તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sonowal Hands Over Resignation To Governor, Himanta Biswa Could Be The New Chief Minister; Possibility Of Decision In The Meeting Of MLAs

બિસ્વા બનશે આસામના નવા મુખ્યમંત્રી:હિમંત બિસ્વાની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી; સોનોવાલે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું

ગુવાહાટી/નવી દિલ્હી3 મહિનો પહેલા
  • હિમંત બિસ્વા આ વખતે આસામના મુખ્યમંત્રી બની શકે છે

આસામ વિધાનસભાની ચૂંટણીના પરિણામોના એક અઠવાડિયા પછી મુખ્યમંત્રીના નામ નક્કી થઈ ગયું છે. હિમંત બિસ્વા સરમા ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા છે. ધારાસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પાર્ટી મહામંત્રી અરુણ સિંહ અને ભાજપના આસામ પ્રભારી બૈજયંત પાંડા પણ સામેલ હતા. આ પહેલા મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યપાલ જગદીશ મુખીને રાજીનામું સુપરત કર્યું હતું.

શનિવારે દિલ્હીમાં નિર્ણય લેવામાં આવ્યો
શનિવારે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસ સ્થાને એક હાઇ પ્રોફાઇલ બેઠક મળી હતી. તેમાં સર્બાનંદ સોનોવાલ અને હિમંત બિસ્વા સરમા હાજર રહ્યા હતા. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ જનરલ સેક્રેટરી (સંગઠન) બી.એલ. સંતોષની હાજરીમાં નવા મુખ્યમંત્રીના નામની ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યપાલ જગદીશ મુખીને રાજીનામું સુપરત કર્યું હતું.
મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રાજ્યપાલ જગદીશ મુખીને રાજીનામું સુપરત કર્યું હતું.

આસામમાં ભાજપે 75+ બેઠકો જીતી
આસામમાં ત્રણ તબક્કાની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને 75 બેઠકો મળી છે. આ આંકડો બહુમતી કરતા વધુ છે. ભાજપની આ જીતથી આસામમાં ઇતિહાસ સર્જાયો છે, કારણ કે અહીં 70 વર્ષમાં ક્યારેય કોઈ બિન-કોંગ્રેસ પક્ષે સતત બીજી વખત સત્તા વાપસી કરી નથી.

હિમંતે એક લાખ મતથી ચૂંટણી જીતી હતી
સોનોવાલે કોંગ્રેસના નેતા રાજીબ લોચન પેગુને 43,192 મતે પરાજિત કરીને માજુલીમાં સતત બીજી વાર જીત મેળવી હતી. હિમંત બિસ્વાએ કોંગ્રેસના રોમેનચંદ્ર બોરઠાકુરને 1.01 લાખ મતથી
જલ્લકબારીની બેઠક પર પોતાનો કબ્જો યથાવત રાખ્યો. સોનોવાલ અને સરમા સિવાય બીજેપીના અન્ય 13 પ્રધાનો પણ સરળતાથી પોતાની બેઠકો જાળવી રાખવામાં સફળ રહ્યા.

NRC-CAA થી ભાજપ નુકસાન નહીં
આ પરિણામોએ તે જણાવ્યું છે કે NRC એટલે કે રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીજન્સ અને CAA એટલે કે સિટીજન એમેંડમેંટશિપ એક્ટનો મુદ્દો ભાજપને નુકસાન પહોંચાડી શક્યો નથી. આ દાવો એટલા માટે પણ વધુ મજબૂત બને છે, કારણ કે છેલ્લી વખત 12 બેઠકો જીતીને ભાજપને સત્તા જીતવામાં મદદ કરનાર બોડોલેન્ડ પીપલ્સ ફ્રંટ, આ વખતે કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે હતા. આ છતાં પણ ભાજપને નુકસાન થયું નથી.