• Gujarati News
  • National
  • Speculations Of 10 Congress MLAs Falling Apart, Shinde May Become Ministers In The Government; Ashok Chavan Had A Secret Meeting With Fadnavis

મહારાષ્ટ્રમાં શિવસેના પછી કોંગ્રેસ સંકટમાં:કોંગ્રેસના 10 ધારાસભ્યો તૂટવાની અટકળો, શિંદે સરકારમાં બની શકે છે મંત્રીઓ; ફડણવીસ સાથે અશોક ચવ્હાણની સિક્રેટ મિટિંગ થઈ

એક મહિનો પહેલા

મોટા સંકટમાં ફસાયેલી પોતાની સરકારને મજબૂત કરવા માટે એકનાથ શિંદે મહાવિકાસ અઘાડીને મોટો ઝટકો આપી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઓક્ટોબરમાં થનારા શિંદે કેબિનેટ વિસ્તારમાં કોંગ્રેસના બે મોટા નેતા મંત્રીપદની શપથ લઈ શકે છે. તેમાં એક પૂર્વ મુખ્યમંત્રીનું નામ પણ સામેલ છે. જો કે આ મુદ્દે રાજકીય વાતો તો થયા કરતી હતી પણ આ વાતને સમર્થન ત્યારે મળ્યું જ્યારે અશોક ચવ્હાણ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ગુરુવારે 20-25 મિનિટ સુધી સિક્રેટ મિટિંગ થઈ. જો કે મિટિંગ પછી ચવ્હાણે કહ્યું કે તેની મુલાકાત પોલિટિકલ નહોતી.

10 ધારાસભ્યો તૂટવાની અટકળો, પૃથ્વીરાજ પણ બાગી
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના 7થી 10 ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે. જૂનમાં થયેલી વિધાન પરિષદની ચૂંટણીઓમાં કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. જ્યારે જુલાઈમાં ફ્લોર ટેસ્ટ દરમિયાન 10 ઘારાસભ્યો ગાયબ રહ્યા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કુલ 44 ધારાસભ્યો છે.
આ તરફ કોંગ્રેસી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ પણ કોંગ્રેસ હાઈકમાન્ડ વિરુદ્ધ જઈ રહ્યા છે એટલે તે પણ બાગી નેતા બને તેવી સંભાવના છે. પૃથ્વીરાજ પણ જલદી જ કોંગ્રેસ છોડશે તેવી અટકળો છે. તે કોંગ્રેસના G-23ના સદસ્ય રહ્યા છે અને થોડા દિવસો પહેલાં જ દિલ્હીમાં ગુલામ નબીને મળ્યા હતા.

કેબિનેટ વિસ્તરણમાં વધુ 23 મંત્રી બનશે

ભાજપ નેતા અને વનમંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું કે, રાજ્યના મંત્રીમંડળમાં 23 નવા મંત્રીઓ શપથ લે તવી સંભાવના છે. સદનમાં કુલ સભ્યોની સંખ્યાના 15 ટકા મંત્રી બનાવી શકાય છે. આ હિસાબે રાજ્યમાં કુલ 43 મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના છે. વર્તમાનમાં શિંદે કેબિનેટમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત 20 મંત્રી છે.

અન્ય સમાચારો પણ છે...