તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Sons Brought Father's Body Home After Death, Daughter in law Did Not Open The Door Of The House, 4 Hours Of Mourning In The Street, Finally The Police Had To Break Down The Door

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારિવારિક ઝઘડામાં સંસ્કારોના અંતિમસંસ્કાર:મૃત્યુ બાદ પિતાના મૃતદેહને ઘરે લઈ આવ્યા પુત્રો, પુત્રવધૂએ ઘરનો દરવાજો ન ખોલ્યો, શેરીમાં 4 કલાક શોક, અંતે પોલીસે દરવાજો તોડવો પડ્યો

મોલાસર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
સસરા ધનરાજના નિધન થયા બાદ પુત્રવધૂએ તેમના પાર્થિવદેહને ઘરની અંદર લાવવાનો ઇનકાર કરી દીધો હતો. - Divya Bhaskar
સસરા ધનરાજના નિધન થયા બાદ પુત્રવધૂએ તેમના પાર્થિવદેહને ઘરની અંદર લાવવાનો ઇનકાર કરી દીધો હતો.
 • મોલાસરની ઘટના, મોટા દીકરા સાથે સીકર રહેતા હતા પિતા

સસરાના નિધન થયા બાદ પુત્રવધૂએ સસરાના પાર્થિવદેહને ઘરની અંદર લાવવાનો ઇનકાર કરી દીધો હતો. નાના દીકરાની વહુને જ્યારે ખબર પડી કે તેના સસરાનું નિધન થઇ ગયું છે અને તેમનો પાર્થિવદેહ ઘરે લાવવામાં આવી રહ્યો છે તો તેણે ઘરને તાળું મારી દીધું હતું અને દરવાજો ખોલવાનો ઇનકાર કરી દીધો હતો. બંને દીકરાઓ પોતાના પિતાના પાર્થિવદેહને ઘરના સામે રાખીને 4 કલાક સુધી શોક મનાવતા રહ્યા અને વહુ સમક્ષ ઘરનો દરવાજો ખોલવા માટે આજીજી કરતા રહ્યા હતા, પણ વહુએ દરવાજો ખોલ્યો ન હતો. છેવટે પુત્રોએ પોલીસે બોલાવી હતી.

નિર્દયી વહુ જ્યારે પોલીસના કહેવા પર પણ માની નહીં ત્યારે સરપંચ અને અનેક લોકોની ઉપસ્થિતિમાં પોલીસને ઘરનો દરવાજો તોડવો પડ્યો હતો અને પછી પિતાનો પાર્થિવદેહ ઘરની અંદર લઈ જવાયો હતો. ત્યાર બાદ અંતિમસંસ્કાર પહેલાંનાં ક્રિયાકર્મ કરીને ગામના મુક્તિધામમાં પિતાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર ધનકોલી રોડ પર આવેલી કોલોનીમાં મોલાસરના ધનરાજ શર્મા 67 વર્ષથી રહેતા હતા, જેમનું મંગળવારે મોડી રાત્રે નિધન થયું હતું.

વહુએ ઘરેલુ હિંસા અને દહેજ વગેરેનો કેસ સાસરિયાં પક્ષ સામે પહેલેથી જ નોંધાવી રાખ્યો હતો, પોતાના પતિથી પણ અલગ રહે છે.

સવારે 8 વાગે: શેરીમાં મૃતદેહ મૂક્યા બાદ શોકમગ્ન પરિવારજનો.
સવારે 8 વાગે: શેરીમાં મૃતદેહ મૂક્યા બાદ શોકમગ્ન પરિવારજનો.

પરિવારના લોકો સવારે 8 વાગે ધનરાજ શર્માનો મૃતદેહ લઈને મોલાસર પહોંચ્યા હતા. બે કલાક સુધી પોતાના ઘરે વહુને મનાવવાના પ્રયાસ કર્યા હતા, જ્યારે તે માની નહીં તો આજુબાજુના પડોશી લોકોએ લગભગ 10 વાગે પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ બે કલાક સુધી ઘરનો દરવાજો ખોલવા માટેના પ્રયાસ કરતી રહી હતી.

