કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનો સિલસિલો યથાવત છે. સવારે રાજસ્થાનના એક બેંક મેનેજરની હત્યા પછી મોડી રાત્રે આતંકીઓએ બડગામમાં વધુ બે બિન કાશ્મીરીઓ પર ફાયરિંગ કર્યું છે. તેમાં બિહારમાં રહેતા દિલખુશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તો પંજાબમાં રહેતા ગોરિયાની સ્થિતિ ગંભીર છે.
પોલીસના જણાવ્યા મુજબ બડગામ જિલ્લાના મગરેપોરા વિસ્તારમાં બે પ્રવાસી મજૂરો પર અજ્ઞાત હુમલાખોરે ફાયરિંગ કર્યું જેમાં એકના ખભ્ભામાં અને બીજા હાથમાં ગોળી લાગી હતી. જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં સારવાર દરમિયાન ખુશદિલે અંતિમ શ્વાસ લીધા. તો પંજાબના ગુરુદાસપુરના રહેવાસી ગોરિયાની સારવાર ચાલી રહી છે.
સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ, ગઈકાલે જ સેવાદળના કાર્યક્રમમાં સામેલ થયા હતા
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ માહિતી આપી છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, સોનિયા ગાંધી થોડા દિવસ પહેલાં જે નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા હતા, તેમાંથી પણ ઘણા લોકો કોરોના સંક્રમિત જાહેર થયા છે. સુરજેવાલાના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીને ગઈ કાલે (બુધવારે) સામાન્ય તાવ આવ્યો હતો. ત્યારપછી તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
સુરજેવાલાએ કહ્યું છે કે, સોનિયા ગાંધીએ હાલ પોતાને આઈસોલેટ કર્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. સુરજેવાલાએ આશા વ્યક્તિ કરી છે કે, 8 જૂન સુધી તેઓ સાજા થઈ જશે. નોંધનીય છે કે, 8 જૂને EDએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પૂછપરછ નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલી છે.
જાણીત સંતૂર વાદક ભજન સોપોરીનું નિધન, ગુરુગ્રામની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
જાણીતા સંતૂર વાદક ભજન સોપોરીનું ગુરુગ્રામની એક હોસ્પિટલમાં ગુરુવારે નિધન થયું. તેમના પરિવારના સૂત્રોએ આ જાણકારી આપી. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતા. તેમનો જન્મ વર્ષ 1949માં શ્રીનગરમાં થયો હતો. તેમનું આખું નામ ભજનલાલ સોપોરી છે. તેમના પિતા પંડિત એસએન સોપોરી પણ એક સંતૂર વાદક હતા. ભજન સોપોરીએ સંતૂર વાદનની શિક્ષા ઘરમાં જ તેમના દાદા એસસી સોપોરી અને પિતા એસએન સોપોરી પાસેથી લીધી હતી.
ભજન સોપોરીએ અંગ્રેજી સાહિત્ય સાથે માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. જે બાદ તેમને વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયથી પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો. ભજન સોપોરીનો સંબંધ સૂફિયાના ઘરાનાથી છે. પંડિત ભજન સોપોરીજીએ ત્રણ રાગની રચના કરી હતી. જેમાં રાગ લાલેશ્વરી, રાગ પટવંતી અને રાગ નિર્મલ રંજની છે.
એરલાઈન્સ કંપની વિસ્તારા પર 10 લાખનો દંડ, સેફ્ટીના નિયમોને આંખ આડા કાન કર્યો હોવાનો આરોપ
એરલાઈન્સ કંપની વિસ્તારા પર 10 લાખનો જંડ કરવામાં આવ્યો છે. કંપની પર સેફ્ટીના નિયમ તોડવાનો આરોપ છે. ડિરેક્ટોરેટ ઓફ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ જણાવ્યું કે, જરૂરી ટ્રેનિંગ વગર વિસ્તારા એરલાઈન ટેક ઓફ અને લેન્ડિંગના ક્લિયરન્સ ઓફિસરને આપવામાં આવતી હોય છે.
હકિકતમાં એરક્રાફ્ટ પર પેસેન્જર સાથે ઓનબોર્ડ કરતા પહેલાં સિમ્યુલેટરમાં એરક્રાફ્ટને લેન્ડ કરતા પહેલાં ઓફિસરને ટ્રેનિંગ આપવામાં આવે છે. તે જ રીતે લેન્ડિંગ પહેલાં ઓફિસરની જેમ કેપ્ટનને પણ સિમ્યુલેટરમાં જ ટ્રેનિંગ આપવામાં આવે છે. પરંતુ એરક્રાફ્ટને ઓફિસર અને કેપ્ટનને સિમુલેટરમાં ટ્રેનિંગ વગર જ લેન્ડ કરાવવામાં આવતું હતું. આવામાં ઓનબોર્ડિંગ સમયે કોઈ પણ ર્દુઘટનાની આશંકા હોય છે. તેમાં મુસાફરોના જીવનું જોખમ હોય છે. આ બેદરકારી ઈન્દોરમાં લેન્ડિંગ વખતે જોવા મળી હતી.
કેજરીવાલનો આરોપ- સત્યેન્દ્ર જૈન પછી મનીષ સિસોદિયાને ખોટા કેસમાં જેલ મોકલવા માંગે છે સરકાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તે ઉપરાંત એક નવો આરોપ પણ લગાવ્યો છે કે હવે કેન્દ્ર સરકાર ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ખોટા કેસમાં ફસાવવા માંગે છે. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે, જો મનીષ અને સત્યેન્દ્ર ભ્રષ્ટ છે તો ઈમાનદાર કોણ છે. મારી વડાપ્રધાન મોદીને વિનંતી છે કે, એક-એકની જગ્યાએ દરેકને એક સાથે અરેસ્ટ કરી લો.
એક એક કેસને ઘણાં વર્ષો સુધી ચલાવીને શુ બતાવવા માંગો છે. જે કરવું હોય તે એક સાથે કરી લો. જેથી તે પછી તો અમે કામ કરી શકીએ. અમને અરેસ્ટ થવાનો ડર નથી. પરંતુ એક સાથે કરી લો. 5 વર્ષ પહેલાં પણ દરોડા પડાવ્યા હતા. 20 MLAની ધરપકડ કરવામાં આવી હતી. અમે બધા મોદીજીએ આપેલુ ઈમાનદારીનું સર્ટીફિકેટ લઈને આવ્યા છીએ. અમે ફરી એક વાર બધા પાસેથી દેશભક્તિ અને ઈમાનદારીનું સર્ટીફિકેટ લઈને આવીશું.
અમેરિકામાં ઓક્લાહોમામાં હોસ્પિટલમાં ફાયરિંગ: 4ના મોત, ઘણાં ઘાયલ
અમેરિકાના ઓક્લાહોમામાં સેન્ટ ફ્રાન્સિ હોસ્પિટલની નતાલી બિલ્ડિંગમાં બુધવારે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે ગણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે, ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
PM મોદીના નેતૃત્વમાં સિપાહી બનીને કામ કરીશ- હાર્દિક પટેલ
હાર્દિક પટેલ આજે સવારે 11 વાગે બીજેપીમાં સામેલ થયા છે. આ પહેલાં તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, રાષ્ટ્રહિત, રાજ્યહિત, જનહિત અને સમાજહિતની ભાવનાઓ સાથે આજે તેઓ નવા અધ્યાયનો પ્રારંભ કરવાના છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલતા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનકડો સિપાહી બનીને કામ કરીશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.