તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Son Takes Wife's Side In Mother in law Quarrel, Beats Mother With Slap; Mother Reaches Police Station To Rescue Son

માવતર કદી કમાવતર ન થાય:કળિયુગના દીકરાએ પત્નીનો પક્ષ લઈ માતાને ચંપલથી ઢોરમાર માર્યો, વીડિયો વાઇરલ થતાં ધરપકડ; અંતે, માતાએ જ છોડાવ્યો

મોરાદાબાદ(ઉત્તરપ્રદેશ)25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્ટેશન પહોંચી કહ્યું, મારા લાલને છોડી દો
  • પુત્ર માતાને માર મારી રહ્યો હતો; પત્ની શાંતિથી બેસી આનંદ લઈ રહી હતી

ઉત્તરપ્રદેશના અમરોહા ગામમાં એક ખૂબ જ શર્મ ઊપજાવે એવી ઘટના સામે આવી છે. એક યુવકે તેની વૃદ્ધ માતાને ચંપલ વડે નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. માનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ કોઈ વાત પર પોતાની વહુને શાંતિપૂર્વક સમજાવી રહ્યાં હતાં. આ વાત પર સાસુ-વહુ વચ્ચે ઝઘડો શરૂ થયો. પુત્ર પત્નીનો પક્ષ લેવા લાગ્યો અને માને ચંપલથી મારવાનું શરૂ કરી દીધું, લાફા પણ માર્યા. પાડોશમાં રહેનારી એક મહિલાએ માંડ-માંડ વચ્ચે પડી વૃદ્ધ સ્ત્રીને બચાવી. પાડોશમાં રહેતા કોઇ જાગ્રત નાગરિકે આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી નાખ્યો. વીડિયો પોલીસ સુધી પહોંચી ગયો. પોલીસે તપાસ હાથ ધરી. આરોપી પુત્રની ધરપકડ કરવા તેના ઘરે પહોંચી, તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો.

પુત્રને પોલીસના સકંજામાં જોઈ મા ગભરાઈ ગઈ
કહેવત છે કે 'છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય' એ જ પ્રમાણે પોલીસના સકંજામાં પુત્રને જોઇને માતાને દુ:ખ થતું હતું. પહેલા માતાએ ઘરે જ પુત્રની ધરપકડ ન કરવાની જીદ પકડી, પરંતુ જ્યારે પોલીસ સહમત ન થઈ, ત્યારે માતા પોલીસની પાછળ-પાછળ પોલીસ સ્ટેશન ગઈ. ત્યાં તેણે પોલીસકર્મીઓને હાથ જોડીને વિનંતી કરી કે મારા પુત્રને છોડી દો. માતાને ચિંતા હતી કે પોલીસ તેના પુત્રને જેલમાં મોકલી દેશે. માતાએ પુત્ર વિરૂુદ્ધ રિપોર્ટ લખવાનો ઇનકાર પણ કર્યો હતો.

મા રોતી હતી, પત્ની શાંતિથી બેસી તમાશો જોઈ રહી હતી
પોલીસે ઘટના જણાવતાં કહ્યું હતું કે ગજરૌલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા બિજૌરા ગામની આ ઘટના છે. આરોપીનું નામ નન્હે છે. તે મજૂરી કરે છે. રવિવારે નન્હેની પત્ની બબીતાને તેની સાસુ કૈલાસો સાથે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. સાસુ વહુને સમજાવતી હતી. ત્યારે પુત્રવધૂ ગુસ્સે થઈ અને સાસુને ઠપકો આપી તેને શાંત કરી દીધી. વૃદ્ધ કૈલાસોએ તેના પુત્ર નન્હેને આ મુદ્દે ફરિયાદ કરી.

માની વાત સમજવાને બદલે નન્હે મા પર ગુસ્સે થઈ ગયો. તેણે ઘરના દરવાજે બેઠેલી માતાને ચંપલથી નિર્દયતાથી મારવાનું શરૂ કર્યું. વૃદ્ધ માતા રડતી રહી. પુત્રના મારથી બચવા માએ હાથથી બચવાની કોશિશ પણ કરી, પરંતુ નન્હે અટક્યો નહીં. તેનો ગુસ્સો શાંત ન થાય ત્યાં સુધી તે તેની માતાને મારતો રહ્યો. આ દરમિયાન આરોપીની પત્ની નજીકમાં બેસીને તમાશો જોતી હતી.

અન્ય સમાચારો પણ છે...