તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Speaking On The Issue Of Deaths In Terrorist Attacks Children Were Wrapped Around My Feet At The Airspace, I Screamed, "Oh My God, What Have You Done?"

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી બાદ આઝાદનાં પણ આંસુ છલકાયાં:આતંકી હુમલામાં લોકોનાં મૃત્યુ મુદ્દે બોલ્યા- એરપોર્ટ પર બાળકો મારા પગે વીંટળાઈ ગયાં હતાં, હું ચીસ પાડી ઊઠ્યો, હે ખુદા, આ તમે શું કર્યું

નવી દિલ્હી24 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજ્યસભામાં મંગળવારે જે આતંકી ઘટનાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદી રડી પડ્યા હતા એ જ ઘટનાને લઈને ગુલામ નબી આઝાદ પણ ભાવુક થઈ ગયા હતા. આઝાદની આંખોમાંથી પણ આંસુ છલકાઈ આવ્યાં હતાં. ગુલામ નબીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં જ્યારે ગુજરાતના પ્રવાસીઓનાં મૃત્યુ થયાં તો તેમના પર શું વીતી હતી એ મુદ્દે ગુલામ નબીની વાતો…

'નવેમ્બર 2005માં મુખ્યમંત્રી બન્યો... ત્યાર બાદ જ્યારે દરબાર કાશ્મીર ખૂલ્યો તો મારું સ્વાગત ગુજરાતનાં ભાઈ-બહેનોનાં બલિદાનથી થયું. ત્યાં સ્વાગત કરવાની ​​​​​​આ જ રીત છે. તેઓ જણાવવા માગે છે કે અમે છીએ, નિશાત બાગમાં ફરી એક વખત લખ્યું હતું કે ગુજરાતથી છીએ. એમાં 40-50 ગુજરાતી પ્રવાસીઓ સવાર હતા. તેમના પર ગ્રેનેડથી હુમલો થયો. અનેક લોકો ભયભીત થયા હતા. હું તરત જ ત્યાં પહોંચ્યો હતો. મોદીની ડિફેન્સ મિનિસ્ટર સાથે વાત કરી, મેં વડાપ્રધાનની સાથે વાત કરી.'

'જ્યારે હું એરપોર્ટ પર પહોંચ્યો તો કોઈનાં માતાનું તો કોઈના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તે બાળકો રડતાં-રડતાં મારે પગ સાથે વીંટળાઈ ગયાં, હું ચીસ પાડી ઊઠ્યો...યા ખુદા, આ તમે શું કર્યું. હું કેવી રીતે જવાબ આપું તે બાળકોને, તે બહેનોને, જે અહીં ફરવા માટે આવ્યાં હતાં અને આજે હું તેમનાં માતા-પિતાના મૃતદેહ લઈને તેમને સોંપી રહ્યો છું' (આટલું કહેતાં કહેતાં આઝાદ ભાવુક થઈ ગયા).

'આજે આપણે અલ્લાહને, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે દેશમાંથી આતંકવાદ નષ્ટ થઈ જાય. એમાં સિક્યોરિટી ફોર્સ, પેરામિલિટરી અને પોલીસના અનેક જવાનો શહીદ થયા હતા. ક્રોસ ફાયરિંગમાં અનેક નાગરિકો પણ મૃત્યુ પામ્યા. હજારો માતા અને દીકરીઓ વિધવા થઈ. કાશ્મીરની પરિસ્થિતિ સારી થઈ જાય.'

આ આતંકી ઘટના બાદ પીડિતો સાથેની ગુલામ નબી આઝાદની મુલાકાતનો વીડિયો જુઓ, આ જ ઘટના પર વડાપ્રધાન અને આઝાદ ભાવુક થયા...

મોદી અને શાહને કહ્યું- કાશ્મીરને આપ ફરી આશિયાના બનાવો
આઝાદે વધુમાં કહ્યું હતું કે 'કાશ્મીરી પંડિત ભાઈ-બહેનો માટે એક શેર કહેવા માગું છું. હું જ્યારે યુનિવર્સિટીમાં જીતીને આવ્યો હતો ત્યારે કાશ્મીરી પંડિત સૌથી વધુ મત આપતા હતા. મને બહુ અફસોસ થાય છે કે જ્યારે હું મારા ક્લાસમેટ્સને મળું છું, કારણ કે તે કાશ્મીરી પંડિત છે. તેઓ ઘરથી બેઘર થઈ ગયા. તેમના માટે શેર- 'ગુજર ગયા વો છોટા સા જો ફસાના થા, ફૂલ થે, ચમન થે, આશિયાના થા, ન પૂછ ઉજડે નશેમન કી દાસ્તાં, ન પૂછ કી ચાર તિનકે મગર આશિયાના તો થા.'

