તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Party Said Sonia Gandhi Applied Two Doses Of Kovishield; Instead Of Making Issues, The Modi Government Pursues The Rule Of Vaccinating The People

વેક્સિનેશન પર રાજકારણ:કોંગ્રેસ કહ્યું- સોનિયા ગાંધીએ કોવિશીલ્ડના બે ડોઝ લીધા છે; મુદ્દા બનાવવાની જગ્યાએ લોકોને વેક્સિનેટ કરવાનો રાજધર્મ નિભાવે સરકાર

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • સોનિયા ગાંધીએ કોરોના વેક્સિન કોવીશીલ્ડના બંને ડોઝ લીધા છેઃ કોંગ્રેસ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વેક્સિનેશન પર ઉઠાવવામાં આવેલા સવાલોનો કોંગ્રેસે ગુરુવારે જવાબ આપ્યો. કોંગ્રેસે જણાવ્યું કે સોનિયા ગાંધીએ કોરોના વેક્સિન કોવીશીલ્ડના બંને ડોઝ લીધા છે. જ્યારે રાહુલ ગાંધીનું વેક્સિનેશન 16 મેના રોજ શિડ્યૂલ હતું, જોકે આ પહેલા જ તે કોરોના સંક્રમિત થયા. હવે તે ગાઈડલાઈન મુજબ નક્કી સમય પછી જ વેક્સિન લગાવશે. કોંગ્રેસે ભાજપને ચીમકી આપતા કહ્યું કે ખોટા મુદ્દાઓ બનાવવાનું બંધ કરો અને દેશની સંપૂર્ણ વસ્તીને વેક્સિન લગાવવાના રાજધર્મને પુરો કરો.

ભાજપે પુછ્યું હતું- ગાંધી પરિવારે વેક્સિન લગાવી કે નહિ?
બુધવારે કોવેક્સિનમાં વાછરડાનું સીરમ મેળવવાના આરોપ પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે પુછ્યું હતું કે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી જણાવે છે કે તેમણે ક્યારે વેક્સિન લીધી હતી. શું ગાંધી પરિવાર વેક્સિનેટેડ છે કે નહિ? શું ગાંધી પરિવારને કોવેક્સિન પર ભરોસો છે? તેમણે આ વાતનો જવાબ આપવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે તેઓ એમ કહે છે કે જ્યારે તેમની સરકાર આવશે ત્યારે તે વેક્સિન લગાવશે. રોબર્ટ વાડ્રાએ પણ વેક્સિનને લઈને સવાલ કર્યા હતા. આ વૈશ્વિક મહામારીમાં આપણે વૈજ્ઞાનિક વિચાર સાથે આગળ વધવું જોઈએ, ભ્રમ ન ફેલાવવો જોઈએ.

શું છે સમગ્ર મામલો?
કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ બુધવારે એક RTI શેર કરીને કહ્યું હતું કે કોવેક્સિનના નિર્માણ માટે ગાય-વાછરડાને મારવામાં આવી રહ્યાં છે. મોદી સરકારે દેશના લોકોને આ અંગે પહેલા જ જાણ કરવાની હતી. આ આરોપ પર ભારત બાયોટેકે સ્પષ્ટતા કરી હતી. તે પછી ભાજપ આક્રમક થઈ ગઈ હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ એક વખત ફરી ભ્રમ ફેલાવી રહી છે. કોવેક્સિનમાં વાછરડાનું સીરમ મેળવવામાં આવ્યું નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી
તે પછી સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી. મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું કે સોશિયલ મીડિયા પર કોવેક્સિન વિશે ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે. પોસ્ટમાં તથ્યોને બદલીને રજૂ કરવામાં આવ્યા છે. વાછરડના સીરમનો ઉપયોગ માત્ર વેરોસેલ્સને તૈયાર કરવામાં થાય છે, જે પાછળથી તેની રીતે જ નાશ પામે છે. જ્યારે છેલ્લે વેક્સિનનું પ્રોડક્શન થાય છે, ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...