જાશે. બધાને વેક્સિન લગાવવામાં આવશે. સાથે જ જણાવવામાં આવ્યું કે રાજ્ય સ્વયત્તા માંગતા હતા, જે હવે કેન્દ્રએ આપી દીધી છે. WHOમાંથી જે વેક્સિન એપ્રુવ છે, તેને ભારતમાં મંજૂરી મળશે. આયાત લાઈસન્સનો કોઈ પ્રતિબંધ હશે નહિ. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે લોકો અને રાજ્યોની માંગ અને જરૂરિયાત પર આ પગલા ભરવામાં આવ્યા છે. વધુમાં એ પણ કહેવામાં આવ્યું કે ભારતમાં અને ભારતીયો માટે ઓગસ્ટ-ડિસેમ્બરની વચ્ચે વેક્સિનના 216 કરોડ ડોઝ ભારતમાં તૈયાર થશે.

અન્ય સમાચારો પણ છે...