હૈદરાબાદના નિઝામ પરિવારમાં સંપત્તિનો વિવાદ:પુત્ર પર નિઝામને દગો આપવાનો આરોપ, પૌત્રએ કહ્યું- 34 સંતાનો વચ્ચે થવાના હતા ભાગલા

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદના નિઝામના પુત્ર પ્રિન્સ મુકર્રમ જાહએ નિઝામની 5 સંપત્તિઓની એકમાત્ર વારસદાર હોવાનો દાવો કર્યો છે. તેના આ દાવા વિરૂદ્ધ હૈદરાબાદના 7માં નિઝામ મીર ઉસ્માન અલી ખાનના પૌત્ર નઝફ અલીએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ખાને પ્રિન્સ જાહના દાવાને ખોટો ગણાવ્યો છે અને કહ્યું કે પ્રિન્સે દિવંગત નિઝામને દગો આપ્યો છે.

તેઓએ કહ્યું કે આ સંપત્તિ નિઝામના મોત પછી તેમના 16 પુત્રો અને 18 દીકરીઓને ટ્રાંસફર થવાની હતી. પ્રિન્સે જે સંપત્તિઓ પર એકમાત્ર વારસદાર હોવાનો દાવો કર્યો છે તેમાં હૈદરાબાદનો ફલકનુમા પેલેસ, કિંગ કોઠી પેલેસ, ચાઉ મહલા પેલેસ, પુરાની હવેલી અને તમિલનાડુના ઉટીમાં હરેવુડ સીડર બંગલા સામેલ છે. પ્રિન્સ મુકર્રમ જાહને હૈદરાબાદને 8માં નિઝામ માનવામાં આવે છે.

પ્રિન્સને ગિફ્ટમાં મળી હતી સંપત્તિ

હૈદરાબાદનો ફલકનુમા પેલેસ એક રોયલ 5 સ્ટાર હોટલ છે અને ટૂરિસ્ટમાં ઘણી જ લોકપ્રિય છે.
હૈદરાબાદનો ફલકનુમા પેલેસ એક રોયલ 5 સ્ટાર હોટલ છે અને ટૂરિસ્ટમાં ઘણી જ લોકપ્રિય છે.

નઝફ અલી ખાનના દાવા મુજબ નિઝામે 1957માં પ્રિન્સ મુકર્રમ જાહને 5 સંપત્તિઓ ભેટમાં આપી હતી. તે સમયે મુકર્રમ જાહ ભારતમાં હાજર ન હતા. જે બાદ પ્રિન્સ જાહને નિઝામને એક લેટર લખીને સંપત્તિ લેવાનો ઈનકાર કરી દીધો હતો. તેઓ પોતાની સીમિત આવકને કારણે ભેટમાં મળેલી સંપત્તિની જાળવણી કરવામાં સક્ષમ ન હતા. એક દસ્તાવેજ પર પ્રિન્સ જાહએ સાઈન પણ કરી હતી. જે બાદ 24 ફેબ્રુઆરી 1967નાં રોજ નિઝામના મોત થયું અને પ્રિન્સ જાહ પોતાના પિતાને આપેલા વાયદા વિરૂદ્ધ ચાલ્યા ગયા.

પ્રિન્સે નિઝામના વારસદારોનો હક્ક ઝુંટવ્યો
નઝફ અલી ખાને આરોપ લગાવ્યો છે કે પ્રિન્સ જાહે સંપત્તિ પરત કરી હોવા છતાં માલિકી હક યથાવત રાખ્યો. પોતાના વકીલની મદદથી જાહે પરિવારના બીજા સભ્યોને તેમના હક્કથી દૂર રાખ્યા અને સરકારને ગુમરાહ કરી છે.

નઝફ અલી ખાને કહ્યું કે વિવાદ હોવાને કારણે આ મામલો કોર્ટમાં છે. તેઓએ અધિકારીઓને સંપત્તિઓને કોઈના નામે રજિસ્ટર ન કરવાનો આગ્રહ કર્યો છે. નઝફ અલી ખાનના વકીલે જણાવ્યું કે, પ્રિન્સ મુકર્રમ જાહએ નિઝામનો લીગલ વારસદારોનો હક્ક ઝુંટવી લીધો છે અને તેઓને અંધારામાં રાખ્યા છે.

34 સંતાન વચ્ચે વ્હેંચાવાની હતી સંપત્તિ
નઝફ અલી ખાને પોતાના કેસમાં કહ્યું કે 25 જાન્યુઆરી, 1950નાં રોજ હૈદરાબાદનું ભારતમાં વિલિનિકરણ થયું, ભારત સરકાર અને નવાબ મીર ઉસ્માન અલી ખાન બહાદુ નિઝામ વચ્ચે એક સમજૂતી થઈ હતી. આ સમજૂતી મુજબ નિઝામની સંપત્તિઓને ભારત સરકારે ખાનગી અને વ્યક્તિગત સંપત્તિ તરીકે સ્વીકારી હતી. લિસ્ટમાં હાજર સંપત્તિઓ નિઝામનું મોત ત્યાં સુધી તેની પાસે જ હતી. આ સંપત્તિ તેમના મોત બાદ તેમના 16 પુત્રો અને 18 દીકરીઓને ટ્રાંસફર થવાની હતી.

અન્ય સમાચારો પણ છે...