તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rahul Priyanka Raji On The Issue Of Giving Special Position To Prashant Kishor In The Party, Object To Some Senior Leaders; The Final Decision Will Be Made By Sonia

કોંગ્રેસમાં PK બાબતે મતભેદ:પ્રશાંત કિશોરને પાર્ટીમાં ખાસ પદ આપવા મુદ્દે રાહુલ-પ્રિયંકા રાજી, કેટલાક વરિષ્ઠ નેતાઓને વાંધો; ફાઈનલ નિર્ણય સોનિયા કરશે

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કેટલાક નેતાઓનું કહેવું છે કે PKના વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી પાર્ટીને ફાયદો નહિ મળે
  • આગામી ચૂંટણીમાં પ્રશાંત કિશોરની આગેવાનીમાં અલગ કમિટી બનશે અથવા તો તે કોંગ્રેસની હાલની સિસ્ટમ અંતર્ગત જ કામ કરશે

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એટલે કે PK લગભગ બે મહિના પહેલા દિલ્હીમાં કોંગ્રેસના ઈન્ટરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. તે પછી એ વાત લગભગ નક્કી થઈ ગઈ કે PK કોંગ્રેસ જોઈન કરશે અને તેમને પાર્ટીમાં ખાસ જવાબદારી પણ મળશે. રાહુલ અને પ્રિયંકા આ મુદ્દે રાજી છે, જોકે કેટલાક સીનિયર્સને આ મુદ્દે વાધો છે. હવે ફાઈનલ નિર્ણય સોનિયા ગાંધી કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસમાં લીડરશીપને લઈને સવાલ ઉઠાવી ચુકેલુ G-23 ગ્રુપ ઈચ્છતું નથી કે પ્રશાંત કિશોરની પાર્ટીમાં એન્ટ્રી થાય અને તેમને વિશેષ દરજ્જો આપવામાં આવે. આ મામલા પર આ નેતાઓએ કપિલ સિબ્બલના ઘરે એક બેઠક પણ કરી હતી.

PK સાથે તકરારના 4 કારણો
1. અગામી ચૂંટણીમાં પ્રશાંત કિશોરની આગેવાનીમાં અલગ કમિટી બનશે અથવા તો તે કોંગ્રેસની હાલની સિસ્ટમ અંતર્ગત જ કામ કરશે.
2. કેટલાક લીડર્સનું કહેવું છે કે PKના વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી પાર્ટીને ફાયદો નહિ મળે.
3. વાંધો વ્યક્ત કરનારનું કહેવું છે કે સોનિયા-રાહુલ અને પ્રિયંકાએ લીડર્સ અને વર્કર્સને સાંભળવા જોઈઅે અને તેમની સાથે કામ કરવું જોઈએ, જે પાર્ટીમાં હાલ બંધ થઈ ચુક્યું છે.
4. એક નેતાનું કહેવું છે કે પ્રશાંત કિશોરની પાસે કોઈ જાદુઈ લાકડી નથી. આ સિવાય તેમને પાર્ટીના કલ્ચર અને તેની વિચારશરણીને અપનાવવામાં પણ મુશ્કેલી આવશે.

PKની ફેવરમાં જઈ રહી છે વાતો
1. રાહુલ અને પ્રિયંકા ગાંધીને PK પર એટલે વાધો છે કારણ કે બંનેની સાથે PKએ 2017ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સાથે કામ કર્યું હતું. જોકે ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે હતી, જોકે પરિણામ આ ગઠબંધનના પક્ષમાં આવ્યા નહોતા.
2. બંગાળ અને તમિલનાડુમાં તૃણમૂલ અને DMK માટે રણનીતિ PKએ બનાવી અને આ સફળતાથ પ્રભાવિત કેટલાક કોંગ્રેસ લીડર્સનું માનવું છે કે PKને સામેલ કરવાનું ફાયદાકારક હોઈ શકે છે.

કોંગ્રેસને PKની જરૂરિયાત શાં માટે?
સુત્રનું કહેવું છે કે ચૂંટણીની હારે કોંગ્રેસ હાઈકમાન્ડને હેરાન કરી નાંખ્યું છે. હવે પાર્ટીને નવી દિશા અને વિચારની જરૂરિયાત છે. આ સિવાય અહમદ પટેલના મૃત્યુ પછી સોનિયા ગાંધીને એક સલાહકારની જરૂરિયાત છે અને આ શોધ તેમને PK સુધી લઈ આવી છે. જુલાઈમાં જ્યારે પ્રશાંત કિશોર સોનિયા, રાહુલ અને પ્રિયંકાને મળ્યા હતા, ત્યારે પણ તેમના રોલને લઈને લાંબી ચર્ચા થઈ હતી. PKએ એવા ઘણા પ્લાન શેર કર્યા, જેને પાર્ટીએ અપનાવવાની જરૂરિયાત છે.

કોંગ્રેસનો ગેમ પ્લાન શું છે?
સૂત્રોનું માનવું છે કે સોનિયા, રાહુલ, પ્રિયંકાએ પાર્ટી માટે મોટો ગેમ પ્લાન બનાવ્યો. તેની ચર્ચા જુલાઈમાં થયેલી મીટિંગ દરમિયાન પ્રશાંત કિશોર સાથે પણ થઈ હતી. કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરનો મોટો રોલ ઈચ્છે છે. જેથી તે નિર્ણાયક લડાઈ માટે કોંગ્રેસને તૈયાર કરી શકે.

અન્ય સમાચારો પણ છે...