કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ છેલ્લા અઢી કલાકથી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કરી રહ્યું છે. બીજી તરફ સોનિયાની પૂછપરછની વિરુદ્ધ કોંગ્રેસ સંસદથી લઈને રોડ સુધી દેખાવો કરી રહી છે. સંસદ ભવનની બહાર દેખાવો કરી રહેલા કોંગ્રેસના ઘણા સાંસદોની પોલીસે અટકાયત કરી છે.
બીજી તરફ કોંગ્રેસ મુખ્યાલયની બહાર મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓને સુરક્ષાદળોએ ઉઠાવી-ઉઠાવીને બસમાં ભર્યા. આ દરમિયાન બંને તરફ અથડામણ થઈ હતી. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે દેશને પોલીસિયા સ્ટેટમાં બદલી નાંખવામાં આવ્યું છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં ED બુધવારે ત્રીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. સોનિયાની 21 જુલાઈએ 3 કલાક અને 26 જુલાઈએ 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. સોનિયાની પૂછપરછને લઈને કોંગ્રેસ આજે ફરી દેશભરમાં પ્રદર્શન કરશે.
પૂછપરછ દરમિયાન સોનિયાએ કહ્યું- વોરા લેણ-દેણ સંભાળતા હતા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ઈડીના સૂત્રોને ટાંકીને કહ્યું કે પૂછપરછ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું- કોંગ્રેસ, એસોસિયેટ જર્નલ અને યંગ ઈન્ડિયન સાથે સંબંધિત તમામ વ્યવહારો ભૂતપૂર્વ ખજાનચી મોતીલાલ વોરા સંભાળતા હતા. ED સૂત્રોએ જણાવ્યું કે 2 દિવસની પૂછપરછમાં સોનિયા ગાંધીને 75 સવાલ પૂછવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 25 જેટલા સવાલ પૂછવામાં આવ્યા હતા.
રાહુલ સહિત 50 સાંસદોની અટકાયત કરી હતી
મંગળવારે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના 50 સાંસદોની અટકાયત કરી હતી. સોનિયાની પૂછપરછ પૂરી થયા બાદ આ સાંસદોને છોડી દેવામાં આવ્યા હતા. સંસદ નજીક વિજય ચોક ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન તમામ સાંસદોની અટકાયત કરવામાં આવી હતી. કસ્ટડીમાં લીધા બાદ રાહુલે કહ્યું- દેશને પોલીસ સ્ટેટ બનાવી દેવામાં આવ્યો છે.
આજના મહત્વના અપડેટ્સ...
યુથ કોંગ્રેસ અધ્યક્ષને પોલીસે વાળ ખેંચીને માર માર્યો હતો
મંગળવારે વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસને દિલ્હી પોલીસના કેટલાક કર્મચારીઓએ તેમના વાળ ખેંચીને માર માર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા. પોલીસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.