સોનિયા-રાહુલને EDની નોટિસ:નેશનલ હેરાલ્ડ કેસમાં 8 જૂને હાજર થવું પડશે, સુરજેવાલાએ કહ્યું- તાનાશાહ સરકાર ડરી ગઈ

એક મહિનો પહેલા

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યો છે. EDએ મનિ લોન્ડરિંગ કેસમાં બંનેને 8 જૂને પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, સોનિયા ગાંધી પૂછપરછમાં સામેલ થશે. જો રાહુલ દિલ્હીમાં હશે તો તેઓ પણ પૂછપરછમાં સામેલ થશે.

એજન્સીએ નેશનલ હેરાલ્ડ કેસની તપાસમાં બંને નેતાઓને સામેલ થવા કહ્યું છે. આ કેસમાં ED કોંગ્રેસના 2 મોટા નેકા પવન બંસલ અને મલ્લિકાર્જુન ખડગેને ગઈ 12 એપ્રિલે તપાસમાં સામેલ કર્યા હતા. 2014માં સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા અને રાહુલ સામે કેસ નોંધાવ્યો હતો. તેમાં સ્વામીએ ગાંધી પરિવાર પર 55 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસના કેન્દ્ર સરકાર પર પ્રહાર
કોંગ્રેસે નોટિસ મળતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, તાનાશાહ સરકાર ડરી ગઈછે. તેથી જ બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, સરકાર બદલો લેવાની ઈચ્છામાં ગાંડી થઈ ગઈ છે. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલને EDએ સમન્સ મોકલ્યું છે.

સીનિયર વકિલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, મનથી ઉભા કરેલા આરોપ અને બદલાની ભાવના છે. આ કેસમાં EDને કશું નહીં મળે. રાહુલ ગાંધી બહાર છે તેથી તેમના માટે સમય માંગ્યો છે. સિંઘવીની 5 વાતો...

1. આ કેસ છેલ્લાં 7-8 વર્ષોથી ચાલી રહ્યો છે, પણ અત્યાર સુધી એજન્સીને કઈ મળ્યું નથી. 2. કંપનીને મજબૂત કરવા માટે અને ઋણ ખતમ કરવાના કારણે ઈક્વિટીમાં પરિવર્તન કરવામાં આવ્યા હતા. 3. આ ઈક્વિટીથી જે પૈસા આવ્યા, તે મજૂરોને આપવા આવ્યા અને તેમાં સંપૂર્ણ પારદર્શકતા રાખવામાં આવી હતી. 4. 7 વર્ષે લોકોનું ધ્યાન બીજી દિશામાં વાળવા માટે આ સમન્સ મોકલવામાં આવ્યું છે. દેશની જનતા બધુ જાણે છે. 5. ED, CBI અને ઈન્કમ ટેક્સનો દુરઉપયોગ કરી વિપક્ષ પાર્ટીઓને ડરાવવામાં આવે છે.

સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કોંગ્રેસે પાર્ટી ફંડથી રાહુલ અને સોનિયાને 90 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમનો હેતુ એસોસિયેટ જર્નલ્સની 2 હજાર કરોડની સંપત્તિ મેળવવાનો હતો. તે માટે ગાંધી પરિવારે માત્ર 50 લાખની સામાન્ય રકમ આપી હતી.

ભોપાલમાં ભાજપ અધ્યક્ષ નડ્ડાના સોનિયા-રાહુલ પર પ્રહાર
ભોપાલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોનિયા-રાહુલને આપવામાં આવેલી EDની નોટિસ વિશે કહ્યું છે કે, મોઢામાં વાંધો છે અને તેઓ અરીસો સાફ કરી રહ્યા છે. તમે કદી જોયું છે કે, કોઈ આરોપીએ ક્યારેય એવુ કહ્યું હોય કે તે ગુનેગાર છે. રાહુલ ગાંધી તો ઈન્ડિયન પણ નથી, નેશનલ પણ નથી અને હવે તો કોંગ્રેસના પણ નથી. કોંગ્રેસને તો ભાઈ-બહેનની પાર્ટી બનાવી લીધી છે અને તેઓ તો લંડન જઈને બોલે છે.

આખા કેસને સવિસ્તાર સમજો
1938માં કોંગ્રેસ પાર્ટીના એસોસિયેટ જર્નલ્સ લિમિટેડ (AJL) બનાવી હતી. આની જ અંતર્ગત નેશનલ હેરાલ્ડ ન્યૂઝ પેપર કાઢવામાં આવતું હતું. AJL પર 90 કરોડથી વધારે દેવુ હતું અને તેને ખતમ કરવા વધુ એક કંપની બનાવવામાં આવી. જેનું નામ હતું યંગ ઈન્ડિયા લિમિટેડ.

તેમાં રાહુલ અને સોનિયા ગાંધીની ભાગીદારી 38-38% હતી. યંગ ઈન્ડિયાને AJLએ 9 કરોડ શેર આપ્યા હતા. કહેવામાં આવ્યું કે તેના બદલામાં યંગ ઈન્ડિયા AJLનું દેવું ચૂકવશે. પરંતુ શેરની ભાગીદારી વધારે હોવાથી યંગ ઈન્ડિયાને માલિકી હક મળ્યો. AJLનું દેવું ચૂકવવા કોંગ્રેસે જે 90 કરોડ આપ્યા હતા તે પણ માફ કરી દેવામાં આવ્યા.

કેસમાં અત્યાર સુધી શું થયું?

  • 1 નવેમ્બર 2012માં દિલ્હી કોર્ટમાં સુબ્રમણ્યમ સ્વામીએ કેસ નોંધાવ્યો. તેમાં સોનિયા-રાહુલ સિવાય મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિઝ, સુમન દુબે અને સેમ પિત્રોડાને આરોપી બનાવવામાં આવ્યા.
  • 26 જૂન 2014ના રોજ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સોનિયા-રાહુલ સહિત દરેક આરોપી સામે સમન્સ જાહેર કર્યો હતો.
  • 1 ઓગસ્ટ 2014ના રોજ EDએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો.
  • મે 2019માં આ કેસ સાથે જોડાયેલા 64 કરોડની સંપત્તિ EDએ જપ્ત કરી.
  • 19 ડિસેમ્બર 2015માં આ કેસમાં સોનિયા,રાહુલ સહિત દરેક આરોપીઓને દિલ્હી પટિયાલા કોર્ટથી જામીન આપ્યા.
  • 9 ડિસેમ્બર 2018માં દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં સોનિયા અને રાહુલને આકરો ઝટકો આપ્યો. કોર્ટે ઈન્કમટેક્સ વિભાગની નોટિસસામે અરજી દાખલ કરી.
  • કોંગ્રેસે આ અરજી સુપ્રીમ કોર્ટમાં પડકારી પરંતુ 4 ડિસેમ્બર 2018માં કોર્ટે કહ્યું કે, ઈન્કમ ટેક્સ વિભાગ તપાસ કરશે. આગામી સુનાવણી સુધી અન્ય કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો નહીં.
અન્ય સમાચારો પણ છે...