તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Son Killed Father And Wife With Ax, Told Uncle In The Middle Of The Night And Sat At The Door Of The House With An Ax

સસરા-પુત્રવધૂએ મર્યાદા ઓળંગી:પુત્રએ પિતા અને પોતાની પત્નીને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી;ત્રણ દિવસ પહેલાજ બંનેને આપત્તિજનક હાલતમાં જોઇ સમજાવ્યા હતા,પરંતુ બંને માન્યા ન હતા

જબલપુર (મધ્યપ્રદેશ)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશના જબલપુરનાં એક ગામમાં દિલને હચમચાવીદે તેવી ઘટના સામે આવી છે. એક પુત્રએ સૌ પ્રથમ પોતાના પિતાની હત્યા કરી, પછી પોતાની પત્નીને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દીધી. ઘટના પછી જાતેજ કાકાના ઘરે જઇ પોતે આ ગંભીર કૃત્ય કર્યુ છે તેની જાણકારી આપી અને કુહાડી સાથે ઘરનાં દરવાજા પાસે બેસી ગયો. આરોપીએ ગુનો કર્યા બાદ જણાવ્યુ કે પત્નીનાં દગાથી અને પિતાના શરમનાક કૃત્યથી તે શરમીંદા હતો. બેલખેડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સસરા અને પુત્રવધૂએ મર્યાદાની હદ વટાવી દીધી હતી બંને વચ્ચે અનૈતિક સંબંધો હતા. ત્રણ દિવસ પહેલાજ યુવકે તેના પિતા અને પત્નીને આપત્તિજનક હાલતમાં જોઇ લીધા હતા. ત્યારે બન્નેને સમજાવ્યા પણ હતા પરંતુ તેઓ માન્યા ન હતા અને પોતાની કરતૂતો ચાલુ રાખી હતી.

આ ઘટના શુક્રવારની મોડી રાત્રે જબલપુરથી 65 કિલોમીટર દુર બેલખાડાનાં ગોકલાહાર ગામની છે. બેલખેડા ટી. આઇ સુજીત શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે ગોકલાહારનાં નિવાસી અર્જૂન સિંહ લોધીએ શુક્રવારની મોડીરાત્રે પોતાના પિતા અને પત્નીની કુલ્હાડી મારીને હત્યા કરી છે. તેમનું મકાન ગોકલાહારથી એક કિલોમીટર દૂર ખેતરમાં બનાવેલુ છે.

આરોપી કુહાડી સાથે દરવાજા પર બેસી રહ્યો
સૂચના મળતા જ બેલખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, સંતોષ લોધી લહુલુહાણ કુહાડી લઇને ઘરનાં દરવાજા પાસે બેઠો હતો, પોલીસે તેની ધરપકડ કરી છે. ઘરમાં પોલીસ પહોંચીતો પલંગ પર પિતા અમાન સિંહ (65) લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં પડ્યા હતા, અને જમીન પર કવિતા લોધી (32) લોહીથી લથપથ હાલતમાં પડી હતી.

બંને એ મર્યાદાઓનું ભાન ન રાખ્યુ, આ કારણથી હત્યા કરી
ધરપકડ કરેલ આરોપી સંતોષ લોધીએ જણાવ્યુ કે પિતા અને પત્નીએ દરેક મર્યાદાઓ હટાવી દીધી હતી. આ કારણથી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા.ત્રણ દિવસ પહેલા જ યુવકે તેના પિતા અને પત્નીને આપત્તિજનક હાલતમાં જોઇ લીધા હતા. ત્યારે સમજાવ્યા પણ હતા, પરંતુ તેઓ બંને માન્યા ન હતા અને પોતાની કરતૂતો ચાલુ રાખી હતી. પિતાને પોતાના રૂમમાંથી બહાર નિકળતા જોઇ સંતોષ ખુબજ ગુસ્સે થયો હતો, પિતા પોતાના રૂમમાં સુવા જતા રહ્યા, તેણે કુહાડી​​​​​​​ ઉઠાવી પિતાની ગરદન પર ઝીંકી દીધી ત્યારબાદ પત્નીને પણ આજ રીતે ગરદન અને માથા પર કુહાડી​​​​​​​ ઝીંકી મારી નાખી. બાદમાં સંતોષે તેના સાળાને આ ઘટના વિશે જણાવ્યું હતું.

આરોપી 2 બાળકોનો પિતા છે
સંતોષ અને કવિતાનાં લગ્ન 15 વર્ષ પહેલા થયા હતાં, તેમનો 11વર્ષનો પુત્ર અને 8 વર્ષની પુત્રી છે. પિતાનાં આ ખૂનીખેલને જોઇને બંને સુન્ન થઇ ગયા છે. સંતોષનાં કાકા અર્જુનલોધી ઘટના બાદ પોતાનાં ઘરે લઇ ગયા હતાં. હત્યાબાદ કાકાને આ વિશે સૂચના આપી અને હત્યાનું કારણ પણ જણાવ્યુ, કહ્યું કે મેં બંન્નેને સમજાવ્યા હતા પરંતુ બંન્ને માન્યા નહી, પોલીસે કુહાડી અને આરોપીનાં લોહીથી લથપથ કપડા જપ્ત કર્યા. બંને મૃતદેહોનો શનીવારે પોસ્ટમોર્ટમ થયુ.

10લાખમાં વેચી હતી જમીન
સંતોષ સાથેની પુછપરછમાં સામે આવ્યુ છે કે તેના પિતા અમાન સિહે થોડા સમય પહેલા જ 2.5 એકર જમીન 10 લાખમાં વેચી હતી. આ પૈસાની લાલચ આપીને જ તેઓ કવિતાને રૂમમાં બોલાવતો હતો.પોલીસ હાલ બેંકના ખાતાની જાણકારી મેળવવામાં લાગી છે. કવિતાનું પિયર બાદંકપુર દમોહમાં છે, સુચના પર તેઓ પણ ત્યા પહોચ્યા હતા.

પગલાનંદ આશ્રમમાં રહેતા હતા ત્યારે પિતાએ મહિલાની છેડતી કરી હતી
અમાનનાં બે પુત્ર અને એક પુત્રી છે, પુત્રીનાં લગ્ન બેલખેડામાં કરી હતી. જમાઇ ડાલસિંહ પણ ઘટના સ્થળે હાજર થયા હતાં.મોટો પુત્ર રતનસિંહ જબલપુર ગોલબજાર સ્થિત કરિયાણાની દુકાનમાં નોકરી કરે છે. તેમની પત્ની સાજપાની તેમના બે બાળકો સાથે કટંગીમાં રહે છે.અમાન અગાઉ ગ્વારીઘાટનાં પગલાનંદ મહારાજનાં આશ્રમમાં ચાર વર્ષ રહ્યો હતો. ત્યાં કામ કરતી મહિલા છેડતી કરવામાં આવી હતી. ગ્વારીઘાટમાં તેના ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પુત્ર સંતોષે કોઈક રીતે મહિલાને પૈસા આપી મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...