તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝારખંડ વિધાનસભામાં નમાઝ માટેના રૂમને લઈને વિવાદ:સ્પીકરે નમાઝ માટે રૂમ ફાળવ્યો, ભાજપે કહ્યું- હનુમાન મંદિર પણ બનાવડાવો

રાંચી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના ચીફ વ્હિપ વિરંચી નારાયણે કહ્યું કે 3 ધારાસભ્યો માટે રૂમ ફાળવી શકાય છે તો 65 ધારાસભ્યો માટે 15 રૂમ મળવા જોઈએ - Divya Bhaskar
ભાજપના ચીફ વ્હિપ વિરંચી નારાયણે કહ્યું કે 3 ધારાસભ્યો માટે રૂમ ફાળવી શકાય છે તો 65 ધારાસભ્યો માટે 15 રૂમ મળવા જોઈએ

ઝારખંડ વિધાનસભામાં ધારાસભ્યોને નમાઝ પઢવા માટે રૂમ ફાળવવામાં આવતા વિવાદ થઈ ગયો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપના ચીફ વ્હિપ વિરંચી નારાયણે હનુમાન મંદિર માટે પણ જગ્યા આપવાની માગ કરી છે. વિરંચીએ ભાસ્કરને કહ્યું કે આ રીતે જો વિધાનસભાને ધર્મના આધારે વહેંચવામાં આવશે તો ઝારખંડ સળગશે. તેના જવાબદાર વિધાનસભા અધ્યક્ષ હશે. વિધાનસભા અધ્યક્ષે તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.

વિરંચીએ કહ્યું કે માત્ર 3 ધારાસભ્યો માટે અલગથી રૂમ ફાળવવામાં આવે છે તો 65 MLA માટે ઓછામાં ઓછા 15 રૂમ ફાળવવા જોઈએ. નહીં તો એક મોટો હોલ મળી જાય જ્યાં હનુમાન ચાલીસા કે સત્યનારાયણના પાઠ કરી શકાય.

ભાજપના ધારાસભ્યએ કહ્યું કે હેમંત સોરેન સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરવા આવી છે, પરંતુ હવે તો વિધાનસભા દ્વારા પણ તુષ્ટિકરણ શરૂ થઈ ગયું છે.

સ્પીકર દ્વારા જાહેર કરાયેલા આદેશની કોપી
સ્પીકર દ્વારા જાહેર કરાયેલા આદેશની કોપી

પોતાના પૈસાથી બનાવીશું હનુમાન મંદિરઃ CP સિંહ
હવે પૂર્વ સ્પીકર અને રાંચીના ભાજપના ધારાસભ્ય સીપી સિંહે કહ્યું કે હિંદુઓને પણ વિધાનસભા પરિસરમાં હનુમાન મંદિર બનાવવાની મંજૂરી આપવામાં આવે. અમને નમાઝથી કોઈ જ પરેશાની નથી, પરંતુ અમને પણ વિધાનસભા પરિસરમાં હનુમાન મંદિર માટે જગ્યા દેવી જોઈએ. જો સ્પીકર આ અંગેની મંજૂરી આપે છે અને જગ્યા ફાળવે છે તો અમે અમારા પૈસાથી મંદિર બનાવીશું.

ધર્મના નામે રાજ્યમાં રમખાણો ન કરે ભાજપઃ સુપ્રિયો
આ મુદ્દે સત્તાધારી પક્ષ ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)ના કેન્દ્રીય મહાસચિવ તેમજ પ્રવક્તા સુપ્રીયો ભટ્ટાચાર્યએ કહ્યું કે ભાજપ આ રાજ્યમાં ધર્મના નામે સમાજને વહેંચવાના પ્રયાસ કરી રહ્યું છે. અમે એમ કહેવા માગીએ છીએ કે તમારે પણ જો તમારી પ્રાર્થના માટે જગ્યા સુનિશ્ચિત કરાવવી છે તો આ પ્રકારની હલકી રાજનીતિ ન કરો. વિધાનસભામાં પર્યાપ્ત સ્થાન છે, જ્યાં એક સ્થાન તમારા માટે પણ આરક્ષિત કરાશે પરંતુ ધર્મના નામે રાજ્યમાં રમખાણો ન કરાવો.

2 સપ્ટેમ્બર ફાળવવામાં આવ્યો હતો રૂમ
ઝારખંડ વિધાનસભામાં નમાઝ પઢવા માટે 2 સપ્ટેમ્બરે વિધાનસભાના અધ્યક્ષ રવીન્દ્ર મહતો દ્વારા એક વિશેષ રૂમ ફાળવવામાં આવ્યો હતો. રૂમ નંબર TW-348 નમાઝ માટે વિધાનસભા અધ્યક્ષના આદેશ પર અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...