આપ બંને (મોદી અને શાહ) અહીં બેઠા છો, આપ ફરીથી એને આશિયાના બનાવો. આપણે બધાએ પ્રયત્ન કરવા પડશે. હૃદય નિરાશ નથી, તે અસફળ છે, લાંબી છે ગમની સાંજ, પણ તે માત્ર સાંજ જ છે. બદલાશે મારા પછી પણ હું ચાલ્યો ગયો હોઈશ છતાં પણ તમારા દરબારમાં રહીશ.

આઝાદે નાયડુ-મોદીનો આભાર માન્યો
આઝાદે વધુમાં કહ્યું, 'અધ્યક્ષ સાહેબ (વેંકૈયા નાયડુ), જ્યારે તમે તમારા પક્ષના અધ્યક્ષ બન્યા ત્યારે તમારી સાથે વાત થતી હતી. જ્યારે તમે મંત્રી બન્યા ત્યારે પણ વાત થતી હતી. અધ્યક્ષ બનતાં પહેલાં તમે સંસદીય બાબતોના પ્રધાન હતા ત્યારે પણ વાત થતી હતી. અધ્યક્ષ તરીકેના જે પ્રકારના આશીર્વાદ, પ્રેમ મળ્યો, જે માર્ગદર્શન મળેલું, એ માટે હંમેશાં તમારો ઋણી રહીશ. હું તમારો આભાર માનું છું. આદરણીય વડાપ્રધાનજી. અનેક વાર ટકરાવ થયો હશે. આપે ક્યારેય ખોટું લગાડ્યું ન હતું. જ્યારે હું વિપક્ષનો નેતા હતો ત્યારે લાંબાં લાંબાં ભાષણો તમારાં અને મારાં થયાં. ખાસ કરીને રાષ્ટ્રપતિના સંબોધન પર લાંબી વાતો થતી હતી, કેટલીકવાર અમે વિપક્ષી નેતા તરીકે કંઈક કહેતા, પણ તમે અંગત રીતે ક્યારેય મારી વિરુદ્ધ ન લીધું. તમે હંમેશાં વ્યક્તિગત સંદર્ભો અને પાર્ટીને અલગ-અલગ રાખ્યાં હતાં. '

ઈદ-દિવાળી પર સોનિયા-મોદીજીનો ફોન જરૂર આવતો હતો
ગુલામ નબીએ કહ્યું- “ઇદ હોય કે દિવાળી હોય, જન્મદિવસ હોય, તમે એમાં સમાન વાત કરતા હતા. બે લોકોનો સૌથી પહેલા ફોન આવતો હતો. એક આપ અને એક કોંગ્રેસ-અધ્યક્ષા શ્રીમતી ગાંધીનો. તમે હંમેશાં કહ્યું હતું કે જો કોઈ કામ હોય તો જરૂરથી જણાવજો (હસતાં હસતાં કહ્યું) જ્યારે હું રાજ્યસભાની ચૂંટણી લડતો હતો ત્યારે પણ આપનો ફોન આવતો કે તમને કંઇ જરૂર છે. મેં કહ્યું કે આ એક લડત છે. તમારો પણ ઉમેદવાર છે. આમાં તમે કરી શકો એવું કંઈ નથી... તે વ્યક્તિગત સ્પર્શ હોય છે. આ માણસને ભાવનાશીલ બનાવે છે. હું પહેલીવાર મંત્રી બન્યો ત્યારથી જ આજદિન સુધી મારા વિપક્ષ સાથે સંબંધો રહ્યા છે. આપણે સાથે મળીને દેશ ચલાવી શકીએ છીએ, અપશબ્દો કહીને ચલાવી શકતા નથી.

'હું ઉપાધ્યક્ષનો પણ આભાર માનું છું. ખૂબ જ સરળ અને સ્ટ્રેટ ફોરવર્ડ છે. શરદ પવારજી, યાદવજી, બધા નેતાઓનો ખૂબ ખૂબ આભાર. ડાબે, જમણે અને સેન્ટર. તમામનો આભાર. ઈન્શાઅલ્લાહ, આપણે અહીં મળવાનું ચાલુ રાખીશું, ભલે આપણે અહીં ન મળી શકીએ. જતાં જતાં એક શેર આપ લોકો માટે કહું છું- નહીં આએગી યાદ તો બરસો નહીં આએગી, મગર જબ યાદ આએગી તો બહુત યાદ આએગી '

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો