ગુપ્તચર એજન્સીઓની ચેતવણી:સૈનિક અને તેમનો પરિવાર ચાઇનીઝ મોબાઇલનો ઉપયોગ ન કરે, એડવાઇઝરી બહાર પાડી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીન સાથે સરહદ LAC પર તણાવ વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ એક એડવાઇઝરીમાં કહ્યું છે કે દેશના સૈનિકોએ ચાઈનીઝ મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. સૈનિકોના પરિવારના સભ્યોએ પણ ચાઈનીઝ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. આ માટે તમામ સંરક્ષણ એકમો અને ફોર્મેશન્સને તેમના જવાનોને ચેતવણી આપવા માટે કહેવામાં આવ્યું છે.

એજન્સીને મળેલા દસ્તાવેજો અનુસાર, લશ્કરી ગુપ્તચર એજન્સીઓએ સૈનિકો અને તેમના પરિવારોને ભારતના દુશ્મન દેશ પાસેથી ફોન ખરીદવા અથવા એનો ઉપયોગ ન કરવા સલાહ આપી છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ એડવાઈઝરી એટલા માટે જારી કરવામાં આવી છે, કારણ કે ચીનની કંપનીઓના મોબાઈલ ફોનમાં માલવેર અને સ્પાયવેર મળ્યા છે.

આ મોબાઈલ ફોનથી જોખમ છે
ઈન્ટેલિજન્સ એજન્સીઓએ પરામર્શ સાથે આવા મોબાઈલ ફોનની યાદી પણ આપી છે, જે દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે. એમાં આ ચીની કંપનીઓના ફોનનો સમાવેશ થાય છે - Vivo, Oppo, Xiaomi, One Plus, Honor, Realme, ZTE, Gionee, Asus, Infinix.

ચીની એપ્લિકેશન પણ ડિલિટ કરો
ભૂતકાળમાં પણ જાસૂસી એજન્સીઓ ચાઈનીઝ મોબાઈલ ફોન એપ્લિકેશન સામે ઘણી સક્રિય રહી છે. સૈન્ય કર્મચારીઓના ફોનમાંથી કેટલીક ચીની એપ્સ હટાવી દેવામાં આવી હતી. સંરક્ષણ દળોએ પણ તેમના ડિવાઈસ પર ચાઈનીઝ મોબાઈલ ફોન અને એપ્લિકેશનનો ઉપયોગ બંધ કરી દીધો છે.

ભારત અને ચીન વચ્ચે માર્ચ 2020થી તણાવ છે. બંને દેશોએ પૂર્વી લદાખથી અરુણાચલ પ્રદેશ સુધી એલએસી પર એકબીજા સામે ભારે તહેનાતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...