તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્કની કંપની સ્પેસએક્સે રવિવારે એક જ રોકેટથી 143 નાના સેટેલાઈટ લોન્ચ કરવાનો રેકોર્ડ બનાવ્યો. કાસ્ટ કટિંગને ધ્યાનમાં રાખીને લોન્ચ કરાયેલું આ મિશન કેબમાં રાઈડ શેર કરવા જેવું છે. આ મિશનને ટ્રાન્સપોર્ટર-1 નામ અપાયું છે. ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ટૂ સ્ટેજ ફાલ્કન-9 રોકેટ દ્વારા સેટેલાઈટ સ્પેસમાં મોકલવામાં આવ્યા.
સ્પેસએક્સે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું છે કે ફાલ્કન-9 143 સેટેલાઈટ લઈને ઓર્બિટમાં ગયું છે. આ સિંગલ મિશનમાં મોકલવામાં આવેલા સેટેલાઈટની સૌથી મોટી સંખ્યા છે. આ સાથે જ સ્પેસએક્સનો પહેલો સ્માર્ટસેટ રાઈડશેર પ્રોગ્રામ મિશન પૂરું થઈ રહ્યું છે.
સ્પેસએક્સે નાની કંપનીઓની સ્પેસ સુધી પહોંચ બનાવી
કંપનીના જણાવ્યા પ્રમાણે, રાઈડશેર પ્રોગ્રામ નાની સેટેલાઈટ કંપનીઓને ઓછી કિંમતે સ્પેસ સુધી પહોંચાડે છે. 200 કિમી વજનવાળા સેટેલાઈટ માટે એક મિલિયન ડોલર(લગભગ 73 લાખ રૂપિયા)થી આની શરૂઆત થાય છે, જેના દ્વારા આ કંપનીઓ પોતાના સેટેલાઈટ સ્પેસમાં મોકલી શકે છે.
Liftoff! pic.twitter.com/js3zVM77rH
— SpaceX (@SpaceX) January 24, 2021
રવિવારે લોન્ચ કરાયેલા 143 સેટેલાઈટમાં અમેરિકા અને જર્મનીના 48 અર્થ ઈમેજિંગ સેટેલાઈટ, 17 કોમ્યુનિકેશન સેટેલાઈટ અને 30 નાના સેટેલાઈટ સામેલ છે. ફાલ્કન-9 રોકેટે શૂઝ બોક્સના સાઈઝવાળા ક્યુબસેટ્સ અને ભારે માઈક્રો સેટેલાઈટને ઓર્બિટમાં મોકલ્યા છે.
નાસાએ કહ્યું- સેટેલાઈટની સંખ્યા વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે પૂરતી
નાસાએ એક નિવેદનમાં કહ્યું હતું કે પેલોડ/સેટેલાઈટની સંખ્યા એક મિશનમાં લોન્ચ કરાયેલા સેટેલાઈટના અમેરિકન અને વર્લ્ડ રેકોર્ડ બન્નેને તોડવાના હિસાબથી ઘણી વધુ છે. ગત વખતનો રેકોર્ડ 108 સેટેલાઈટ લોન્ચ કરવાનો છે. નવેમ્બર 2018માં સાઈગ્નસ મિશનથી આને લોન્ચ કરાયા હતા.
સ્પેસએક્સનો ગત વખતનો રેકોર્ડ 64 સેટેલાઈટનો છે. SSO-Aનામનું આ મિશન ડિસેમ્બર 2018માં લોન્ચ કરાયું હતું. ફ્લોરિડાના પોલર કોરિડોર રૂટનો ઉપયોગ કરનાર ટ્રાન્સપોર્ટર-1 1969 પછી બીજું મિશન હતું.
ઈસરોએ 104 સેટેલાઈટ મોકલ્યા હતા
ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 2017માં સિંગલ મિશનમાં 104 સેટેલાઈટ લોન્ચ કર્યા હતા, જેમાં મોટા ભાગના અમેરિકાના સેટેલાઈટ હતા, આ એ વખતનો એક રેકોર્ડ હતો. આ પહેલાં આ રેકોર્ડ રશિયાના નામે હતો. ઈસરોએ આ મિશન PSLV રોકેટ દ્વારા પૂરું કર્યું હતું. મિશનને હાલ ઈસરોના ચેરમેન કે. સિવને લીડ કર્યું હતું.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.