કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દેશના ઈતિહાસકારોને ભૂતકાળના ગૌરવને પુન:જીવિત કરવા અપીલ કરતાં કહ્યું કે તેનાથી ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણમાં મદદ મળશે. ગૃહમંત્રીએ કહ્યું કે 800-900 વર્ષની સ્વાધીનતાની લડતને કારણે આપણે બચેલા છીએ. સંસ્કૃતિને બચાવવા લોકોએ બલિદાન આપ્યાં. કેટલાક લોકોએ ઈતિહાસ વિકૃત રીતે લખ્યો પણ આપણને કોણ અટકાવી શકે છે? સત્યને અટકાવી ના શકાય. સવાઈ માનસિંહે અકબર સાથે સમજૂતી કરી એટલે આપણા વિસ્તારમાં તેમને ‘સવા’ નહીં ‘હવા’ કહેવાય છે.
સવાઈ મહેલને હવાઈ મહેલ કહેવાય છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આપણો પ્રયાસ મોટો હોવો જોઈએ. જૂઠની ચર્ચાથી પણ તેને બળ મળે છે. આપણે સ્વતંત્ર છીએ, આપણને આપણો ઈતિહાસ લખવાથી કોઈ નહીં રોકી શકે. કેટલાક લોકોએ ઈતિહાસ એવી રીતે લખ્યો કે જેનાથી નિરાશા જ જન્મે પણ આ ભૂમિ પર નિરાશા હાવી નહીં થઇ શકેે, અહીં સત્ય જ જીતે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.