• Gujarati News
  • National
  • "Some Of Our Decisions May Be Wrong, But Our Intentions Were Never Wrong," Shah Said

અમિત શાહનું સંબોધન:શાહે કહ્યું- અમારા કેટલાક નિર્ણય ખોટો હોઈ શકે છે, પણ અમારો ઈરાદો કયારેય ખોટો નહતો

એક મહિનો પહેલા
  • શાહે કહ્યું- ભારત 2022માં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના એક સમારોહમાં સંબોધન કર્યું હતું. ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના કેટલાક નિર્ણયો ખોટા હોઈ શકે છે, પરંતુ અમારો ઇરાદો ક્યારેય ખોટો નહતો. શાહે આ વાત ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ફિક્કી)ની 94મી વાર્ષિક જનરલ બેઠક દરમિયાન જણાવી હતી. શાહે જણાવ્યુ હતું કે છેલ્લા સાત વર્ષોમાં અમારી સરકાર સામે કોઈપણ વ્યક્તિ ભ્રષ્ટાચારના આરોપ લગાવી શક્યું નથી, કારણ કે અમારો ઇરાદો ક્યારેય ખોટો નથી રહ્યો. શાહે વધુમાં જણાવ્યુ હતું કે સરકારની ટીકા કરનાર લોકોએ પણ જોયું કે આ સાત વર્ષોમાં દેશમાં કેવી રીતે બદલાવ થયા છે. કોરોનાની મહામારીના સમયમાં પણ સરકારે અનેક યોજનાઓ લાગુ કરી છે, જેનું પરિણામ આવનારા સમયમાં જોવા મળશે અને દેશનો ઝડપી વિકાસ થશે.

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનશે
અમિત શાહે સંબોધન કરતાં વધુમાં કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે મોદીજીના નેતૃત્વમાં ભારત 2022માં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે. શાહે વધુમાં જણાવ્યું હતું કે, પોણા બે વર્ષથી 80 કરોડ લોકોને દર મહીને વ્યક્તિ દીઠ5 કિલો અનાજ વિનામૂલ્યે આપવાનું કામ ભાજપની નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. આ ખુબ જ મોટું કામ છે, આવું કામ દુનિયાના ક્યાંય પણ કરવામાં આવ્યું નથી. નરેન્દ્ર મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ છે કે 130 કરોડ લોકોનો દેશની લોકશાહી પર, સંસદીય લોકશાહ સિસ્ટમમાં વિશ્વાસ વધ્યો છે. તેમણે દેશની અર્થવ્યવસ્થાનો વિસ્તાર કર્યો છે.

ફિક્કીના યોગદાનને ભૂલી શકાય તેમ નથી
અમિત શાહે સંબોધન કરતાં વધુમાં જણાવ્યુ હતું કે 1927થી લઈને આજ સુધી દેશના વિકાસમાં ફિક્કીનું જે યોગદાન છે. તેને અનેકગણી વધારીને યોગ્ય રીતે દેશના વિકાસને આગળ વધારવાની તક છે. આ માટે તમે લોકો આગળ આવો અને નવા ક્ષેત્રમાં પણ વિકાસ માટેના ભાગીદાર બનો.

અન્ય સમાચારો પણ છે...