તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Soldiers From Both Countries, Very Close To Each Other North Of Pengong, Fired Warning Shots Here; At A Distance Of Several Meters To The 3rd Place To The South

ભારત-ચીન ફરી સામ-સામે:પેન્ગોન્ગના ઉત્તરમાં બન્ને દેશના સૈનિક એકબીજાથી ખૂબ નજીક, અહીં વોર્નિંગ શોટ્સ ફાયર થયા હતા; દક્ષિણની 3 જગ્યા પર આ અંતર કેટલાક મીટર પર

નવી દિલ્હી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • ઉત્તરી વિસ્તારમાં ફિંગર 3થી ફિંગર 4 વચ્ચે બન્ને દેશના સૈનિકો વચ્ચે 200 વોર્નિંગ શોટ્સ ફાયર કરવામાં આવ્યા હતા

લદ્દાખના પૂર્વ ભાગમાં આવેલા પેન્ગોન્ગ સરોવરના 4 વિસ્તારોમાં ભારત અને ચીનના સૈનિકો એકબીજાની સામ-સામે છે. સરોવરના ઉત્તરી વિસ્તારોમાં એક લોકેશન પર આ અંતર રાઈફલ રેન્જ એટલે કે ખૂબ જ નજીક હોવાનું માનવામાં આવે છે. બીજી બાજુ દક્ષિણ વિસ્તારમાં આ અંતર ગણતરીના મીટરમાં છે. આ અગાઉ રશિયામાં ભારત તથા ચીનના સંરક્ષણ મંત્રી તથા વિદેશ મંત્રી તણાવને ઓછો કરવા માટે વાતચીત કરી ચુક્યા છે. તેમ છતા સરહદ પર તણાવભરી સ્થિતિ યથાવત છે.

એક વરિષ્ઠ અધિકારીને ટાંકી કહેવામાં આવ્યુ છે કે આ વિસ્તારમાં સૈનિકો એકબીજાની સામે ત્યારે ગોઠવવામાં આવ્યા હતા કે જ્યારે લશ્કરી સ્તરની વાટાઘાટમાં ડિસએંગેજમેન્ટની સહમતિ બની હતી. હવે વધુ એક વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ચીને હવે પછીની મિલિટ્રી લેવલની વાતચીતની તારીખ અંગે માહિતી આપવાની રહેશે.

આ વિસ્તારોમાં ભારત-ચીનના સૈનિકો એકબીજાની સામે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેન્ગોન્ગના દક્ષિણી વિસ્તારમાં 3 લોકેશન તથા ઉત્તરના વિસ્તારોમાં એક લોકેશન પર ભારત-ચીનના સૈનિકો એકબીજાની સામે છે. ઉત્તરી વિસ્તારોમાં ફિંગર 4 થી ફિંગર 3 વિસ્તાર વચ્ચે બન્ને દેશના સૈનિકો ગોઠવાયેલા છે તથા બન્ને બાજુથી એક-બીજાની ઉપર વોર્નિંગ શોટ્સ ફાયર કરી ચુક્યા છે. દક્ષિણમાં સ્પેન્ગુર, મુખપારી તથા રેજાંગ લા માં બન્ને તરફથી સૈનિક કેટલાક મીટરના અંતર પર છે.

આ વિસ્તારમાં ઉશ્કેરણીની પહેલ ચીન તરફથી થઈ હતી, ત્યારબાદ ભારતે આ વિસ્તારોમાં પોતાના સૈનિકો ગોઠવ્યા છે. ફિંગર 3થી ફિંગર 4 વચ્ચે આ મહિનાની શરૂઆતમાં 200 વોર્નિંગ શોટ્સ ફાયર કરવામાં આવ્યા હતા.

ઠંડીની સિઝનમાં લાંબી અથડામણ માટે સેના તૈયાર
દરમિયાન સેનાએ ઠંડીની સિઝનમાં લાંબી અથડામણની તૈયારી શરૂ કરી છે. ભારતીય સેનાએ ત્યાં બોફોર્સ હોવિત્ઝર તોપ ગોઠવવાની તૈયારી કરી રહ્યું છે. બીજી બાજુ ફોરવર્ડ લોકેશન પર સાધન-સામગ્રીના પુરવઠા માટે વાયુસેનાના સૌથી મોટા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-17 ગ્લોબમાસ્ટર તથા IL-76 લ્યુશિનને ગોઠવ્યા છે. આ સાથે જ ચિનૂક હેલિકોપ્ટર પણ આ કામમાં જોડાયેલુ છે.

ભારત-ચીન સરહદ પર છેલ્લા 20 દિવસમાં 3 વખત ફાઈરિંગ થયા
લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે મે મહિનાથી તણાવની સ્થિતિ છે. 15 જૂનના રોજ ગલવાનમાં બન્ને દેશ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા. ચીનના 40થી વધારે સૈનિક માર્યા ગયા હતા, જોકે તેણે આ વાતનો સ્વીકાર કર્યો નથી. તાજેતરમાં 29-30 ઓગસ્ટની રાત્રે પણ ફરી વખત વિવાદ થયોો હતો, જ્યારે ચીને પેન્ગોન્ગ સરોવરના દક્ષિણ વિસ્તારના શિખર પર કબ્જો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે ભારતીય સૈનિકોએ ચીનની આ ચાલને નિષ્ફળ બનાવી દીધી હતી. છેલ્લા 20 દિવસમાં બન્ને બાજુથી 3 વખત હવામાં ફાઈરિંગ થયું છે.

અન્ય સમાચારો પણ છે...