• Gujarati News
  • National
  • Sonia Gandhi Was Admitted Following Complications Related To Kovid; Rahul Will Appear Before The ED Today

નેશનલ હેરાલ્ડ કેસ:સોનિયા ગાંધીને કોવિડ સંબંધિત તકલીફોને પગલે દાખલ કરાયાં; રાહુલ આજે ઇડી સમક્ષ હાજર થશે

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોનિયા ગાંધી - ફાઇલ તસવીર - Divya Bhaskar
સોનિયા ગાંધી - ફાઇલ તસવીર

કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીને કોવિડસંબંધી તકલીફોને પગલે રવિવારે અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીએ સોનિયાને પૂછપરછ માટે 8 જૂને હાજર થવા કહ્યું હતું, પરંતુ તેઓ કોરોના સંક્રમિત થતાં તેમણે 3 અઠવાડિયાંનો સમય માગ્યો હતો. હવે તેમને 23 જૂને બોલાવાયાં છે.

13 જૂને પૂછપરછ માટે બોલાવાયાં છે
આ જ કેસમાં રાહુલ ગાંધીને પણ સમન્સ પાઠવાયું છે. ઇડીએ તેમને 13 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. ઇડીએ સમન્સ જારી કર્યા બાદ કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર સરકાર સામે સરકારી એજન્સીઓના દુરૂપયોગનો
આક્ષેપ કર્યો હતો.

દેશભરમાં ED ઓફિસ બહાર સત્યાગ્રહ
13 જૂને રાહુલની પૂછપરછના દિવસે કોંગ્રેસ દિલ્હી સહિત દેશભરમાં ઇડીની ઓફિસોની બહાર સત્યાગ્રહ કરશે તથા દિલ્હીમાં ઇડીની ઓફિસ સુધી કૂચ કરશે. કોંગ્રેસના નેતાઓ ઇડીની 25 ઓફિસો બહાર દેખાવો કરશે.

અન્ય સમાચારો પણ છે...