તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Solar Bicycle Made By A Student From Tamil Nadu; The Cost Of 50 Km Is Only Rs. 1.50, The Bicycle Will Run 20 Km Even After The Battery Is Full

અનોખી સોલર સાઇકલ:તામિલનાડુના વિદ્યાર્થીએ બનાવી સોલર સાઇકલ; 50 કિમીનો ખર્ચ માત્ર રૂ. 1.50, બેટરી પૂર્ણ થયા પછી પણ દોડશે 20 કિમી સુધી

તામિલનાડુ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
તામિલનાડુના મદુરાઈમાં રહેતા કોલેજના એક વિદ્યાર્થીએ સૌર ઊર્જા દ્વારા ચાલતી સાઇકલ બનાવી છે. - Divya Bhaskar
તામિલનાડુના મદુરાઈમાં રહેતા કોલેજના એક વિદ્યાર્થીએ સૌર ઊર્જા દ્વારા ચાલતી સાઇકલ બનાવી છે.
  • આ સોલર સાઇકલનો 50 કિમી સુધી ચલાવવાનો ખર્ચ માત્ર દોઢ રૂપિયો જ
  • એનો સાઇકલ અને બાઇક બંને રીતે ઉપયોગ કરી શકાય છે

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં અનેક રાજ્યોમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પણ પાર થઈ ગઈ છે. એવામાં મોંઘવારીએ માજા મૂકી છે. વધતા પેટ્રોલના ભાવ સામે લડવા માટે લોકો પણ નવા વિકલ્પ શોધી રહ્યા છે. આ દરમિયાન તામિલનાડુના મદુરાઇમાં રહેતા કોલેજના એક વિદ્યાર્થીએ સૌર ઊર્જા દ્વારા ચાલતી સાઇકલ બનાવી છે. આ વિદ્યાર્થીનું નામ ધનુષ છે.

સોલર પેનલની મદદથી એક સોલર સાઇકલ બનાવી છે.
સોલર પેનલની મદદથી એક સોલર સાઇકલ બનાવી છે.

50 કિમી સુધી સાઇકલ ચલાવવાનો ખર્ચ માત્ર 1.50 રૂપિયો જ
મદુરાઈનો રહેવાસી વિદ્યાર્થી ધનુષ કુમારે સોલર પેનલની મદદથી એક સોલર સાઇકલ બનાવી છે. આ સાઇકલની વિશેષ વાત એ છે કે એને એક વખતમાં ચાર્જ કરવા પર 50 કિમી સુધી ચલાવી શકાય છે. બેટરી ડિસ્ચાર્જ થયા બાદ પણ એને 20 કિમી સુધી ચલાવી શકાય છે. આ સોલર સાઇકલ દ્વારા 50 કિમી સુધી ચલાવવાનો ખર્ચ માત્ર 1.50 રૂપિયો જ થાય છે. એને સાઇકલ અને બાઇક બંને રીતે ઉપયોગમાં લઈ શકાય છે.

સાઇકલની બેટરી સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે
ધનુષ કુમારે જણાવ્યું હતું કે આ સાઇકલ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે, એટલા માટે મદુરાઇ જેવાં નાનાં શહેરોમાં આ સોલર સાઇકલ ખૂબ જ ઉપયોગી બની શકે છે. આ સાઇકલમાં એક બેટરી લગાવવામાં આવી છે, જે સૂર્યપ્રકાશ દ્વારા ચાર્જ થાય છે. આમ તો આ સાઇકલ કેટલાક મહિનાઓ પહેલાં પણ ચર્ચામાં આવી હતી, પરંતુ હવે પેટ્રોલમાં ભડકે બળતા ભાવના કારણે મદુરાઈમાં ધનુષની આ સોલર સાઇકલ ખૂબ જ લોકપ્રિય બની રહી છે.

એનો સાઇકલ અને બાઇક બંને રીતે ઉપયોગ લઈ શકાય છે.
એનો સાઇકલ અને બાઇક બંને રીતે ઉપયોગ લઈ શકાય છે.

સોલર સાઇકલથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે
દેશમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થઈ રહ્યું છે, એને કારણે લોકો પરેશાન છે. આવી સ્થિતિમાં ધનુષ કુમાર જણાવે છે કે આ સોલર સાઇકલ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થશે જ, પરંતુ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.