કલવારી ક્લાસની 5મી સબમરીન વાગીર સોમવારે સવારે નૌકાદળમાં સામેલ થઇ ગઇ. આને સૈંજ શાર્ક પણ કહેવામાં આવે છે. નૌકાદળના અધ્યક્ષ એડમિરલ આર હરિકુમારે મુંબઇના નેવલ ડોકયાર્ક પર વગીરને કમિશન કર્યા. પાણીની અંદર વાગીરની સ્પીડ 40 કિલોમીટર/કલાક છે અને પાણીની ઉપર તેની સ્પીડ 20 કિલોમીટર/કલાક છે.
એડમિરલ આર હરિકુમારે કહ્યું-'વાગીર 24 મહિનાના સમયમાં નૌકાદળમાં સામેલ થનારી ત્રીજી સબમરીન છે. આ કોમ્પલેક્સના નિર્માણમાં અમારી શિપયાર્ડની સ્પેશ્યિલાઇઝેશનનું પણ એક શાનદાર સબૂત છે. હું બધાને તેમની સખત મહેનત અને પ્રયાસ માટે શુભકામનાઓ આપું છું.'
પહેલાં મળી ચૂકી છે 4 સબમરીન
નૌકાદળના અધિકારીઓએ બતાવ્યું કે સબમરીનમાં ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે. પ્રોજેક્ટ-75 હેઠળ આ પાંચમી કલવારી ક્લાસ સબમરીનછે. પ્રોજેક્ટ-75 હેઠળ સ્કોર્પીયન ડિઝાઇનની કુલ 6 સ્વદેશી સબમરીન બનાવવામાં આવશે.
આની પહેલાં કલવારી, ખંડેરી, કરંજ અને વેલા ચાર સબમરીનને નૌકાદળમાં સામેલ કરી દીધી છે. આનું નિર્માણ મઝગાંવ ડોક યાર્કમાં શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઇમાં મેસર્સ નેવલ ગ્રુપ, ફ્રાન્સના સહયોગથી થયું છે. બંને કંપનીઓ વચ્ચે 6 સબમરીન તૈયાર કરવા માટે 2005માં કરાર થયો હતો.
સાઇલન્ટ કિલર છે વાગીરનું નામ સૈંડ ફિશની એક પ્રજાતિ પર રાખવામાં આવ્યું છે, જે ઇન્ડિયન ઓશનની એક ઘાતક સમુદ્રી શિકારી છે. તેને સાઇલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. વાગીરને 12 નવેમ્બર 2020ના લોન્ચ કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરી 2022થી વાગીરે સમુદ્ર ટ્રાયલ્સ શરૂ કરી. તેણે બીજી સબમરીનોના મુકાબલે સૌથી ઓછા સમયમાં હથિયાર અને સેંસરનાં પ્રમુખ ટ્રાયલ્સ પૂરાં કરી લીધાં.
વાગીરની ખાસિયત
સબમરીન એન્ટિ-સરફેસ વોરફેર, ખાનગી જાણકારી મેળવવા, માઇન પાથરવી અને એરિયા સર્વેલન્સનું કામ કરી શકે છે. વાગીર 221 ફૂટ લાંબી છે અને 21 મીટર ઊંચી છે. સબમરીન પાણીની ઉપર 20 કિલોમીટર પ્રતિ કલાક અને પાણીની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડની ક્ષમતા ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સબમરીન 16 ટોર્પીડોસ, માઇન્સ, મિસાઇલથી સજ્જ છે.
વાગીરનો ગૌરવશાળી ઇતિહાસ
વાગીરનો એક ગૌરવશાળી ઇતિહાસ છે, કારણ કે આ નામની સબમરીને નવેમ્બર 1973માં કમિશન કરવામાં આવી હતી અને તેણે નિવારક પેટ્રોલિંગ સહિત કેટલાંય પરિચાલન મિશન કર્યાં. લગભગ ત્રણ દશકો સુધી દેશની સેવા કર્યા બાદ જન્યુઆરી 2001માં તેને રિટાયર કરી દીધી. વાગીર પોતાના નવા અવતારમાં આજ સુધીની નિર્મિત સ્વદેશી સબમરીનમાં સૌથી ઓછા સમયમાં બનીને તૈયાર થઇ છે.
પ્રોજેક્ટ 75 શું છે?
ઇન્દ્રકુમાર ગુજરાલ સરકારે 25 સબમરીન નેવીને આપવાનો ફેંસલો કર્યો હતો. આના માટે પ્રોજેક્ટ 75 બનાવવામાં આવ્યો. આ પ્રોજેક્ટ હેઠળ સબમરીનને બનાવવા માટે 30 વર્ષની યોજના બનાવવામાં આવી. 2005માં ભારત અને ફ્રાન્સે છ સ્કોર્પીયન ડિઝાઇનની સબમરીન બનાવવા માટે 3.75 અરબ ડોલરના કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. કલવારી ક્લાસની પહેલા સબમરીન 2017માં નેવીને મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.