12 વાગે : દરવાજો તોડીને પાર્થિવદેહને ઘરની અંદર લઈ જવાયો
જ્યારે બે કલાક સુધી સમજાવ્યા બાદ પણ નાના પુત્રની પત્ની માની નહીં તો છેવટે પોલીસે ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ મુજબ, બપોરે 12 વાગે ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો અને પરિવારજનોનો ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યાર બાદ ધનરાજના અંતિમસંસ્કાર પૂર્વેના ક્રિયાકર્મ કરવામાં આવ્યાં હતાં.

1:30 વાગે અંતિમસંસ્કાર માટે રવાના થયા હતા.
1:30 વાગે અંતિમસંસ્કાર માટે રવાના થયા હતા.

પીડિત સાસુ-સસરાએ 6 મહિના પહેલાં કોર્ટ સમક્ષ માગ્યું હતું ઈચ્છામૃત્યુ
જાણકારી મુજબ, ધનરાજ શર્માનો મોટો દીકરો રાજેન્દ્ર કુમાર પોતાની પત્ની અને બાળકો સાથે સીકર રહે છે, જ્યારે નાનો દીકરો મહેન્દ્ર કુમાર ધનકોલી રહે છે. મહેન્દ્રની પત્નીના પરિવાર સાથે મહેન્દ્રની પત્નીના પરિવારનો મનમેળ ન હતો, જેને કારણે તે પૂર્વજોના મકાનમાં રહે છે. પત્ની તરફથી પહેલેથી જ પરિવાર સામે મારપીટ, દહેજ, ઘરેલુ હિંસા સહિતનો કેસ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણાં વર્ષોથી ધનરાજ શર્મા અને તેની પત્ની મોટા દીકરા સાથે સીકર ખાતે રહેતાં હતાં, પરંતુ મૃત્યુ બાદ પરિવારજનો ધનરાજ શર્માના અંતિમસંસ્કાર કરવા માટે તેમના દેહને પૂર્વજ ગામમાં લાવવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે વહુના વર્તનથી દુઃખી સાસુ-સસરાએ 6 મહિના પહેલાં જ કોર્ટ સમક્ષ ઈચ્છા મૃત્યુની માગ કરી હતી.

વહુને ઘણું સમજાવ્યા બાદ પણ માનવા માટે તૈયાર ન હતી
સવારે જાણ થઈ હતી કે સ્થાનિક ધનરાજ શર્મા મૃત્યુ પામ્યા છે, જેના પરિવારને નાના પુત્રની પત્નીએ ઘર ખોલવાની ના પાડી દીધી હતી. વહુને ખૂબ સમજાવી, પરંતુ તે માનવા માટે તૈયાર ન હતી, બાદમાં પોલીસે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કર્યા પછી ઘરનો દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ અંતિમ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવ્યા હતા. - સુમન કુલ્હરી, પોલીસ અધિકારી મોલાસર.

પિતા પણ પોતાની પુત્રીને સમજાવવામાં નિષ્ફળ રહ્યા
મોલાસર પોલીસ અધિકારી સુમન કુલ્હરીએ ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ પર ઘરનો મુખ્ય દરવાજો તોડી નખાવ્યો હતો અને પરિવારજનોને ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. આ દરમિયાન ગામના સરપંચ જોગેન્દ્ર બાલારા, વિનોદ શર્મા, જોધારમ સોહ, વોર્ડપંચ જુગલ ટેલર, રાજકુમાર બાલારા, સંજય સહલ, બંસી બોચલિયા, તરચંદ શર્મા સહિત ગામના ઉપસ્થિત લોકોએ દીકરાની પત્ની અને પિતાને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. ત્યાર બાદ તેનાં ક્રિયાકર્મ ઘરે પૂર્ણ કર્યાં બાદ ગામના મુક્તિધામમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

એ પહેલાં જ્યારે વહુએ ઘરનો દરવાજો ખોલ્યો નહીં, ત્યારે તેના પિતાને જાણ કરવામાં આવી હતી અને પિતા દ્વારા પુત્રીને સમજાવવાના પ્રયાસ કરવામાં અવાયા હતા, પરંતુ તેઓ પણ પોતાની પુત્રીને સમજાવી શક્ય ન હતા. છેવટે પોલીસને બોલાવવી પડી હતી. જણાવવામાં આવી રહ્યું હતું કે વહુનો સાસરિયાં પક્ષ સાથે ઘણાં વર્ષોથી ઝઘડો ચાલી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો