• Gujarati News
  • National
  • SP Cordoned Off The Area After Breaking Into The Sony Shop, Firing Bullets, Fleeing With Jewelery And Cash.

છત્તીસગઢમાં ધોળાદિવસે વેપારીની હત્યાનો VIDEO:સોનીની દુકાનમાં ઘૂસીને ધડાધડ ગોળીઓ ચલાવી, ઘરેણાં અને રોકડ લઇને ફરાર થઇ ગયા, SPએ વિસ્તારની ઘેરાબંધી કરાવી

2 મહિનો પહેલા

છત્તીસગઢની રાજધાની રાયપુરથી જોડાયેલા દુર્ગ જિલ્લાના અમલેશ્વરમાં એક બુલિયન દુકાનમાં ધોળાદિવસે અસામાજિક તત્વોએ દુકાન માલિકની ગોળી મારીને હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ ગુંડાઓએ લાખો રૂપિયાના ઘરેણાં પણ લૂંટીને લઇ ગયા. બંને શખ્સોએ એકદમ નજીકથી વેપારીને ધડાધડ ગોળીઓ મારી. થોડીક્ષણોમાં જ ઘરેણાં લઇને દુકાનથી નાસી છૂટ્યા. આ બંને હત્યારાઓમાંથી એક યુવકનો સીધા હાથની કોણીની નીચેથી કપાયેલો છે. આ સમગ્ર ઘટનાનો લાઇવ VIDEO પણ સામે આવ્યો છે.

અમલેશ્વરના તિરંગા ચોકમાં સમૃદ્ધિ જ્વેલર્સ નામથી સોના-ચાંદીના ઘરેણાંની દુકાન છે. ગુરુવારે અંદાજિત 1 વાગ્યે 2 યુવક સામાન્ય ગ્રાહક બનીને દુકાનમાં આવ્યા. દુકાન સંચાલક સુરેન્દ્ર કુમાર સોની (52 વર્ષ) આ સમયે એકલા હાજર હતા. યુવકોએ તેમને કેટલાક ઘરેણાં બતાવવા કહ્યું.

પોલીસે ઘટના સ્થળે પહોંચીના તપાસ હાથ ધરી.
પોલીસે ઘટના સ્થળે પહોંચીના તપાસ હાથ ધરી.

ત્યારબાદ સુરેન્દ્ર ઘરેણાં બતાવતા રહ્યા. આ સમયે કંઇક લેવા માટે નીચે ઝીક્યા. તેમનું માથું કાઉન્ટરથી નીચે થયું અને બે યુવકોમાંથી એક યુવકે તેનું માથું પકડીને જોરથી કાઉન્ટર પર પછાડ્યું. પછી બન્ને શખ્સોએ પિસ્તોલ કાઢી અને સુરેન્દ્ર સોની પર ફાયરિંગ કરવાનું શરુ કર્યું. બન્નેએ તેમના માથા પર, છાતી પર અને ચેહરા પર સતત પાંચ-છ ફાયર કર્યા. જ્યારે તે પોતાની ખુરશી પર પડી ગયા તો એક યુવકે તેમની છાતી પર જોરથી લાત મારી અને નીચે પાડી દીધા. ત્યારબાદ બંનેએ તુરંત કાઉન્ટર અને દુકાનમાં રાખેલા ઘરેણાં ભેગા કરીને બહાર નીકળી ગયા.

સીસીટીવીમાં નજરે આવ્યા આરોપીઓ.
સીસીટીવીમાં નજરે આવ્યા આરોપીઓ.

હત્યા સમયે એક વ્યક્તિ આવ્યો, પરંતુ શખ્સોએ બીજી તરફ મોકલી દીધા

જ્યારે યુવક હત્યા કરવાના સામાન ભેગા કરી રહ્યા હતા, તો તે સમયે એક વ્યક્તિ દુકાનના દરવાજા પર આવ્યો. એવું સમજાવી રહ્યો છે કે તે ગોળીઓનો અવાજ સાંભળીને ત્યાં પહોંચ્યો હતો. તે વ્યક્તિએ યુવકોને કંઇક પૂછ્યું, પરંતુ યુવકોએ તેને દુકાનની આગળથી અવાજ આવવાની વાત કહીને દરવાજાથી ભગાવી દીધા. તેના ગયા બાદ બંને હત્યારા ત્રણેય બેગમાં ઘરેણા, રોકડ રૂપિયા ભરીને નિકળી ગયા.

તપાસ કરવા SP ખુદ ઘટના સ્થળે પહોંચ્યા.
તપાસ કરવા SP ખુદ ઘટના સ્થળે પહોંચ્યા.

એક હત્યારાનો સીધો હાથ નથી

જે બે શખ્સોએ દુકાનમાં હત્યા કરી લૂંટ ચલાવી છે. તેમાંથી એક યુવકને ડાબા હાથની કોણીથી નીચેનો ભાગ નથી. દુકાનમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે એક યુવકનો હાથ કપાયેલો છે અને તે ડાબા હાથથી ગોળી ચલાવી રહ્યો છે. ત્યારબાદ તે લેપટોપ બેગ જેવી એક બેગમાં ઘરેણા, રોકડ લઇને નિકળી જાય છે. જે સાહસથી લૂંટેરાઓએ ધોળાદિવસે આ લૂંટને અંજામ આપ્યો છે, તેનાથી લાગે છે કે આ બંને કંઇક બહારથી આવ્યા છે. બંનેએ પોતાની ઓળખ છુપાવવાના પણ વધુ પ્રયાસ ન કર્યા. બંનેએ માત્ર માસ્ક લગાવેલા છે.

સુરેન્દ્ર સોનીનું સારવાર દરમિયાન મોત

ઘટનાની માહિતી મળતાની સાથે જ અમલેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આસપાસના વેપારીઓ અને લોકોએ સુરેન્દ્ર સોનીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ પહોંચાડ્યા. ત્યાંથી તેમને મેડિકલ કોલેજ રાયપુર લઇ જવાયા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું.

પોલીસે કરી નાકાબંધી

ઘટના બાદ SP અભિષેક પલ્લવ ખુદ ઘટનાસ્થળે પહોંચી ગયા. એસપી અભિષેક પલ્લવે આરોપીઓને પકડવા માટે રાયપુર અને દુર્ગની બોર્ડરોને નાકાબંધીના આદેશ આપ્યા છે. આની સાથે જ પોલીસ સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. સીસીટીવી ફુટેજમાં આરોપીઓના મોં સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. એસપીનું કહેવું છે કે, પોલીસ જલદી જ આરોપીઓની ધરપકડ કરી લેશે.

અન્ય સમાચારો પણ છે...