તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Speculation Escalated After A Meeting Between PM Modi, Shah And Nadda; Ministers Have A Heavier Workload

ટીમ મોદીમાં ફેરફાર આ મહિને જ:PM મોદી, શાહ અને નડ્ડાની મીટિંગ બાદ અટકળોએ જોર પકડ્યું; મંત્રીઓ પાસે કામનું ભારણ પણ વધુ

3 મહિનો પહેલા
વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ જૂથમાં પોતાના મંત્રીઓની સાથે બેઠક કરી ચૂક્યા છે, જેમાં તેઓ તમામ મંત્રીઓને તેમના મંત્રાલય દ્વારા ગત બે વર્ષમાં કરેલાં કામકાજની જાણકારી લીધી (ફાઈલ ફોટો).

કેન્દ્રીય મંત્રીમંડળમાં આ મહિને જ ફેરફાર થશે એવી શક્યતાએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી છે, જે બાદ મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ ગ્રુપમાં પોતાના મંત્રીઓની સાથે પણ બેઠક કરી ચૂક્યા છે, જેમાં તમામ મંત્રીઓને તેમના મંત્રાલય દ્વારા છેલ્લાં બે વર્ષમાં શું કામ કર્યા એની જાણકારી લઈ રહ્યા છે.

બેઠકમાં સંગઠનના મહામંત્રી બીએલ સંતોષ પણ સામેલ થયા છે, જેમાં અનેક મંત્રીઓએ પોતાના કામનું પ્રેઝન્ટેશન પણ આપ્યું છે. વધુ એક તથ્ય એવું પણ છે કે બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ મોદીએ મંત્રી પરિષદમાં કોઈ જ ફેરફાર કર્યા ન હતા.

કેન્દ્રમાં અનેક મંત્રીઓની પાસે વધુપડતી જવાબદારી

  • રેલવેમંત્રી પીયૂષ ગોયલની પાસે વાણિજ્ય, રેલ મંત્રાલય ઉપરાંત ઉપભોક્તા મંત્રાલયની પણ જવાબદારી છે.
  • સૂચના અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરની પાસે પર્યાવરણની સાથે ભારે ઉદ્યોગ મંત્રાલયની વધારાની જવાબદારી છે.
  • કૃષિ, પંચાયતીરાજ, ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમરની પાસે ખાદ્યનો વધારાનો ભાર છે.
  • આયુષ મંત્રાલયનો વધારાનો પ્રભાર ખેલ તેમજ યુવા મામલાઓના મંત્રી કિરન રિજિજુ સંભાળી રહ્યા છે.

હાલ ટીમમાં 59 મંત્રી
ગત એક વર્ષથી કોરોનાને કારણે મંત્રીમંડળ વિસ્તરણની સ્થિતિ નથી થઈ શકી, પરંતુ હવે ટીમમાં ફેરફારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ PM મોદીની ટીમમાં તેમના સહિત 21 કેબિનેટ અને 9 રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો અને 29 રાજ્યમંત્રી છે.

આ નામોની ચર્ચા
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મંત્રી પરિષદમાં ફેરફાર અને વિસ્તારમાં આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, બિહારના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી સુશીલ મોદી, સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, બેજયંત પાંડાનાં નામોની ચર્ચા થઈ રહી છે. આ વખતે વિસ્તરણમાં JDUને પણ સામેલ કરવાની સ્થિતિ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...