તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Speeding Train Throws Bolero 20 Feet Away, Horrific Accident In Rajasthan While Trying To Evade Toll Tax

LIVE વીડિયો:ધસમસતી ટ્રેને બોલેરોને 20 ફૂટ દૂર ફેંકી દીધી, ટોલ ટેક્સ બચાવવાના ચક્કરમાં રાજસ્થાનમાં ભયાનક અકસ્માત

14 દિવસ પહેલા

રાજસ્થાનના જોધપુર જિલ્લાનો એક દિલધડક વીડિયો સામે આવ્યો છે. અહીં ટોલ ટેક્સ બચાવવાના ચક્કરમાં બોલેરો પિકઅપ વેનના ડ્રાઈવરે લોકોના જીવ જોખમમાં મૂક્યા. ટોલ ટેક્સ ન ભરવો પડે એ માટે પિકઅપના ડ્રાઈવરે રેલવે ટ્રેક પર પિકઅપ વેન ચઢાવી અને ટ્રેક પાર કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પિકઅપ વેન ટ્રેક પર જ ફસાઈ ગઈ અને બંધ પડી ગઈ. જોતજોતામાં ટ્રેનનો અવાજ સંભળાતા અંદર સવાર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ગુડ્ઝ ટ્રેનને આવતી જોઈ ડ્રાઈવર સહિત અંદર સવાર તમામ લોકો ઉતરીને ભાગવા લાગ્યા. ગણતરીની સેકન્ડોમાં જ ટ્રેન પહોંચી ગઈ અને બોલેરોને ટક્કર મારી દીધી. ટ્રેનની ટક્કરે બોલેરો 20 ફૂટ દૂર ફેંકાઈ ગઈ અને ગોથાં મારી ગઈ. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...