• Home
  • National
  • Spent days drinking water and juice, emailed many to come back; Found a seat half an hour before the flight

સાઉદીથી ભારત આવેલી ગર્ભવતીની કહાની / પાણી અને જ્યૂસ પીને દિવસો કાઢ્યા, પાછા આવવા માટે ઘણા ઈમેલ કર્યો; ફ્લાઈટ ઉપડવાના અડધા કલાક પહેલા એક સીટ મળી

Spent days drinking water and juice, emailed many to come back; Found a seat half an hour before the flight
X
Spent days drinking water and juice, emailed many to come back; Found a seat half an hour before the flight

  • ભાવના ડૂબેરના જણાવ્યા પ્રમાણે, આવવાનું રિઝર્વેશન 18 એપ્રિલનું હતું, પણ લોકડાઉનના કારણે ફ્લાઈટ જ કેન્સલ થઈ ગઈ હતી, એક સપ્તાહ બાદ ગર્ભવતી હોવાની ખબર પડી
  • ઘણા મેઈલ અને ફોન બાદ પણ સીટ ન મળી, છેલ્લા કલાકમાં એર ઈન્ડિયાની ઓફિસથી ફોન આવ્યો, એરપોર્ટ પર ગર્ભવતી મહિલાઓ પાસે જ લગેજ ઊંચકાવ્યો

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 01:15 PM IST

નવી દિલ્હી.  ભાવના એ મહિલાઓમાં સામેલ છે જે છેલ્લા 50 દિવસથી સાઉદીમાં ફસાઈ હતી ત્યાં એકલી હતી અને લોકડાઉન લાગ્યા પછી તેને ગર્ભવતી હોવાનો ખ્યાલ આવ્યો. તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને પડકારો એમ પણ ઓછા થોડા હતા. જાણો ભાવનાના સંઘર્ષની કહાની  મારું નામ ભાવના ડૂબેર છે. હું સાઉદી અરબમાં એરલાઈન્સમાં ક્રુ મેમ્બર હતી. 18 એપ્રિલે ભારત આવવાની હતી. મારું રિઝર્વેશન પણ થઈ ચુક્યું હતું, પણ 14 એપ્રિલે મને એકદમ ખબર પડી કે લોકડાઉન લાગ્યું છે અને હવે કોઈ ફ્લાઈટ સાઉદી અરબથી નહીં જાય.
એક સપ્તાહ બાદ મારી તબિયત વધારે બગડી હતી. 27 એપ્રિલે ખબર પડી કે હું ગર્ભવતી છું. ત્યારબાદ મારો તણાવ વધી ગયો.  

હાલ ભાવના હૈદરાબાદની હોસ્પિટલમાં 14 દિવસ માટે ક્વૉરન્ટીન છે

લોકડાઉન લાગ્યા પછી સાઉદીઅરબમાં બધું બંધ થઈ ચુક્યું હતું. તપાસ માટે પણ ડોક્ટર ન હતા. ન કોઈ મારી મદદ માટે ત્યા હતું. મારી એક સર્જરી પહેલાથી કરવાની હતી, જે હું ભારત આવીને કરાવવાની હતી પણ ભારત આવી ન શકી. મારી તબિયત વધારે ખરાબ થઈ ગઈ. ત્યાં મુશ્કેલીથી એક ડોક્ટર મળ્યો, તેને બતાવ્યું તો કહ્યું કે પેટમાં બાળકનું દિલ ધબકતું નથી. કદાચ કોઈ ખોટી દવા લેવાના કારણે આવું થયું છે. તબિયત વધારે બગડતા મારી એક મિત્ર મને બીજા ડોક્ટર પાસે લઈ ગઈ. તેમણે જણાવ્યું કે બાળકનું દિલ ધબકી રહ્યું છે અને તે ઠીક છે પણ જે જરૂરી તપાસ પહેલા 3 મહિનામાં થવી જોઈએ એ થઈ શકી નથી. ત્યારબાદ હું તૂટી ગઈ હતી. ગિવસ-રાત ભારતીય દૂતાવાસમાં ફોન કરતી હતી. મારા પતિ દુબઈમાં છે. એ હેરાન હતા. મેં ઘણા ઈમેલ કર્યા. તમામ લોકોને ટ્વીટ કર્યા પણ કંઈ થઈ રહ્યું ન હતું. ત્યાં મારી મદદ માટે કોઈ જ ન હતું. દરેક નાનાથી માંડી તમામ કામ મારે જાતે જ કરવાના હતા. ઘણા દિવસો તો મે ટેન્શનમાં જ્યુસ અને પાણી પીને જ કાઢ્યા હતા.

પછી અમને ખબર પડી કે 20 મેના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ જેદ્દાથી હૈદરાબાદ જાય છે. મેં બધા પ્રયાસ કર્યા પણ મને છેલ્લી ઘડી સુધી રિઝર્વેશન ન મળી શક્યું. તેમણે કહ્યું કે, બધી સીટો ફુલ છે. હું મારી મિત્ર માધુરી સાથે એર ઈન્ડિયાની બુકિંગ ઓફિસે ગઈ. ત્યાં ઘણા પ્રસાય કર્યા. તેમને મને બે કલાક બેસાડી રાખી, પછી કહ્યું કંઈ નહીં થઈ શકે. પછી બપોરે 2.15 વાગ્યે મારી પર ફોન આવ્યો કે ટિકિટ થઈ ગઈ છે. અમારી ઓફિસ ત્રણ વાગ્યા સુધી ચાલુ છે, તેના પહેલા આવીને ટિકિટ લઈ જજો

 આ સાંભળીને જ મારા જીવમાં જીવ આવ્યો અમે સાઉદીથી હૈદરાબાદ આવવા માટે બેગણા કરતા પણ વધારે પૈસા આપ્યા છે. સામાન્ય દિવસોમાં ભાડું 13 થી 14 હજાર હતું પણ હવે તે 42 હજાર રૂપિયા થઈ ગયું છે. એટલું જ નહીં પાછા આવવાનો અનુભવ એકદમ ખરાબ હતો. જેદ્દામાં એક બે કિલોનો લગેજ વધારે હોય તો પણ ચાર્જ લાગતો હતો. ગર્ભવતી મહિલાઓ પોતાનો લગેજ જાતે લઈને જતી હતી. એર ઈન્ડિયાના કર્મચારીનું વર્તન પણ ખરાહ હતું. 17થી વધારે ગર્ભવતી મહિલાઓ ફસાઈ હતી, હવે તમામ ક્વૉરન્ટીન છે સાઉદીમાં લગભગ 20 એવી ભારતીય મહિલાઓ ફસાઈ હતી,જે ગર્ભવતી હતી. તે 20 મેના રોજ ફ્લાઈટમાં ભારત આવી હતી.

ફ્લાઈટ પહેલા વિજયવાડામાં રોકાઈ હતી, ત્યાં યાત્રિઓ ઉતર્યા પછી. બાકી યાત્રિ હૈદરાબાદમાં ઉતર્યા. હૈદરાબાદની જ એક હોટલમાં તેના યાત્રિઓને 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરી દેવાયા છે. અહીંયા લગભગ 17 ગર્ભવતી મહિલાઓ રોકાઈ છે. જ્યારે ત્રણ વિજયવાડામાં જ ઉતરી ગઈ હતી. ઈકોનોમી હોટલમાં રોકાયાના 14 દિવસના 15 હજાર રૂપિયા એક વ્યક્તિના લેવાયા છે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સામેલ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી