તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Here Are Some Tips From The American Cancer Society To Prevent Cancer, You Can Stay Healthy Even In A Fast Life

વર્લ્ડ કેન્સર ડે:કેન્સરથી બચવા અમેરિકન કેન્સર સોસાયટીની આ ટીપ્સ જરૂર જાણી લો, ફાસ્ટ લાઈફમાં પણ રહી શકશો હેલ્ધી

નવી દિલ્હી7 મહિનો પહેલા

કેન્સરના કેસ હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રત્યેક દિવસે વધી રહ્યાં છે ત્યારે આજે આપણે વર્લ્ડ કેન્સર ડેના દિવસે આ રોગ અને તે અંગે અમેરિકન કેન્સર સોસાયટીના સંશોધનમાં પ્રકાશમાં આવેલી કેટલીક મહત્વની બાબતોને જાણીશું. નાની પણ અગત્યની એવી આ બાબતોને જો આપણે જીંદગીમાં વણી લઈશું તો આ રોગ થતો જ અટકી જશે. તો ચાલો જાણીએ કેન્સરના બેઝીકથી લઈને ટ્રીટમેન્ટ અને રિસર્ચ સુધીની વિવિધ બાબતો.

કેન્સર શું છે ?
આપણા શરીરમાં કોશિકાઓ(સેલ્સ)નું સતત વિભાજન થતુ રહે છે અને તે સામાન્ય પ્રક્રિયા છે, જેની પર શરીરનો સંપૂર્ણ કન્ટ્રોલ હોય છે. જોકે જ્યારે શરીરના કોઈ ખાસ અંગની કોશિકાઓ(સેલ્સ) પર શરીરનો કન્ટ્રોલ રહેતો નથી અને તે અસામન્ય રૂપથી વધવા લાગે છે તો તેને કેન્સર કહેવામાં આવે છે. જેમજેમ કેન્સરગ્રસ્ત કોશિકાઓ વધે છે, તે ટ્યુમર(ગાંઠ) તરીકે વિકાસ પામે છે. જોકે પ્રત્યેક ટ્યુમરમાં કેન્સરના સેલ્સ હોતા નથી પરંતુ જે ટ્યુમર કેન્સરગ્રસ્ત છે, જો તેની સારવાર કરવામાં આવતી નથી તો એ સમગ્ર શરીરમાં ફેલાઈ શકે છે.

આ રીતે થાય છે શરૂઆત
કોશિકાઓના જીન્સમાં બદલાવથી કેન્સરની શરૂઆત થઈ છે. જીન્સમાં ફેરફાર તેની જાતે પણ થઈ શકે છે અથવા તો પછી કેટલાક બહારના પરિબળો જેમ કે તમાકુ, વાઈરસ, અલ્ટ્રાવાઈલેટ રે, રેડિએશન(એક્સરે, ગામા રે વગેરે)થી થાય છે. ઈમ્યૂન સિસ્ટમ એવી કોશિકાઓને ખત્મ કરી દે છે, જોકે ક્યારેક-ક્યારેક કેન્સરની કોશિકાઓ ઈમ્યુન સિસ્ટમ પર હાવી થઈ જાય છે અને ફરી બીમારી લાગુ થાય છે.

રિસર્ચમાં બહાર આવેેલા તારણો

 • તમાકુના સેવનથી પુરુષોને કેન્સર થાય છે. તેના કારણે મોઢાનું અને ગાળાનું કેન્સર થયું હોય તેવા 60 ટકા કેસ છે. આ સિવાય તેના કારણે ફેફસાનું પણ કેન્સર થાય છે. આ ત્રણેય કેન્સરનું સૌથી મોટુ કારણ તમાકું છે. કેન્સરના કુલ કેસના 40 ટકા મામલા તમાકુના કારણે થાય છે. પછી તેનું સેવન ગુટકાની રીતે થતુ હોય કે સિગરેટ, બીડી તરીકે.)
 • દારૂનુ વધુ સેવન પણ ખતરનાક છે. વધુ દારૂ પીવાથી મોઢાનું, અન્નનળી, ગળુ, લિવર અને બ્રેસ્ટ કેન્સરની શકયતા વધી જાય છે. આલ્કોહોલ અને તમાકુંના સેવનથી કેન્સરનો ખતરો ઘણો વધી જાય છે.
 • કોઈના શરીરમાં ફેટ વધી જાય છે તો તેનું વજન વધી જાય છે. આ ફેટ એન્જાઈમ મેલ હોર્મોનને ફીમેલ હોર્મોન એસ્ટ્રોજિનમાં બદલી નાખે છે. ફીમેલ હોર્મોન વધુ વધવા પર બ્લડ કેન્સર, પ્રોટેસ્ટ, બ્રેસ્ટ કેન્સર અન સર્વિક્સ(યૂટરસ) કેન્સર થવાની શકયતા વધી જાય છે. હાઈ કેલેરી, જન્ક ફૂડ, નોન-વેજ વધુ લેવાથી આ સમસ્યા વધી જાય છે.
 • ઈન્ફેક્શન હેપટાઈટિસ બી, હેપટાઈટિસ સી, HPV(હ્યુમન પેપિલોમાવઈરસ) જેવું ઈન્ફેક્શન કેન્સરનું કારણ બની શકે છે. હેપટાઈટિસ સીના ઈન્ફેક્શનથી લિવર કેન્સર અને HPVથી મહિલાઓમાં સર્વાઈકલ અને પુરુષોમાં મોઢાનું કેન્સર થઈ શકે છે. આ વાઈરસ અસુરક્ષિત સેક્સ સંબંધોથી ફેલાય છે.
 • ફેમિલિ હિસ્ટ્રી પેરેન્ટ્સ કે દાદી, નાના-નાની વગેરેને કેન્સર થયું છે તો આગામી પેઢીને કેન્સર થવાની શકયા વધી જાય છે. જોકે એ જરૂરી નથી કે માતા અને પિતાને કેન્સર થયું છે તો બાળકને થશેજ.
 • ફિઝીકલી એક્ટિવ ન રહેવું. ફિઝીકલી એક્ટિવિટી કે કસરત ન કરવાથી કેન્સરની શકયતા વધી જાય છે. રોજ ઓછામાં ઓછી 30 મિનિટ એક્સરસાઈઝ જરૂર કરો. જોકે 45-60 મિનિટ એક્સરસાઈઝ કરવી ઉતમ છે. તેમાં કાર્ડિયો એક્સરસાઈઝ(બ્રિસ્ક વોક, જોગિંગ, સાઈકલિંગ, સ્વિમિંગ)ને જરૂર સામેલ કરો.

આ ત્રણ બાબતોમાં સુધારાથી કેન્સર થવાની શકયતા નહિવત થશે

1. યોગ્ય ખાનપાન
જ્યારે પણ તમે નેચચલ અને સામાન્ય ચીજોને ખાવ છો તો તમે તદુરસ્ત જ રહો છે. પેક ફૂડ, પ્રિઝર્વ્ડ ફૂડ, ફાસ્ટ ફુડ(જે સામાન્ય ફુડ નથી) વગેરેમાં એવી ચીજો ભેળવવામાં આવે છે, જે દેખાવમાં તો તાજી હોય છે પરંતુ વાસ્તવિક રીતે વાસી હોય છે. તેને કેમિકલ ભેળવીને તાજી રાખવામાં આવે છે. આવી ચીજો ન ખાવી જોઈએ. સિઝન સિવાયના શાકભાજી અને ફળો પણ ન ખાવા જોઈએ. આ સિવાય નોનવેજ ખાવામાં ખાસ કરીને રેડ એન્ડ પ્રોસેસ્ડ મીટના સેવનથી બચો. આરોગ્યને સારુ રાખે એવું સેચ્યુરેટેડ ફેટ્સની જગ્યાએ ઓલિવ ઓઈલને પસંદ કરો. ખૂબ પાણી પીવો, તેનાથી કેન્સર કારક તત્વો યુરીનની સાથે જ બહાર નીકળી જાય છે અને કેન્સરની શકયતા ઓછી થઈ જાય છે.

2. લાઈફસ્ટાઈલ
આપણે બાળપણથી જે રીતે જીવતા આવ્યા છીએ તે જ રીતે આગળ જીવવું જોઈએ. એવું ન થવું જોઈએ કે મોટા શહેરોમાં આવ્યા પછી બીજાની દેખાદેખીએ પોતાની સારી આદતો બદલી નાંખો. જો તમને સવારે ઉઠાવાની સારી આદત છે અને પાર્કમાં જવાની આદત છે તો તેને મોડી રાત સુધી જાગવાની આદતમાં ન બદલવી જોઈએ.

3. માનસિક શાંતિ
માનસિક શાંતિની કમી આજે સૌથી ઓછી છે. લોકો તણાવમાં જ જીવવાનું પસંદ કરવા લાગ્યા છે. ફેસબુક, વોટ્સઅપ વગેરેના ચક્કરમાં આપણે પોતાની શાંતિ ગુમાવી દીઈએ છીએ. ગ્રુપમાં સાથે બેસવા છતાં પણ લોકો એકબીજાની સાથે વાત કરતા નથી. માત્ર પોતાનો મોબાઈલ જ લાગ્યા રહે છે અને ઈન્ટરનેટની ગુલામી કરે છે. જો આપણે પોતાની ભાવનાઓ બીજાને શેર કરતા નથી તો આપણી અંદર એવી ફ્રી ઓક્સિડેટિવ રેડિકલ્સ બનવા લાગે છે. જે ધીરે-ધીરે શરીરમાં જમા થયા બાદ જીન્સને જ નુકસાન પહોંચાડે છે.

કેન્સરના લક્ષણોઃ

 • તાવ, એસિડિટી વગેરે સામાન્ય સમસ્યાઓ છે છતાં દવા કરવા છતાં વારંવાર થાય તો ડોક્ટરને બતાવવું જોઈએ.
 • મહિલાઓમાં પિરિયડ્સના સમય દરમિયાન બ્લિડિંગ થવું તે સામન્ય છે પરંતુ જ્યારે તે આ 4-5 દિવસની જગ્યાએ 8થી 10 દિવસ થાય. અથવા તો એક વખત થયા પછી થોડા દિવસ પછી ફરીથી થાય તો ચેકિંગ કરાવવું જોઈએ.
 • જ્યારે કોઈ દર્દીની જીભ વાત કરતા-કરતા વારંવાર અટકે અને તેને તમાકું, સિગરેટની આદત હોય તો વધુ તપાસ કરાવવી જોઈએ.
 • સતત ખાસી, મોઢામાં ચાંદા, દાતમાંથી સતત લોહી નીકળવું, આ બધા ઓરલ કેન્સરના લક્ષણ હોઈ શકે છે.
 • પેશાબમાં લોહી પડવું તે પ્રોટેસ્ટ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. ઘણી વખત કિડનીમાં સ્ટોનના કારણે પેશામાં લોહી આવે છે.
 • શરીરમાં ગાંઠ ઝડપથી વધી રહી હોય. અહીં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે ગાંઠમાં દર્દ થાય તેમાં કેન્સર સેલ્સ હોવાની શકયતા ઓછી હોય છે પરંતુ દર્દ ન થતું હોય તો શકયતા વધી જાય છે.
 • ઝડપથી વજન ઘટવું તે કેન્સરનું સૌથી વિશેષ લક્ષણ છે.

કેન્સર માટેના કોમન ટેસ્ટ

બ્રેસ્ટ કેન્સ માટે BRCA ટેસ્ટ
જો કોઈ મહિલા કે છોકરીને બ્રેસ્ટ કેન્સર થયું છે તો તેમણે બ્રેસ્ટ સેન્સર(BRCA) જીન ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આ ટેસ્ટ જીન્સમાં કોઈ પણ પ્રકારની ગડબડ હોય તો તેની માહિતી આપે છે. આ ટેસ્ટ જીંદગીમાં એક વખત જ કરાવવાનો હોય છે. પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સરના મામલાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. એવું ક્યારેય માનવું ન જોઈએ કે પુરુષોને આ કેન્સર થતુ નથી. જો કોઈ પુરુષને તેની છાંતીમાંથી ગાંઠ કે કઈક લિક્વિડ નીકળતુ હોય તેવું લાગે છે તો ડોક્ટરને જરૂર મળવું જોઈએ.

ફેફસાના કેન્સર માટે CT સ્કેન
જો કોઈ હેવી સ્મોકર છે અેટલે કે 15-20 વર્ષથી સ્મોક કરી રહ્યો છે અને ખાંસી છે તો તેણે ફેફસાનું સીટી સ્કેન કરાવી લેવું જોઈએ. આવા લોકો માટે લો ડોઝ ચેસ્ટ સીટી સ્કેન પણ કરવામાં આવે છે. જો રિસ્ક ન હોય તો પણ 40 વર્ષની ઉંમરમાં એક વખત ફેફસાનો સીટી સ્કેન કરાવી લેવો જોઈએ.

પ્રોટેસ્ટ કેન્સર માટે PSA ટેસ્ટ 50 વર્ષની ઉંમરમાં પ્રોટેસ્ટ કેન્સર માટે પુરુષોનો પીસીએ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જો કોઈ ફેમિલિ હિસ્ટ્રી છે તો 40 વર્ષની ઉંમરમાં જ આ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

કોલોન(આંતરડા) માટે સ્ટૂલ ઓકલ્ટ બ્લડ ટેસ્ટ
જો મળ ત્યાગ કરતી વખતે લોહી આવી રહ્યું છે તો સ્ટૂલ ઓકલ્ટ બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. જો કોઈ ગડબડ નીકળે તો કોલોનોસ્કોપી કરાવી શકો છો, જેનાથી કેન્સરની માહિતી મળી શકે છે.

સર્વાઈકલ માટે પેપ સ્મિયર ટેસ્ટ
મહિલાઓમાં થનાર સર્વાઈકલ કેન્સરની ઓળખ માટે સૌથી કોમન પેપ સ્મિયર ટેસ્ટ. તેની કિંમત લગભગ 1000 રૂપિયા છે.

સારવારની 7 રીત

1. સર્જરીઃ શરીરના જે અંગમાં કેન્સરની ટ્યુમર છે, તેને ઓપરેશન કરીને કાઢી નાખવાથી એક હદ સુધી મુશ્કેલી દૂર થઈ જાય છે.

2. કિમોથેરેપીઃ તેમાં આઈવી એટલે કે ઈન્ટ્રા વેનસ થેરેપી દ્વારા દવા આપીને કેન્સર રોકવાની કોશિશ કરવામાં આવે છે. આજકાલ કિમોથેરેપી માટે સોઈની જગ્યાએ ટેબ્લેટ્સનો ઉપયોગ થવા લાગ્યો છે.

3. રેડિયોથેરેપીઃ આ પ્રોસેસમાં રેડિએશનનો વધુ ડોઝ આપીને ટ્યુમરને ખત્મ કરવામાં આવે છે. રેડિયોથેરપી કેન્સરને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવતી નથી પરંતુ બીજી રીતે સારવાર થવા પર કેન્સરને ફેલાતુ અટકાવવામાં સહાય કરે છે.

4. ઈમ્યુનોથેરેપીઃ તેના દ્વારા શરીરની ઈમ્યુન સિસ્ટમને જ કેન્સર સાથે લડવા માટે તૈયાર કરવામાં આવે છે. તેને બાયોલોજિકલ થેરેપી પણ કહી શકાય છે.

5. ટોર્ગેટથેરેપીઃ તેમાં સ્મોલ મોલિક્યૂલર ડ્રગ્સ હોય છે, જે સીધા જ કેન્સર સેલ્સ પર હુમલો કરે છે. તેનાથી બીજા સારા સેલ્સને નુકસાન થતું નથી.

6. હોર્મોન થેરેપીઃ તેમાં ખાસ પ્રકારના હોર્મોનને શરીરમાં આપવામાં આવે છે. તે એ હોર્મોન્સની અસરને ઓછી કરે છે, જે કેન્સરને વધારવામાં મદદ કરે છે.

7. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટઃ આ પ્રોસેસમાં બલ્ડ બનાવનાર સેલ્સને શરીરમાં બનાવવામાં આવે છે. જોકે કીમોથેેરેપી અને રેડિયોથેરેપીથી શરીરની કોશિકાઓનો નાશ થાય છે.

8. પ્રિસિશન મેડિસિનઃ તેમાં દરેક દર્દીનો તેની બીમારી મુજબ અલગ-અલગ રીતે ઈલાજ કરવામાં આવે છે. તેને પર્સનલાઈઝ્ડ મેડિસિન ટ્રીટમેન્ટ પણ કહેવામાં આવે છે.