તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sought An Account Of Rs 23 Lakh Crore Earned From Petroleum Tax Before The Center; Said The Government Says, Where Did The Public Money Go

મોંઘવારી મુદ્દે કોંગ્રેસ-ભાજપ સામસામે:રાહુલે કહ્યું- પેટ્રોલિયમ પર 23 લાખ કરોડનો ટેક્સ વસૂલ્યો, સરકાર આ વાતનો હિસાબ આપે; સંબિત પાત્રાએ કહ્યું- નોટબંધીથી કોંગ્રેસને નુકસાન થયું

20 દિવસ પહેલા
રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ઓઈલની કિંમત વધારીને આમ આદમીની સ્થિતિ વધુ કફોડી બનાવી છે

મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયા છે. બુધવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું તો ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા સરકારને બચાવવા મેદાનમાં ઉતર્યા.

રાહુલે LPG સિલિન્ડરના વધતા ભાવ અને ડીઝલ-પેટ્રોલની વધતી જતી કિંમતને લઈને મોદી સરકારને આડે હાથ લીધી. તેઓએ કહ્યું કે સરકારે ઓઈલની કિંમત વધારીને સામાન્ય લોકોની કમર ભાંગી નાખી છે.

રાહુલે કહ્યું કે સરકાર જણાવે છે કે GDP વધી છે. આ GDPનો અર્થ તે નથી જે તમે સમજો છો, GDPનો અર્થ છે ગેસ, ડીઝલ-પેટ્રોલ અને સરકારે છેલ્લાં 7 વર્ષમાં આ ત્રણ વસ્તુની કિંમત વધારી દીધી છે. સરકારે આ વસ્તુમાંથી 23 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે પૈસા ક્યાં ગયા.

દેશને ભ્રમિત કરે છે રાહુલ ગાંધીઃ પાત્રા
સરકારનો બચવા કરતા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધી GDPની ખોટી પરિભાષા જણાવીને દેશને ભ્રમિત કરી રહ્યાં છે. CNPનો અર્થ કરપ્શન, નેપોટિઝ્મ અને પોલિસી પેરાલિસિસ છે. આ લોકો GDPનો સાચો અર્થ ક્યારેય નહીં સમજી શકે.

પાત્રાએ કહ્યું કે જ્યારથી નોટબંધી થઈ છે, રાહુલ ગાંધી હંમેશા પરેશાન જ જોવા મળ્યા છે. ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટીએ નોટબંધીમાં ઘણાં જ રુપિયા ગુમાવ્યા છે.

નકવી બોલ્યા- મુદ્દાઓ ઉપાડીને ભૂલી જાય છે રાહુલ
સરકારનો બચાવ કરતા મુખ્તાર અબ્બાસ નકવીએ પણ કહ્યું કે રાહુલ ગાંધીએ 7 વર્ષમાં 700 મુદ્દાઓ ઉઠાવ્યા હશે. તેઓ એક મુદ્દો ઉઠાવે છે અને પછી તેને ભૂલી જાય છે. તેમની ભૂલવાની બીમારીને કારણે કોંગ્રેસ પાર્ટીને ભુલભુલામણી બનાવી દીધી છે. પહેલાં તો કોંગ્રેસના લોકોને તેમની ભૂલવાની બિમારીને ઠીક કરાવવી જોઈએ.

410 રૂપિયાથી 885 રૂપિયાએ પહોંચ્યા સિલિન્ડરના ભાવ
રાહુલ ગાંધીએ કહ્યું કે 2014માં જ્યારે UPAએ ઓફિસ છોડી ત્યારે સિલિન્ડરના ભાવ 410 રૂપિયા હતા અને આજે સિલિન્ડરના ભાવ 885 રૂપિયા છે. સિલિન્ડરના ભાવમાં 116%નો વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં 2014થી 42% અને ડીઝલની કિંમતમાં 55%નો વધારો થયો છે.

નાના દુકાનદારોનું ડીમોનેટાઈઝેશન થયું
તેઓએ કહ્યું કે વડાપ્રધાને પહેલાં જ કહ્યું હતું કે ડીમોનેટાઈઝેશન કરી રહ્યો છું અને નાણાં મંત્રી કહે છે કે હું મોનેટાઈઝેશન કરી રહી છું. હકિકતમાં સરકારે ખેડૂતો, મજૂરો, નાના દુકાનદાર, MSME, સેલરીડ ક્લાસ, સરકારી કર્મચારીઓ અને ઈનામદાર ઉદ્યોગપતિઓનું ડીમોનેટાઈઝેશન કર્યું છે.

15 દિવસમાં વધ્યા 50 રૂપિયા
છેલ્લાં 15 દિવસમાં જ બિન-સબસિડીવાળા LPG સિલિન્ડર 50 રૂપિયા મોંઘા થયા છે. આજે જ તેમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલાં પેટ્રોલિયમ કંપનીઓએ 18 ઓગસ્ટે ગેસ સિલિન્ડરની કિંમતોમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું- અન્યાય વિરૂદ્ધ દેશ એકજૂથ થઈ રહ્યો છે
રાહુલ ગાંધીએ આ મુદ્દે ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે જનતાને ભૂખ્યા પેટે રહેવા પર મજબૂર કરનાર પોતે મિત્ર-છાયામાં આરામ કરી રહ્યાં છે, પરંતુ અન્યાય વિરૂદ્ધ દેશ હવે એકજૂથ થઈ રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલ અને LPGની કિંમતોમાં વધારાને લઈને કોંગ્રેસ, સરકાર પર સતત નિશાન સાધી રહી છે. પાર્ટીની માગ છે કે સરકાર કેટલાંક કર દૂર કરીને આ પ્રોડક્ટના ભાવ ઓછા કરે. આ પહેલાં રાહુલ ગાંધી પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવો વિરૂદ્ધ સાયકલ ચલાવી સંસદભવન પહોંચ્યા હતા. મોંઘવારી વિરૂદ્ધ વિપક્ષ અનેક વખત રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શનો પણ કર્યા છે. દેશમાં વધી રહેલી મોંઘવારીથી સામાન્ય લોકો પરેશાન છે.

અન્ય સમાચારો પણ છે...