• Home
  • National
  • Sonia Gandhi calls opposition meeting to besiege central government, Uddhav to attend such meeting for first time

સોનિયાની અધ્યક્ષતામાં બેઠક / 22 વિપક્ષની પાર્ટીના નેતા વીડિયો કોન્ફરન્સિંગથી જોડાયા, અમ્ફાનને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાની માંગ, 20 લાખ કરોડનું પેકેજ મજાક-સોનિયા

Sonia Gandhi calls opposition meeting to besiege central government, Uddhav to attend such meeting for first time
X
Sonia Gandhi calls opposition meeting to besiege central government, Uddhav to attend such meeting for first time

  • મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષ ફરી એકજૂટ થયું, અમ્ફાનમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 05:53 PM IST

મુંબઈ. કોરોના સંકટના લીધે ઉદ્ભવેલી પરિસ્થિતિ પર મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષ એકજૂટ થઇ રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક ચાલી રહી છે. બેઠકની શરૂઆતમાં અમ્ફાન ચક્રવાતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામા આવી. ત્યારબાદ સોનિયા ગાંધીએ બેઠકની શરૂઆત કરી. સોનિયાએ 20 લાખ કરોડના પેકેજને એક મજાક કહ્યું હતું.  

બેઠકમાં વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકારને અમ્ફાન ચક્રવાતને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાનો આગ્રહ કર્યો અને પ્રભાવિત રાજ્યોને આ આપદાના પ્રભાવથી ઉગારવા માટે મદદની માંગણી કરી. વિપક્ષની પાર્ટીઓએ કહ્યું કે આ સમયે રાહત અને પુનર્વાસ સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ. પરંતુ બીમારીના પ્રકોપની આશંકાને પણ નજરઅંદાજ ન કરી શકાય. ત્યારબાદ વિપક્ષે નાગરિકોને તાત્કાલિક સહાય આપવા માટેનો આગ્રહ કર્યો હતો. 

સોનિયાએ મજૂરોના મુદ્દે નારાજગી જાહેર કરી
સોનિયાએ કહ્યું કે સરકાર સંઘવાદ અને લોકતાંત્રિક મૂલ્યોને ભૂલી ગઇ છે. પ્રવાસી મજૂરો અને લોકડાઉનમાં આગળની શું રણનીતિ હશે તેની સરકાર પાસે કોઇ યોજના નથી. 
પ્રવાસી મજૂરો અને 13 કરોડ પરિવાર આબાદીના સૌથી નિચલા સ્તરે છે. સરકારે તેમને કિનારે કરી દીધા છે. 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી. ત્યારબાદ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પાંચ દિવસ બ્રેકઅપ આપતા રહ્યા. આ દેશ સાથે એક ભદ્દા મજાક જેવું છે. 

બેઠકમાં કોણ સામેલ 

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ચાલી રહેલી આ બેઠકમાં 22 પાર્ટીના નેતાઓ સામેલ થયા છે. તેમાં RJDના રાજ્યસભા સાંસદ મનોજ ઝા, RLSPના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા, ભાકપાના ડી રાજા, શરદ યાદવ, RJDના તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, એન.કે.પ્રેમચંદ્રન, જયંત સિંહ, બદરુદ્દીન અજમલ, NCP નેતા પ્રફુલ્લ પટેલ, શરદ પવાર તેમજ શિવસેનાના સંજય રાઉત સહિત અન્ય નેતાઓ સામેલ થયા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી