તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Speaking On The Farmers' Movement, Hema Malini Said, "Farmers Have No Idea What The Issue Is; "Every Farmer Gets Justice," Dharmendra Said

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધર્મેન્દ્ર-હેમા આમને સામને:ખેડૂત આંદોલનને લઈને હેમા માલિનીએ કહ્યું- મુદ્દો શું છે તે ખેડૂતોને ખ્યાલ જ નથી; ધર્મેન્દ્રએ કહ્યું હતું- દરેક ખેડૂતોને ન્યાય મળે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રએ ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતો 40 દિવસ વધુ સમયથી દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહ્યાં છે. આ આંદોલન સમાપ્ત થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ખેડૂતો પોતાની માગ આગળ નમતું જોખવા તૈયાર નથી. ત્યારે સુપ્રીમ કોર્ટના રસ્તે વિવાદ ખતમ થશે તેવી આશા છે. જો કે આ વિવાદ હવે પારિવારિક વિવાદ પણ બનતો જાય છે અને એક જ પરિવારના સભ્યો વચ્ચે અભિપ્રાયોમાં અંતર જોવા મળે છે.

કોઈના કહેવા પર આંદોલન પર બેઠાં છે ખેડૂતોઃ હેમા
હેમા ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને બોલિવુડ અભિનેત્રી હેમા માલિનીએ ધરણાં પર બેઠેલા ખેડૂતોને લઈને સવાલો ઊભા કરી દિધા છે. હેમા માલિનીનું કહેવું છે કે જે ખેડૂતો ધરણાં પર બેઠા છે, તેઓને કાયદામાં શું સમસ્યા છે તે અંગે કોઈ જાણ જ નથી. સમાચાર એજન્સી ANI મુજબ હેમા માલિનીએ નિવેદન આપ્યું કે ધરણાં પર બેઠેલા ખેડૂતોને તે ખ્યાલ જ નથી કે તેઓને શું જોઈએ છે અને કૃષિ કાયદાની હકિકતમાં શું મુશ્કેલી છે. તેનાથી એ વાત સ્પષ્ટ છે કે તેઓને કોઈએ કહ્યું અને તેઓ ધરણાં પર બેસી ગયા.

ખેડૂતોને ઈન્સાફ મળેઃ ધર્મેન્દ્ર
જો કે આનાથી ઉલટું દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ ખેડૂતની તરફદારી કરતું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ધર્મેન્દ્રએ આઠમા તબક્કાની વાતચીત પહેલાં કહ્યું હતું કે, 'તેઓ દિલથી દુઆ કરે છે કે આ ખેડૂતોને ઈન્સાફ મળે. આજે, મારા ખેડૂત ભાઈઓને ન્યાય મળી જાય. હાથ જોડીને, જીવથી અરદાસ કરુ છું કે દરેક રુહને સુકૂન મળી જાય.'

ડિસેમ્બરમાં પણ ધર્મેન્દ્રએ દુઃખ વ્યક્ત કર્યું હતું
ધર્મેન્દ્રએ પહેલી વખત ખેડૂત સંકટ પર પોતાના વિચાર વ્યક્ત કર્યા ન હતા. આ પહેલાં પણ ડિસેમ્બરમાં ધર્મેન્દ્રએ કેન્દ્રને કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શનનો ઉકેલ લાવવાની અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું હતું કે 'ખેડૂત ભાઈઓની પીડા જોઈને હું ઘણો દુઃખી છું, સરકાર ઝડપથી કંઈક કરે.' રસપ્રદ વાત એ છે કે થોડા દિવસ પહેલાં પણ ધર્મેન્દ્રએ સરકારને પ્રાર્થના કરેલી કે તેઓ ઝડપથી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવે, પરંતુ પછી કોઈ અગમ્ય કારણોસર તેમણે એ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. એ મુદ્દે તેઓ ખાસ્સા ટ્રોલ પણ થયા હતા.

જો કે બાદમાં તેમને આ મેસેજ ડિલિટ કરી દિધો હતો. એની સ્પષ્ટતા કરતાં તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું, 'મારો હેતુ માત્ર એ બોલવાનો હતો કે ખેડૂતોની વાત સાંભળી લો. હું હંમેશાં પોઝિટિવ વાત કરું છું, પરંતુ લોકો એનો અલગ જ અર્થ લે છે. ટ્વિટર પર ભડાસ કાઢે છે. હું હવે એનાથી અંતર રાખીશ, કારણ કે આ ઘણી ઝેરી જગ્યા થઈ ગઈ છે. લોકો દિલ તોડી દે છે.'

શું લખ્યું હતું ધર્મેન્દ્રએ
ધર્મેન્દ્રે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, 'સરકારને પ્રાર્થના છે કે ખેડૂત ભાઈઓના પ્રોબ્લેમ્સનો કોઈ ઉપાય જલદી શોધે. કોરોનાના કેસ દિલ્હીમાં વધતા જઈ રહ્યા છે. આ દુઃખદાયક છે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser