• Gujarati News
  • National
  • Soren Said In The Jharkhand Assembly I Am The Son Of An Agitator, Not To Be Afraid; BJP Did A Walkout

હેમંત સોરેને વિશ્વાસ મત જીત્યો:ઝારખંડ વિધાનસભામાં સોરેને કહ્યું- આંદોલનકારીનો દીકરો છુ, ડરવાનો નથી; ભાજપે વોકઆઉટ કર્યું

3 મહિનો પહેલા
  • સોરેને કહ્યું- શાકભાજી-રાશન-કપડા ખરીદવાની વાત તો સાંભળી હતી, ભાજપ તો ધારાસભ્યોને ખરીદી રહી

સોરેન સરકારે ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. 81 બેઠકોની વિધાનસભામાં સરકારની તરફેણમાં 48 મત પડ્યા હતા. આ દરમિયાન ભાજપે વોકઆઉટ કર્યું હતું. વિશ્વાસ મત પર મતદાન બાદ વિધાનસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

સોરેન સોમવારે સવારે છત્તીસગઢથી પરત ફરેલા તમામ ઘારાસભ્યોને તેઓ પોતે જ બસથી લઈને વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપના ધારાસભ્યોએ વિધાનસભા સામે દેખાવ કર્યો હતો. તેઓ સોરેન સમર્થક ધારાસભ્યોનું છત્તીસગઢ જવા અને દુમકા હત્યાકાંડનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા.

સોરેને કહ્યું- શાકભાજી-રાશન-કપડા ખરીદવાની વાત તો સાંભળી હતી, ભાજપ તો ધારાસભ્યોને ખરીદી રહી
ગૃહમાં સોરેને કહ્યું હતુ કે અમે શાકભાજી-રાશન-કપડા ખરીદવાની વાત તો સાંભળી હતી, પણ ભાજપ તો ધારાસભ્યોને ખરીદી રહી છે. ભાજપના વોકઆઉટ બાબતે કહ્યું કે આ પ્રસ્તાવને પુરો સાંભળે. મેદાન છોડીને બહાર ન જાય. હું આંદોલનકારીનો દીકરો છું. તેમનાથી ડરવાનો નથી.

હેમંત સોરેને ગૃહમાં કહ્યું- વિપક્ષોએ તંત્રને બરબાદ કરી દીધું છે, માત્ર લોક જ બચ્યું છે. અમારી સરકારની પ્રાથમિકતા લોકતંત્રને બચાવવાની છે. ભાજપ દેશના અડધા રાજ્યોમાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જી રહી છે. કપડાં, શાકભાજી અને રાશન ખરીદવાનું તો સાંભળ્યું હતું, પણ ભાજપ ધારાસભ્યોને ખરીદી રહ્યું છે.

સરકાર મુસ્લિમ તુષ્ટિકરણમાં વ્યસ્ત છે - નીલકંઠ સિંહ
ભાજપના ધારાસભ્ય નીલકંઠ સિંહ મુંડાએ ગૃહમાં કહ્યું- ન તો કોર્ટમાંથી, ન તે રાજ્યપાલે બહુમત સાબિત કરવા કહ્યું, પછી સરકાર વિશ્વાસ મત કેમ લાવવા માંગે છે? કેટલાક દિવસોથી સીએમ જે રીતે ધારાસભ્યોને લઈને ફરે છે. એવું લાગે છે કે તેમને પોતાના ધારાસભ્યો પર જ વિશ્વાસ નથી. સરકાર મુસ્લિમ તુષ્ટિકરણમાં વ્યસ્ત છે. રાજ્યની દીકરીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, પરંતુ સરકારને કોઆ ફરક પડતો નથી.

આ તરફ ભાજપના ધારાસભ્ય સીપી સિંહે ગૃહમાં સીએમના વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સીએમે ગૃહમાં પ્રવેશતાની સાથે જ ભાજપ પર હુમલો કર્યો. એમ પણ કહ્યું કે હું પોતે સ્પીકર રહી ચુક્યો છું, આવી સ્થિતિમાં જો કોઈ વિધાનસભા સ્પીકર ખોટું કરશે તો હું ચૂપ બેસીશ નહીં.

વિધાનસભાની બહાર ભાજપના ધારાસભ્યોએ દેખાવ કર્યા હતા.
વિધાનસભાની બહાર ભાજપના ધારાસભ્યોએ દેખાવ કર્યા હતા.

અમારા અધિકારો સીએનટી-એસપીટી અને વિલ્કિંસન એક્ટ દ્વારા સુરક્ષિત રખાયા છે. સીએનટી-એસપીટી એક્ટ હોવા છતાં ઝારખંડવાસીઓની જમીનો વેચી દેવામાં આવી. 21 વર્ષમાં તેઓએ ઝારખંડની ડેમોગ્રાફીને બદલી નાખી.

ધારાસભ્ય બિનોદ સિંહે પોતાની જ સરકાર પર પ્રહારો કર્યા. સ્થાનિક પોલીસી પર સવાલ ઉઠાવતા કહ્યું કે તમારી પાસે જે આયોજન નીતિ બનાવવામાં આવી છે, તેના કારણે અહીંના યુવાનોને જ નુકસાન થઈ રહ્યું છે. તેને યોગ્ય કરો.

અમે જૂની પેન્શન યોજના લાગુ કરી - કોંગ્રેસના ધારાસભ્ય
કોંગ્રેસના ધારાસભ્ય દીપિકા પાંડેએ કહ્યું કે ઝારખંડ સરકારમાં અસ્થિરતા પેદા કરનારાઓ મૂંઝવણમાં છે. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના નેતાઓ છે, તેઓ ષડયંત્રના રાજકારણમાં વ્યસ્ત છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાનું કામ અમારી સરકારે કર્યું. 1.5 લાખ કર્મચારીઓના હિતોનું રક્ષણ કર્યું છે.

બસમાં ધારાસભ્યોની સાથે સીએમ સોરેન. વિધાનસભા જતા પહેલા સીએમ સોરેને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.
બસમાં ધારાસભ્યોની સાથે સીએમ સોરેન. વિધાનસભા જતા પહેલા સીએમ સોરેને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.

હેમંતને પોતાના જ ધારાસભ્યો પર વિશ્વાસ નથી: ભાજપ
વિધાનસભાની બહાર ભાજપ ધારાસભ્ય દળના નેતા બાબુલાલ મરાંડીએ કહ્યું કે સીએમ સોરેન ખુદ ધારાસભ્યોને બસમાં બેસીને એરપોર્ટ પર લઈ ગયા. ત્યાંથી સીધા પ્લેનમાં ગયા. રાયપુરમાં પણ ધારાસભ્યોને કડક સુરક્ષામાં કેદીઓની જેમ રાખવામાં આવ્યા હતા. પરત આવ્યા પછી પણ સર્કિટ હાઉસમાં કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા હતા. હેમંત સોરેન એવું વર્તન કરી રહ્યા છે જાણે કે તેમને પોતાના જ
ધારાસભ્યો પર વિશ્વાસ નથી.

કોલકાતા કેશકાંડ બાદ ખેલ બગડ્યો
RPN સિંહનું પ્લાનિંગ લગભગ પૂરી રીતે લાગુ થઈ ગયું હતું, પરંતુ એ પહેલાં કોંગ્રેસના ત્રણ ઘારાસભ્ય ઈરફાન અંસારી, રાજેશ કશ્યપ અને નમન વિક્સલ કોંગાડી રોકડ સાથે કોલકાતામાં ઝડપાયા હતા. ત્યાર બાદ જોડ-તોડનો ખેલ બગડ્યો છે. કોંગ્રેસના પ્રભારીએ તેમને આ સમગ્ર મામલાને પાર પાડવા માટે કહ્યું, પરંતુ જ્યારે તેમણે તેમ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે પાર્ટી હવે તેમની સામે પગલાં લેવાના મૂડમાં છે. તેમનું ધારાસભ્યપદ પણ જોખમમાં મુકાઈ શકે છે.

શું છે માઈનિંગ લીઝનો કેસ?
10 ફેબ્રુઆરીએ પૂર્વ CM રઘુવર દાસનાં નેતૃત્વમાં ભાજપના એક ડેલિગેશને રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. ભાજપે રાજ્યપાલને CM સોરેનના સભ્યપદને રદ્દ કરવાની માગ કરી હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે CM સોરેને પદ પર રહેતા રાંચીના અનગડામાં 88 ડિસમિલ પથ્થર માઈનિંગ લીઝ લીધી હતી. ભાજપે આરોપ લગાવ્યા હતા કે આ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ (RP) 1951ની કલમ 9Aનું ઉલ્લંઘન છે. રાજ્યપાલે BJPની આ ફરિયાદ ચૂંટી પંચને મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...